Sunday, September 25, 2022
Home National આગામી SCO સમિટ ભારતમાં યોજાશે, જિનપિંગે મોદીને આપ્યા અભિનંદન

આગામી SCO સમિટ ભારતમાં યોજાશે, જિનપિંગે મોદીને આપ્યા અભિનંદન

  • મોદી-જિનપિંગ લદ્દાખ સરહદ પર ભારત-ચીન વચ્ચેના સૈન્ય તણાવ બાદ પ્રથમ વખત મળ્યા
  • ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે SCOના યજમાન બનવા બદલ ભારતને અભિનંદન પાઠવ્યા
  • ચીને કહ્યું છે કે, ભારતને આવતા વર્ષની સમિટના આયોજનમાં મદદ કરશે : શી જિનપિંગ

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે શુક્રવારે ભારતને શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)નું પ્રમુખપદ સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે હાથ મિલાવ્યા હતા. શી જિનપિંગે કહ્યું કે, ચીન ભારતને આવતા વર્ષે કોન્ફરન્સનું આયોજન કરવામાં મદદ કરશે. શી જિનપિંગના નિવેદન પરથી લાગે છે કે, આગામી SCO સમિટ ભારતમાં યોજાશે. લદ્દાખ સરહદ પર ભારત અને ચીન વચ્ચેના સૈન્ય તણાવ બાદ બંને દેશોના રાષ્ટ્રપતિઓ પ્રથમ વખત સામસામે મળ્યા છે.

- Advertisement -

અમે ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માંગીએ : મોદી

આ પહેલા ઉઝબેકિસ્તાનના સમરકંદમાં આયોજિત શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનના વાર્ષિક સંમેલનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, અમે ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માંગીએ છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટમાં ભાગ લેવા ગઈકાલે જ ઉઝબેકિસ્તાન પહોંચ્યા હતા. શિખર સંમેલન દરમિયાન પીએમ મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચેની વાતચીતનો એજન્ડા બિઝનેસ અને રાજનીતિ હશે.

સમિટ પહેલાના કોઈપણ કાર્યક્રમોમાં મોદી ઉપસ્થિત નહીં

- Advertisement -

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ગુરુવારે ઔપચારિક રાત્રિભોજન સહિત શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) પ્રી-કોન્ફરન્સ ગ્રુપ ઈવેન્ટ્સમાં હાજરી આપી ન હતી. તમામ નેતાઓ પહોંચી ગયા બાદ પીએમ મોદી સમરકંદ પહોંચ્યા હતા. આ કારણે તેઓ સમિટ પહેલાના કોઈપણ કાર્યક્રમોમાં નહોતા.

Source link

- Advertisement -
RELATED ARTICLES

રાજસ્થાન કોંગ્રેસમાં વિવાદ : પાયલોટનો વિરોધ, 92 ધારાસભ્યોના રાજીનામાની ધમકી

પાયલટની મુખ્યમંત્રીની ઉમેદવારી સામે ગેહલોતને સમર્થન આપતા 92 ધારાસભ્યોના રાજીનામા રાજીનામાની ધમકી આપનાર ધારાસભ્યો સીએમ પદ માટે પાયલટના દાવાને લઈને નારાજ રાજસ્થાનમાં રાજકારણ ગરમાતા કોંગ્રેસની પરેશાની...

રાજસ્થાનમાં CM કોને બનાવવા જોઈએ ? બેઠકમાં પ્રસ્તાવ મૂકાયો

રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદને લઈ રાજકારણ ગરમાયું આજે યોજાનાર બેઠકમાં નવા સીએમ અંગે કરાશે નિર્ણય CM આવાસ પર કોંગ્રેસી નેતા, ધારાસભ્યોનું આવવાનું શરૂ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને કોંગ્રેસના...

તમે ક્યારેય હરતો-ફરતો ‘ટ્રક મેરેજ હોલ’ જોયો છે? મહિન્દ્રાએ VIDEO શેર કર્યો

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ફરી ટ્વિટ કરી લોકોને આશ્ચર્યમાં મૂક્યા મહિન્દ્રાએ ટ્રકમાં બનાવેલા ક્રિએટીવ મેરેજ હોલનો વીડિયો શેર કર્યો ટ્રક મેરેજ હોલમાં AC સહિત તમામ સુવિધા, 200ને...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

અંતિમ T20માં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવી શ્રેણી 2-1થી જીતી

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવ-હાર્દિક પંડ્યાની ફટકાબાજી સુર્યકુમાર યાદવે 36 બોલમાં 69 રન ફટકાર્યા વિરાટ કોહલીના 48 બોલમાં દમદાર 63 રન વિરાટ કોહલી, સુર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યાની ફટકાબાજીની મદદથી...

અમિત શાહની ગુજરાત મુલાકાત : 26 અને 27મીએ 13 કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે

ચૂંટણી નજીક આવતા જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાત સતત વધી 26મીએ તેમના સંસદીય ક્ષેત્ર વિરોચન નગરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે કેન્દ્રીય મંત્રી...

IND Vs AUS LIVE: 14 ઓવર બાદ ભારતનો સ્કોર 134/3

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવની શતકીય પાર્ટનરશીપ સુર્યકુમાર યાદવ 36 બોલમાં 69 રન બનાવી આઉટ વિરાટ કોહલી 40 રન બનાવી ક્રિઝ પર હાજર હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત...

રાજસ્થાન કોંગ્રેસમાં વિવાદ : પાયલોટનો વિરોધ, 92 ધારાસભ્યોના રાજીનામાની ધમકી

પાયલટની મુખ્યમંત્રીની ઉમેદવારી સામે ગેહલોતને સમર્થન આપતા 92 ધારાસભ્યોના રાજીનામા રાજીનામાની ધમકી આપનાર ધારાસભ્યો સીએમ પદ માટે પાયલટના દાવાને લઈને નારાજ રાજસ્થાનમાં રાજકારણ ગરમાતા કોંગ્રેસની પરેશાની...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!