Sunday, September 25, 2022
Home National રાજકીય પક્ષો માટે નવી જોગવાઈ: અનામી રાજકીય દાન પર ચૂંટણી પંચનો સકંજો

રાજકીય પક્ષો માટે નવી જોગવાઈ: અનામી રાજકીય દાન પર ચૂંટણી પંચનો સકંજો

  • ચૂંટણી પંચે દાન મુદ્દે નવા પ્રસ્તાવ અંગે કેન્દ્રીય કાયદાપ્રધાન કિરણ રિજીજુને પત્ર લખ્યો
  • 20 હજારથી વધારે રકમના રોકડ દાનની પક્ષોએ જાણકારી આપવી પડે તેવી નવી જોગવાઈ
  • દાનની મર્યાદા 20 હજાર રૂપિયાથી ઘટાડીને 2 હજાર રૂપિયા કરવાનો પ્રસ્તાવ આપ્યો

ચૂંટણી પંચે રાજકીય પક્ષોને એકવારમાં મળતા રોકડ દાનની મહત્તમ મર્યાદા 20 હજાર રૂપિયાથી ઘટાડીને 2 હજાર રૂપિયા કરવાનો પ્રસ્તાવ આપ્યો છે. સાથે જ કુલ દાનમાં રોકડની મહત્તમ મર્યાદા 20 ટકા અથવા 20 કરોડ રૂપિયા સુધી મર્યાદિત કરવાની પણ વાત કહી છે. તેનો આશય ચૂંટણી દાનને બ્લેકમનીથી મુક્ત કરવાનો છે.

- Advertisement -

જન પ્રતિનિધિત્વ કાયદામાં કેટલાક સંશોધનની માગ

સરકાર સાથે જોડાયેલા સૂત્રોએ કહ્યું હતું કે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે આ અંગે કેન્દ્રીય કાયદાપ્રધાન કિરણ રિજીજુને પત્ર લખ્યો છે, જેમાં જન પ્રતિનિધિત્વ કાયદામાં કેટલાક સંશોધનની માગ કરાઈ હતી. પંચની ભલામણોનો આશય રાજકીય પક્ષોને મળનારા દાનની વ્યવસ્થામાં સુધારો અને પારદર્શકતા લાવવાનો છે.

…તો રાજકીય પક્ષોએ જાણકારી આપવી પડશે

વર્તમાન નિયમો અનુસાર, રાજકીય પક્ષોને 20 હજાર રૂપિયા કરતા વધારે રકમના તમામ દાનનો ખુલાસો કરવાનો રહે છે અને પંચની સામે આ અંગે રિપોર્ટ આપવાનો રહે છે. સૂત્રોના અનુસાર જો પ્રસ્તાવને કાયદા મંત્રાલયની મંજૂરી મળી જશે તો વીસ હજાર કરતા વધારે રકમનના તમામ દાન વિશે રાજકીય પક્ષોએ જાણકારી આપવાની રહેશે, જેનાથી પારદર્શકતા વધશે.

- Advertisement -

કુલ દાનમાં રોકડ મહત્તમ 20 કરોડ રહેશે

ચૂંટણી પંચે સાથે જ ભલામણ કરી છે કે કોઈપણ રાજકીય પક્ષને મળેલા કુલ દાનમાં રોકડ રકમ મહત્તમ 20 ટકા અથવા તો 20 કરોડ રૂપિયા કરતા વધારે ન હોવી જોઈએ. ચૂંટણી પંચ સાથે જ આમ પણ ઇચ્છે છે કે ચૂંટણી દરમિયાન ઉમેદવાર ચૂંટણી માટે અલગથી બેન્ક ખાતા ખોલે અને તમામ લેવડ-દેવડ આ ખાતામાંથી જ કરવામાં આવે. સાથે જ ચૂંટણી ખર્ચના વિવરણમાં પણ તેની જાણકારી આપવામાં આવે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

રાજસ્થાન કોંગ્રેસમાં વિવાદ : પાયલોટનો વિરોધ, 92 ધારાસભ્યોના રાજીનામાની ધમકી

પાયલટની મુખ્યમંત્રીની ઉમેદવારી સામે ગેહલોતને સમર્થન આપતા 92 ધારાસભ્યોના રાજીનામા રાજીનામાની ધમકી આપનાર ધારાસભ્યો સીએમ પદ માટે પાયલટના દાવાને લઈને નારાજ રાજસ્થાનમાં રાજકારણ ગરમાતા કોંગ્રેસની પરેશાની...

રાજસ્થાનમાં CM કોને બનાવવા જોઈએ ? બેઠકમાં પ્રસ્તાવ મૂકાયો

રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદને લઈ રાજકારણ ગરમાયું આજે યોજાનાર બેઠકમાં નવા સીએમ અંગે કરાશે નિર્ણય CM આવાસ પર કોંગ્રેસી નેતા, ધારાસભ્યોનું આવવાનું શરૂ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને કોંગ્રેસના...

તમે ક્યારેય હરતો-ફરતો ‘ટ્રક મેરેજ હોલ’ જોયો છે? મહિન્દ્રાએ VIDEO શેર કર્યો

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ફરી ટ્વિટ કરી લોકોને આશ્ચર્યમાં મૂક્યા મહિન્દ્રાએ ટ્રકમાં બનાવેલા ક્રિએટીવ મેરેજ હોલનો વીડિયો શેર કર્યો ટ્રક મેરેજ હોલમાં AC સહિત તમામ સુવિધા, 200ને...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

અંતિમ T20માં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવી શ્રેણી 2-1થી જીતી

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવ-હાર્દિક પંડ્યાની ફટકાબાજી સુર્યકુમાર યાદવે 36 બોલમાં 69 રન ફટકાર્યા વિરાટ કોહલીના 48 બોલમાં દમદાર 63 રન વિરાટ કોહલી, સુર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યાની ફટકાબાજીની મદદથી...

અમિત શાહની ગુજરાત મુલાકાત : 26 અને 27મીએ 13 કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે

ચૂંટણી નજીક આવતા જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાત સતત વધી 26મીએ તેમના સંસદીય ક્ષેત્ર વિરોચન નગરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે કેન્દ્રીય મંત્રી...

IND Vs AUS LIVE: 14 ઓવર બાદ ભારતનો સ્કોર 134/3

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવની શતકીય પાર્ટનરશીપ સુર્યકુમાર યાદવ 36 બોલમાં 69 રન બનાવી આઉટ વિરાટ કોહલી 40 રન બનાવી ક્રિઝ પર હાજર હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત...

રાજસ્થાન કોંગ્રેસમાં વિવાદ : પાયલોટનો વિરોધ, 92 ધારાસભ્યોના રાજીનામાની ધમકી

પાયલટની મુખ્યમંત્રીની ઉમેદવારી સામે ગેહલોતને સમર્થન આપતા 92 ધારાસભ્યોના રાજીનામા રાજીનામાની ધમકી આપનાર ધારાસભ્યો સીએમ પદ માટે પાયલટના દાવાને લઈને નારાજ રાજસ્થાનમાં રાજકારણ ગરમાતા કોંગ્રેસની પરેશાની...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!