Wednesday, September 28, 2022
Home Health - Food નવરાત્રી સ્પેશિયલ રેસિપી

નવરાત્રી સ્પેશિયલ રેસિપી

સફરજનની રબડી

- Advertisement -

સામગ્રીઃ ત્રણ કપ મલાઈદાર દૂધ, અઢી ટેબલ સ્પૂન સાકર, પોણા ત્રણ કપ છાલ કાઢીને ખમણેલાં સફરજન, ત્રણ ટેબલ સ્પૂન હલકી ઉકાળેલી અને સ્લાઇસ કરેલી બદામ, અડધી ટી સ્પૂન એલચીનો પાઉડર.

રીતઃ એક ખુલ્લા નોનસ્ટિક પૅનમાં દૂધ મેળવી મધ્યમ તાપ પર 20થી 25 મિનિટ સુધી અથવા દૂધ અડધું થઇ જાય ત્યાં સુધી વચ્ચે વચ્ચે હલાવતા રહીને ઉકાળી લો. એ પછી તેમાં સાકર અને સફરજન મેળવી મધ્યમ તાપ પર ત્રણથી ચાર મિનિટ સુધી વચ્ચે વચ્ચે હલાવતા રહીને ઉકાળી લો. એ પછી તેમાં બદામ અને એલચીનો પાઉડર મેળવી સારી રીતે મિક્સ કરી લો. આમ તૈયાર થયેલી રબડી આશરે બે કલાક ફ્રીજમાં ઠંડી થવા મૂકી દો. તેને ઠંડી ઠંડી પીરસો. સફરજન રબડી બનાવતી વખતે જ ખમણવાં, નહીં તો બ્રાઉન થઇ જશે.

ચીકુ એન્ડ નટ મિલ્કશેક

સામગ્રીઃ બે કપ ચીકુના ટુકડા, બે ટેબલસ્પૂન સમારેલા કાજુ, ત્રણ કપ ઠંડું દૂધ, બે ટેબલસ્પૂન સાકર. સજાવવા માટેઃ બે ટેબલસ્પૂન સમારેલા અખરોટ.

- Advertisement -

રીતઃ મિક્સરમાં દૂધ, ચીકુ, કાજુ અને સાકર મેળવી સુંવાળો મિલ્કશેક તૈયાર કરો. તેને ગ્લાસમાં સરખા પ્રમાણમાં રેડી લો. દરેક ગ્લાસને અખરોટ વડે સજાવીને તરત જ પીરસો.

કોપરાપાક

સામગ્રીઃ ત્રણ કપ તાજું ખમણેલું નાળિયેર, એક ટેબલસ્પૂન ઘી, થોડા એલચીના દાણા, ત્રણ કપ દૂધ, દોઢ કપ સાકર. સજાવવા માટેઃ એક ટેબલસ્પૂન હલકા ઉકાળીને સમારેલાં પિસ્તાં.

રીતઃ કોપરાપાક બનાવવા માટે એક નોનસ્ટિક પૅનમાં ઘી ગરમ કરો. એલચીના દાણા નાંખો અને મધ્યમ આંચ પર થોડી સેકન્ડ માટે સાંતળો. તાજું ખમણેલુ નાળિયેર ઉમેરો અને મધ્યમ આંચ પર સાતથી આઠ મિનિટ સુધી સાંતળી લો. દૂધ અને સાકર ઉમેરો, સારી રીતે મિક્સ કરી લો અને 45 મિનિટ માટે મધ્યમ આંચ પર ક્યારેક ક્યારેક હલાવતા રહો. પૅનની આસપાસ સાફ કરતાં રહો. એ પછી મિશ્રણને પૅનમાંથી કાઢી તરત જ ઘી ચોપડેલી થાળીમાં પાથરી લો. સમારેલાં પિસ્તાંને પાથરીને સપાટ ચમચાની મદદથી હલકા હાથે દબાવી લો અને એક કલાક માટે સંપૂર્ણપણે ઠંડું થવા દો. કોપરાપાક બનાવવા માટે ચોરસ ટુકડા કાપી અને પીરસો અથવા હવાચુસ્ત કન્ટેનરમાં સ્ટોર કરો.

સ્ટ્રોબરી બેસિલ મોઇતો

સામગ્રીઃ પોણો કપ સ્ટ્રોબરી ક્રશ કરેલી, પોણો કપ ઝીણી સમારેલી બેસિલ, ચાર નંગ લીંબુની સ્લાઇસ, મીઠું સ્વાદાનુસાર, અઢી કપ ઠંડી સ્પ્રાઇટ, બરફના ટુકડા.

રીતઃ ખાંડણીમાં સ્ટ્રોબરી ક્રશ, બેસિલ, લીંબુની સ્લાઇસ અને મીઠું મેળવી દસ્તા વડે ખાંડી લો. હવે આ મિશ્રણને એક ઊંડા બાઉલમાં કાઢી તેમાં ઠંડી સ્પ્રાઇટ મેળવી સારી રીતે મિક્સ કરી લો. હવે એક ગ્લાસમાં બરફના પાંચ ટુકડા નાંખો. તે પછી તેની ઉપર એક કપ તૈયાર કરેલું સ્ટ્રોબરી બેસિલનું મિશ્રણ રેડી લો. આ જ રીતે બીજા ગ્લાસ તૈયાર કરો. સ્ટ્રોબરી બેસિલ મોઇતો તરત જ પીરસો.

Source link

- Advertisement -
RELATED ARTICLES

કૂકિંગ ઓઈલ ખરીદતા સમયે રાખો ધ્યાન, નહીં તો થશો બીમાર

ટ્રાન્સ ફેટ ઝીરો હોય તેવા તેલની ખરીદી કરો ઘી, સનફ્લાવર તેલ અને સરસિયાનું તેલ મિક્સ કરો થોડા સમયાંતરે તેલમાં બદલાવ લાવતા રહો તે જરૂરી આજકાલ હાર્ટની બીમારીઓનો...

નવરાત્રિના ઉપવાસમાં ખાઓ 5 વસ્તુઓ, સડસડાટ ઘટશે વજન

ડ્રાયફ્રૂટ્સ અને નટ્સનું કરો સેવન કોળું અને દૂધી ઘટાડશે વજન દહીં, ફ્રૂટ અને નારિયેળ પાણી કરશે મદદ નવરાત્રિમાં તમે વ્રતની સાથે સાથે જો વજન ઓછું કરવા ઈચ્છો...

નવરાત્રિમાં ભાતની ગરજ સારશે મોરૈયો, આ રીતે બનાવો માઈક્રોવેવમાં

વેજિટેબલથી ભરપૂર ખીચડી આપશે સ્ટેમિના ઉપવાસમાં માણો ટેસ્ટી અને હેલ્ધી મોરૈયાની મજા એક ટંક મોરૈયો ખાવાથી પેટ ભરેલું રહેશે હાલમાં અનેક લોકોને નવરાત્રિના ઉપવાસ ચાલી રહ્યા છે....

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!