Saturday, October 1, 2022
Home Sports T20 વર્લ્ડકપમાં ભારતીય ટીમનો જોવા મળશે નવો અવતાર, નવી જર્સી લોન્ચ

T20 વર્લ્ડકપમાં ભારતીય ટીમનો જોવા મળશે નવો અવતાર, નવી જર્સી લોન્ચ

 • 23 ઓક્ટોમ્બરથી મેલબોર્નમાં શરૂ થશે T20 વર્લ્ડકપ
 • ભારત અને પાકિસ્તાન વચ્ચે 23મી ઓક્ટોબરે ટક્કર થશે
 • બીસીસીઆઈ નવી જર્સી અંગે ટ્વિટ કરી જાણકારી આપી

ટી20 વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમની જર્સી લોન્ચ કરવામાં આવી છે. ભારતીય ટીમ 23 ઓક્ટોબરે મેલબોર્નમાં પાકિસ્તાન સામેની મેચથી T20 વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. આગામી મહિનાની 16 તારીખથી ઓસ્ટ્રેલિયાની ધરતી પર T20 વર્લ્ડ કપ 2022નું આયોજન કરવામાં આવી રહ્યું છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા આ ટુર્નામેન્ટ માટે પહેલેથી જ તૈયારી કરી રહી છે. ભારતીય ટીમ 23 ઓક્ટોબરે મેલબોર્નમાં પાકિસ્તાન સામેની મેચથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. પ્રથમ વખત વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની નવી T20 જર્સીનો ખુલાસો થયો છે.

- Advertisement -

છેલ્લી વખત T20 વર્લ્ડમાં ભારતીય ટીમની જર્સી સંપૂર્ણપણે નેવી બ્લુ હતી

ભારતીય ક્રિકેટ ટીમના સત્તાવાર કિટ પાર્ટનર ‘MPL સ્પોર્ટ્સ’ દ્વારા 18 સપ્ટેમ્બરના રોજ મુંબઈમાં જર્સી લોન્ચ કરવામાં આવી હતી. છેલ્લી વખત T20 વર્લ્ડમાં ભારતીય ટીમની જર્સી સંપૂર્ણપણે નેવી બ્લુ હતી. પરંતુ આ વખતે જર્સીનો રંગ સ્કાય બ્લ્યૂ છે. આ સાથે ખભાની બાજુએ ડાર્ક બ્લ્યૂ કલરનો સમાવેશ કરાયો છે. ખાસ વાત એ છે કે હવે ટી20માં ભારતીય મહિલા ટીમની જર્સીનો રંગ પણ એવો જ રહેશે.

ટીમ ઈન્ડિયાએ છેલ્લે વર્ષ 2013માં આઈસીસીનો ખિતાબ જીત્યો હતો

- Advertisement -

ગયા વર્ષે T20 વર્લ્ડ કપમાં વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન ખાસ રહ્યું ન હતું અને તે સેમીફાઈનલમાં પણ પહોંચી શકી ન હતી. કોઈપણ રીતે, ભારત ઘણા વર્ષોથી આઈસીસીનું કોઈ ટાઇટલ જીત્યું નથી. આવી સ્થિતિમાં ભારતીય ચાહકોને આશા છે કે રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ટી-20 વર્લ્ડ કપ જીતીને ખિતાબ લાવશે. ટીમ ઈન્ડિયાએ છેલ્લે વર્ષ 2013માં આઈસીસીનો ખિતાબ જીત્યો હતો. ત્યારપછી એમએસ ધોનીની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી પર કબજો કર્યો હતો.

BCCIનું ટ્વિટ

બીસીસીઆઈએ નવી જર્સી વિશે ટ્વીટ કર્યું કે, ‘આ દરેક ક્રિકેટ ફેન્સ માટે, આ તમારા માટે છે નવી T20 જર્સી વન બ્લુ જર્સી.

