Wednesday, September 28, 2022
Home Gujarat ખેડા જિ.પં.ની સામાન્ય સભામાં સંતોષકારક જવાબ નહીં મળતાં સત્તાપક્ષના સભ્ય ઉગ્ર બન્યા

ખેડા જિ.પં.ની સામાન્ય સભામાં સંતોષકારક જવાબ નહીં મળતાં સત્તાપક્ષના સભ્ય ઉગ્ર બન્યા

  • ચૂંટણી જાહેર થતાં પહેલા મંજૂર થયેલા વિકાસના કામો શરૂ થઈ જશે
  • ચૂંટણી નજીક છે, કામ નહીં થતાં મહુધા ધારાસભ્ય અકળાયા
  • સ્વભંડોળ રૂ. 4 કરોડ ઉપરાંત તિજોરીમાં છે : પ્રમુખ

ખેડા જિલ્લા પંચાયતના નવીન ભવન ખાતે જિલ્લા પંચાયતની યોજાયેલી સામાન્ય સભામાં સત્તાપક્ષના લસુન્દ્રા બેઠકના સભ્ય પ્રશ્નનો સંતોષકારક પ્રત્યુતર નહીં મળતાં ઉગ્ર બન્યા હતા. પરંતુ પ્રમુખ નયનાબેન પટેલે સભ્યને કહ્યું હતું કે તમારા ઘણા કામો કર્યા છે. તમારા પ્રશ્નો યોગ્ય ઉત્તર આપવામાં આવ્યો છે તેમ કહીને ઠંડા પાડયા હતા. જયારે વિરોધપક્ષના સભ્ય અવાજ ઉઠાવતાં તેમને તેમના સાથી સભ્યો સાથ આપવા માટે ઉભા નહીં થતાં તેઓ પણ પાછા સીટ પર બેસી ગયા હતા.

- Advertisement -

ખેડા જિ.પં.ની સામાન્ય સભા જિ.પં પ્રમુખના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. સભામાં તા. 9 જૂન યોજાયેલી સભાની કાર્યવાહી નોંધને બહાલી અપાઈ હતી. માતર તાલુકા પંચાયત કચેરીની નવીન બાંધકામ માટે ખૂટતી જમીનના બદલામાં વધુ તાલુકા સીડ ફાર્મની જગ્યા ફાળવી આપવાનો ઠરાવ સર્વાનુમતે મંજૂર કરાયો હતો. પ્રશ્નોતરી દરમિયાન સીંજીવાડા બેઠકના વિરોધ પક્ષના નેતા બાબુભાઇ સોલંકીએ એજન્ડા કામ નં.5 જિ.પંની વિવિધ સમિતિઓની મળેલ સભાની કાર્યવાહી નોંધ બહાલીનો વિરોધ કર્યો હતો કે, આ નોંધનો કોઇ રિપોર્ટ વિપક્ષ સભ્યોને મળતો નથી.2021-22 વર્ષનો વાર્ષિક હિસાબ મંજૂર કરવા અંગેનો વિરોધ કરાયો હતો. સભામાં સત્તાપક્ષની બહુમતિના પગલે એજન્ડાના તમામ વિકાસના કામો સર્વાનુમતે મંજૂર કરાયા હતા. જિ.પં.ની પણ ટર્મ પૂર્ણ થવાના આરે છે. હાલ જિ.પંમાં સ્વભંડોળનું બેલેન્સ રૂ. 4 કરોડ ઉપરાંત છે.

ચૂંટણી નજીક છે, કામ નહીં થતાં મહુધા ધારાસભ્ય અકળાયા

મહુધા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમારે આ સભા પૂર્ણ થયા બાદ આવીને અધિકારીઓને ઉચ્ચ અવાજ બોલીને જણાવ્યું હતું કે, મંજૂર થયેલા રોડનું કામ કરાતું નથી. જે રોડ બનાવાયા છે, તે એકદમ તકલાદી હોવાથી તૂટી ગયા છે. અધિકારીઓને વારંવાર કહેવા છતાં સાંભળતા નથી. ચૂંટણી નજીક છે, કહી અધિકારી સાથે માથકૂટ કરતા આ બાબતે પ્રમુખ નયનાબેને જણાવ્યું કે ચૂંટણી નજીક છે એટલે કોંગ્રેસ ધારાસભ્ય આવીને કામ નથી થતાં તેવા આક્ષેપ સાથે બળાપો કાઢે છે.

સત્તાપક્ષના સભ્ય અકળાયા

- Advertisement -

લસુન્દ્રાબેઠકના સત્તાપક્ષના સભ્ય પ્રવિણસિંહ રાઠોડે સભામાં જણાવ્યું હતું કે, મારા પ્રશ્નોનો સંતોષકારક જવાબ અપાયો નથી. ડી.પી એન્ટરપ્રાઇઝ બ્લેક લીસ્ટ કરાયેલી એજન્સી તે હજુ ચાલુ છે. જિ.પંમાં 30 વર્ષ ઉપરાંતથી એક જ ટેબલ ઉપર ફરજ બજાવતાં અધિકારી કે કર્મચારીની બદલી કરાતી નથી. જેવા આક્ષેપ કર્યા હતા. તેના પ્રત્યુતરમાં જિ.પં પ્રમુખે જણાવ્યું હતું કે,તમામ આક્ષપો ખોટા છે. જે તે સમયે આ સભ્ય આરોગ્ય સમિતિના ચેરમેન પદે હતા ત્યારે આ એજન્સીના કર્મચારીઓ લેવામાં આવ્યા હતા.

પાલડીમાં નવું પંચાયત ઘર બનશે

પ્રમુખ નયનાબેન પટેલે કહ્યું કે નડિયાદ તાલુકાના પાલડીમાં આવેલ પ્રા. શાળાઓનું નવું મકાન બનતાં તેના જૂના મકાનની જગ્યાએ નવું ગ્રા.પં. ઘર બનશે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

મેમનગરમાં બે દિવસ પહેલાં બનેલા રોડનો ડામર ફક્ત પેનથી ઊખડી ગયો

સળંગ ફૂટપાથ બનાવતા સોસાયટીના રહીશોને હાલાકીનબળી ગુણવત્તા, વ્યાપક ભ્રષ્ટાચારનો વિપક્ષી નેતાનો આક્ષેપ AMC દ્વારા VVIPના આગમન વેળા રાતોરાત રોડ બનાવી દેવાય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!