Monday, September 26, 2022
Home National તેજસ્વી યાદવને સત્તા સોંપવાની તૈયારીમાં નીતિશ કુમાર ? CMએ કરી સ્પષ્ટતા

તેજસ્વી યાદવને સત્તા સોંપવાની તૈયારીમાં નીતિશ કુમાર ? CMએ કરી સ્પષ્ટતા

  • બિહાર સરકાર અંગે ચાલી રહેલી અટકળો પર મુખ્યમંત્રીએ પૂર્ણવિરામ મૂક્યું
  • મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું, તેઓ ફુલપુરથી લોકસભા ચૂંટણી લડવાના નથી
  • નીતિશે ઈચ્છા વ્યક્ત કરી કે, તેજસ્વી યાદવ અને અન્ય યુવાનો આગળ વધે

આજે મુખ્યમંત્રી નીતિશ કુમારે બિહાર સરકારને લઈને ચાલી રહેલી અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું છે. નીતિશ કુમારે સ્પષ્ટ જણાવ્યું છે કે, તેઓ ફુલપુરથી લોકસભા ચૂંટણી લડવાના નથી. બિહારમાં એવી અટકળો ચાલી રહી હતી કે નીતિશ કુમાર તેજસ્વી યાદવને સત્તા સોંપવાની તૈયારી કરી રહ્યા છે. પરંતુ હવે નીતિશે પોતે જ આ બાબતો પર પૂર્ણવિરામ મુકી દીધું છે.

- Advertisement -

નીતિશ કુમારે મંગળવારે સ્પષ્ટ કહ્યું કે, તેઓ ફુલપુરથી લોકસભા ચૂંટણી લડવાના નથી. નીતિશે કહ્યું કે તેમનો ઉદ્દેશ્ય માત્ર વિપક્ષી દળોને એક કરવાનો છે અને તેઓ આમાં વ્યસ્ત છે. નીતિશ કુમારે ઈચ્છા વ્યક્ત કરી કે, તેજસ્વી યાદવ આગળ વધે અને અન્ય યુવાનો આગળ વધે અને તેઓ બીજુ કંઈ ઈચ્છતા નથી.

નીતિશ ફુલપુર અને મિર્ઝાપુર લોકસભા સીટ પર ચૂંટણી લડવાની ચર્ચાઓ

એવા અહેવાલો હતા કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જેમ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ દિલ્હી સુધી પહોંચવા માટે ઉત્તર પ્રદેશનો રાજકીય માર્ગ અપનાવશે. આવી સ્થિતિમાં નીતિશ કુમાર ઉત્તર પ્રદેશની ફુલપુર અને મિર્ઝાપુર લોકસભા સીટ પર ચૂંટણી લડશે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું. જેડીયુએ પણ આ વાતનો સ્વીકાર કર્યો હતો. જેડીયુએ કહ્યું હતું કે લોકસભાની ચૂંટણી દૂર છે, પરંતુ નીતિશને ઉત્તર પ્રદેશના ફુલપુર અને મિર્ઝાપુરથી લોકસભા ચૂંટણી લડવાનું આમંત્રણ પણ મળ્યું છે. પરંતુ હવે નીતિશે પોતે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ત્યાંથી લોકસભા ચૂંટણી લડવાનું વિચારી રહ્યા નથી. જે બે સીટો પર નીતિશ દ્વારા લોકસભા ચૂંટણી લડવાની ચર્ચા હતી, તે બંને પૂર્વાંચલ વિસ્તારની છે અને વડાપ્રધાન મોદીની સંસદીય બેઠક કાશીની આસપાસ છે. બંને બેઠકો કુર્મી પ્રભુત્વવાળી માનવામાં આવે છે, જે નીતિશ માટે રાજકીય રીતે ખૂબ અનુકૂળ હતી.

Source link

- Advertisement -
RELATED ARTICLES

રેલવે ટિકિટ કેન્સલની જગ્યાએ હવેથી થઈ શકશે ટ્રાન્સફર

રેલવેના નવા રેગ્યુલેશન પ્રમાણે ટિકિટ ટ્રાન્સફર કરાવી શકાશે તમારા ફેમિલી મેમ્બર એટલે કે માતા-પિતા, ભાઈ-બહેન, હસબન્ડ કે વાઈફ ને ટ્રાન્સફર કરાવી શકો  આ ટિકિટ ટ્રાન્સફર કરવી...

હિમાચલના કુલ્લુમાં દર્દનાક અકસ્માત, બસ ખાઇમાં ખાબકતા 7 વિદ્યાર્થીઓના મોત

હિમાચલના કુલ્લુમાં દર્દનાક અકસ્માત 7 વિદ્યાર્થીઓના મોત, 10 વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ તમામ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાહિમાચલના કુલ્લુમાં (Kullu) એક દર્દનાક અકસ્માત થયો...

તિરુપતિ બાલાજી મંદિર પાસે 85,705 કરોડની સંપત્તિ

TTDની દેશભરમાં 7123 એકરમાં ફેલાયેલી કુલ 960 જેટલી સંપત્તિઓ આવેલી છેતિરુપતિ દેવસ્થાન ટ્રસ્ટ દેશભરમાં કુલ 960 સંપત્તિઓ ધરાવે છે જગવિખ્યાત તિરુમાલા તિરુપતિ મંદિર વિશ્વમાં સૌથી...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

સુરત: ડિંડોલીની ત્રિપાઠી હોસ્પિટલ પાસે બે યુવકો પર જીવલેણ હુમલો, એકનું મોત

ચપ્પુ વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યોસારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા હત્યા અને હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી નવાગામ ડિંડોલી વિસ્તારના...

ફિફા ઇન્ટરનેશનલ ફ્રેન્ડલી ફૂટબોલ મેચમાં સિંગાપોર-ભારતની મેચ 1-1થી ડ્રો

સિંગાપોર માટે ઇખસાન ફાંડીએ 37મી મિનિટે કર્યો ગોલભારતના આશિક કુરુનિયને 43મી મિનિટે ગોલ કરી બરાબરી કરીકુરુનિયને જોરદાર કિક મારી સિંગાપોરના ગોલકીપરને બીટ કર્યોફિફા ઇન્ટરનેશનલ...

મની લોન્ડ્રિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝને મળ્યા વચગાળાના જામીન

જેકલીન ફર્નાન્ડીઝને મોટી રાહત મળીફર્નાન્ડીઝ 200 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં સોમવારે પટિયાલા કોર્ટમાં હાજર થઇ હતીજેકલીન ઉપરાંત EOWએ પિંકી ઈરાનીને પણ સમન્સ પાઠવ્યું હતુંસુકેશ...

રેલવે ટિકિટ કેન્સલની જગ્યાએ હવેથી થઈ શકશે ટ્રાન્સફર

રેલવેના નવા રેગ્યુલેશન પ્રમાણે ટિકિટ ટ્રાન્સફર કરાવી શકાશે તમારા ફેમિલી મેમ્બર એટલે કે માતા-પિતા, ભાઈ-બહેન, હસબન્ડ કે વાઈફ ને ટ્રાન્સફર કરાવી શકો  આ ટિકિટ ટ્રાન્સફર કરવી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!