Friday, October 7, 2022
Home Gujarat Surat નિખતખાન પઠાણ સિવિલ એન્જીનિયરની પરીક્ષામાં પ્રથમ

નિખતખાન પઠાણ સિવિલ એન્જીનિયરની પરીક્ષામાં પ્રથમ

દિકરીનાં પિતાનો “સકાબ ઘોડો” પણ નંબર વન અને દિકરીનો ઉચ્ચ અભ્યાસ પણ નંબર વન

ઓલપાડના “સકાબ ઘોડા”નાં માલિક સિરાજ ખાનની દિકરી નિખતખાન પઠાણ ગુજરાતમાં બેચલર ઓફ સિવિલ એન્જીનિયરની પરીક્ષાના પરિણામમાં ટોપ ટેનમાં સ્થાન સાથે પ્રથમ ક્રમે રહી નંબર વન બની

ઓલપાડ, તા. 08
ઓલપાડ ટાઉનમાં રહેતા “સકાબ ઘોડા”ના માલિક સિરાજ ખાનની દિકરી નિખતખાન પઠાણ બેચલર ઓફ સિવિલ એન્જીનિયરની પરીક્ષાના પરિણામમાં ટોપ ટેનમાં સ્થાન સાથે પ્રથમ ક્રમે રહી નંબર વન રહી પ્રથમ ક્રમે ઉત્તિર્ણ થતા ઓલપાડ તાલુકા સહિત મુસ્લિમ સમાજના ગૌરવમાં વધારો થયો છે.

વિગત મુજબ ઓલપાડ ટાઉનમાં દાદાનગર સોસાયટીમાં ઘોડાનો રસિયો અને દેશના નંબર વન “સકાબ ઘોડા”નો માલિક સિરાજખાન પઠાણ રહે છે. તેમનો “સકાબ ઘોડો”વિવિધ રાજ્યોમાં રાષ્ટ્રીય કક્ષાએ યોજાયેલ ઘોડાની ઘણી રેસમાં ભાગ લઈ દરેક વખતે પ્રથમ ક્રમે વિજેતા રહીને ટ્રોફી અને પુરસ્કારો મેળવતા તેમનો ઘોડો દેશનો નંબર વન ઘોડા તરીકે પંકાયેલ છે.જેથી આજે તો સિરાજખાન પઠાણનું નામ “સકાબ ઘોડા”સાથે સમગ્ર દેશભરના રાજ્યોમાં સતત ગુંજતું રહ્યું છે

- Advertisement -

જયારે સિરાજખાન પઠાણની દિકરી નિખતખાન હાલમાં સુરત શહેર ખાતેની ભગવાન મહાવીર કોલેજ ઓફ એન્જીનિયરિંગ એન્ડ ટેક્નોલોજી કોલેજમાં સિવિલ એન્જીનિયર ફેકલ્ટીના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહી છે. કોલેજની આ સ્ટુડન્ટ નિખતખાન પઠાણે ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટી, અમદાવાદ દ્વારા લેવાયેલ સિવિલ એન્જીનિયરના છેલ્લા વર્ષની પરીક્ષા સુરત ખાતેની ભગવાન મહાવીર કોલેજ થકી આપી હતી.

જેનું પરિણામ જાહેર થતા નિખતખાન સિરાજખાન પઠાણે SPI માં 10, CPI માં 9.11 તથા CGPA માં 9.47 રેન્ક મેળવી સમગ્ર ગુજરાતમાં ટોપ ટેન ઉત્તિર્ણ સ્ટુડન્ટોમાં પ્રથમ ક્રમે સ્થાન પામી સિવિલ એન્જીનિયર ક્ષેત્રે ગુજરાતની નંબર વન સ્ટુડન્ટ બની છે.જયારે નિખતખાન પઠાણે ઓલપાડ તાલુકા સહિત મુસ્લિમ સમાજ અને તેના પિતા સિરાજખાનનું નામ રોશન કરતા તાલુકાની જનતામાં આ દિકરી ટોક ટાઉન બની છે કે,દિકરીના પિતાનો “સકાબ ઘોડો”પણ નંબર વન અને દિકરીનો ઉચ્ચ અભ્યાસ પણ નંબર વન.

- Advertisement -
RELATED ARTICLES

રાજસ્થાનનાં અનુ.જાતિના વિદ્યાર્થીનાં મોતનો પડઘો ગુજરાતમાં પણ પડ્યો

રાજસ્થાનનાં અનુ.જાતિના વિદ્યાર્થીનાં મોતનો પડઘો ગુજરાતમાં પણ પડ્યો સ્કૂલમાં પાણી પીવા મામલે એક સ્વર્ણ શિક્ષકે માર મારવાની ઘટનામાં વિદ્યાર્થીનું મોત ડો.બાબા સાહેબ આંબેડકર યુવક...

સુરતમાં હપ્તાખોરી ખુલ્લી પાડનાર એડવોકેટ મેહુલ બોઘરા પર હુમલો! લાકડી વડે ફટકારતો વિડિઓ વાયરલ

સુરતમાં આજે એડવોકેટ મેહુલ બોઘરા પર હુમલો થયો હતો અને આ ઘટનાથી ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કેવી છે તે ખુલ્લી પડી હતી. આ બનાવ...

ઉકાઇ ડેમની જળ સપાટી વધીને ૩૩૫.૪૫ ફૂટ ઉપર પહોંચી,૧૨ ગેટ ૯ ફૂટ ઓપન કરાયા

ઉકાઇ ડેમના ઉપરવાસમાંથી સતત પાણીની આવક ઉપલબ્ધ બનતા આજે એટલે તા.૧૨મી ઓગસ્ટ નારોજ બપોરે ૧૨ કલાકે ઉકાઇ ડેમની જળ સપાટી વધીને ૩૩૫.૪૫ ફૂટ ઉપર...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

હત્યારાને સાથે રાખીને પોલીસ દ્વારા ઘટના રીકન્સ્ટ્રક્ટ્ કરાઇ

મર્ડર કેસના આરોપી પાર્થ કોઠારીને આજે કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મગાશેજે દુકાનમાંથી પાણીની બોટલ ખરીદી હતી તે દુકાને પણ લઈ જવામાં આવ્યો ...

પાદરાની ટ્રાન્સ્પેક ઇન્ડસ્ટ્રીઝની લેબના રિએક્ટરમાં બ્લાસ્ટ, બે કર્મી. દાઝયા

એક કર્મી.ને મોઢા અને છાતીના ભાગે કાચના ટુકડા ઘૂસી ગયાપોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરી તપાસ શરૂ કરી પાદરા પોલીસે ગઈકાલે જાણવા...

ગરીબો માટે ભાયલી – સેવાસીમાં '34 કરોડનાં ખર્ચે આવાસો બનશે

આવાસ ડ્રોપ નહીં કરાય, પ્લાનિંગમાં પણ ફેરફાર નહીં કરાયપાલિકાએ ફરી ટેન્ડર બહાર પાડયું  બે વર્ષમાં મકાનો બાંધવાના રહેશે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે...

ભાવનગરમા સતત બીજા દિવસે વરસાદ

માર્ગો ભીના થઈ જતા વાતાવરણમા ઠંડકશેલારશા, તળાવડી, કુંભારવાડા, વિઠ્ઠલવાડી, નિર્મણનગરમા ઝરમર વરસાદ વરસાદી સીસ્ટમ કાર્યરત થતા વાતાવરણમા પલટો ભાવનગરમા આજે ગુરૂવારે સતત બીજા...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!