ગયા અઠવાડિયે વર્લ્ડ કપ ટીમની જાહેરાત કરાઈ હતી

12 સપ્ટેમ્બરે T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી. એશિયા કપની હારમાંથી બોધપાઠ લઈને BCCIએ હાર્દિક પંડ્યા સહિત પાંચ ફાસ્ટ બોલરોને સ્થાન આપ્યું છે. જસપ્રીત બુમરાહ અને હર્ષલ પટેલ ફિટ થયા બાદ ટીમમાં પરત ફર્યા છે. બુમરાહને પીઠમાં ઈજા થઈ હતી, જ્યારે હર્ષલ પટેલ પાંસળીની ઈજાને કારણે એશિયા કપમાં ભાગ લઈ શક્યો ન હતો. ટીમમાં ભુવનેશ્વર કુમાર અને અર્શદીપ સિંહ જેવા ફાસ્ટ બોલર પણ સામેલ છે જે એશિયા કપમાં પણ ટીમનો ભાગ હતા.

T20 વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, ઋષભ પંત (વિકેટકિપર), દિનેશ કાર્તિક (વિકેકિપર), હાર્દિક પંડ્યા, આર. અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ.

સ્ટેન્ડબાય ખેલાડીઓ

મોહમ્મદ શમી, શ્રેયસ ઐયર, રવિ બિશ્નોઈ, દીપક ચહર

T20 વર્લ્ડ કપ માટે ભારતની મેચોનું શેડ્યૂલ

 • 17 ઑક્ટોબર – ભારત V/s ઑસ્ટ્રેલિયા (વોર્મ અપ મેચ) સવારે 9.30 કલાકે
 • 19 ઓક્ટોબર – ભારત V/s ન્યુઝીલેન્ડ (વોર્મ અપ મેચ) બપોરે 1.30 કલાકે
 • 23 ઓક્ટોબર – ભારત V/s પાકિસ્તાન, બપોરે 1.30 વાગ્યે
 • 27 ઓક્ટોબર – ભારત V/s A2, બપોરે 12:30
 • 30 ઓક્ટોબર – ભારત V/s દક્ષિણ આફ્રિકા, સાંજે 4.30 કલાકે
 • 02 નવેમ્બર – ભારત V/s બાંગ્લાદેશ, બપોરે 1.30 વાગ્યે
 • 06 નવેમ્બર – ભારત V/s B1, બપોરે 1.30 વાગ્યે

T20 વર્લ્ડ કપમાં ભારતનું પ્રદર્શન

 • 2007 – ચેમ્પિયન
 • 2009 – રાઉન્ડ 2
 • 2010 – રાઉન્ડ 2
 • 2012 – રાઉન્ડ 2
 • 2014 – રનર અપ
 • 2016 – સેમિફાઇનલ
 • 2021 – રાઉન્ડ 2Source link

- Advertisement -
RELATED ARTICLES

ટી20 વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમને 13 કરોડ મળશે, IPL કરતાં સાત કરોડ

ICC મેગા ઇવેન્ટ માટે કુલ 45.67 કરોડ રૂપિયાની પ્રાઇઝ મની અપાશેરનર્સ-અપ ટીમને 6.5 કરોડ રૂપિયા  પ્રથમ રાઉન્ડ હારનારી ટીમને 33.62 લાખ રૂપિયા અપાશે ટી20 વર્લ્ડ કપ...

વિમેન્સ એશિયા કપમાં ભારતનો આજે શ્રીલંકા સામે મુકાબલો થશે

ટી20 ક્રિકેટ ભારત છ વખત વન-ડે તથા બે વખત ટી20માં જીત્યું છેમિડલ ઓર્ડરમાં હસીની પરેરા અને હર્ષિતા સમરવિક્રમા જવાબદારી સંભાળશે કોવિડ-19ના કારણે ચાર વર્ષ બાદ...

ટીમ ઈન્ડિયા ગુવાહાટી પહોંચી, અર્શદીપ-ચાહરે કેક કાપી કરી ઉજવણી

દક્ષિણ આફ્રિકા સામે બીજી T20 માટે ટીમ ગુવાહાટી પહોંચી બીજી મેચ 2 ઓક્ટોબરે બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે પેહલી મેચમાં જીતના હીરો અર્શદીપ-દીપક ચાહરે કેક કાપીભારતીય...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!