Tuesday, September 27, 2022
Home Life-Style નવરાત્રિ શ્રદ્ધા, આસ્થા અને રમઝટનું પર્વ છે, દેખાદેખીનું નહીં

નવરાત્રિ શ્રદ્ધા, આસ્થા અને રમઝટનું પર્વ છે, દેખાદેખીનું નહીં

નવરાત્રિ આડે માંડ હવે એક અઠવાડિયું રહ્યું છે ત્યારે લગભગ શહેરના દરેક ચણિયાચોળીના સ્ટોર ઉપર અને બુટિક ઉપર સ્ત્રીઓની ભારે ભીડ જામેલી જોવા મળશે. હવે તો નવરાત્રિ સમયે ચણિયાચોળીનાં એક્ઝિબિશનનો ક્રેઝ ખૂબ જોવા મળે છે. બુટિક ચલાવતાં લોકો નવરાત્રિ પહેલાં બેથી ત્રણ દિવસ નવરાત્રિ કલેક્શનનું એક્ઝિબિશન રાખે છે. આ એક્ઝિબિશનમાં નવીનવી સ્ટાઇલના ચણિયાચોળીનો ભાવ ગત વર્ષ સુધી વધારેમાં વધારે આઠથી દસની આસપાસ રહેતો. આ આઠથી દસ હજાર પણ બહુ જ હેવી અને મોટા સ્ટોરમાં મળતા ચણિયાચોળીનો ભાવ રહેતો. જે સ્ત્રીઓ ગ્રૂપ સાથે ગરબા રમવા જતી હોય છે અને ખાસ કરીને નંબર મેળવવા માટે ગરબા રમતી હોય છે તેવી સ્ત્રીઓ કચ્છી વર્કવાળા અત્યંત હેવી ચણિયાચોળી દસથી બાર હજારની રેન્જમાં બનાવડાવતી હતી. પણ હવે આખી હવા બદલાઇ ગઇ છે. આ વર્ષે કોઇ પણ બુટિક કે સ્ટોર ઉપર તમે જાવ તો જાણવા મળશે કે સારા ચણિયાચોળીનો ભાવ જ ઓછોમાં ઓછો પાંચ હજારથી શરૂ થાય છે. આ પાંચ હજારવાળા ચણિયાચોળી મોટાભાગે પ્લેઇન અને બ્લાઉઝમાં થોડાં વર્કવાળા હોય. પણ જો તમે ડિઝાઇનર ચણિયાચોળી લેવા ઇચ્છતા હોવ તો તમારે તમારા બજેટમાં ત્રણથી ચાર હજાર પાછા એડ કરવા પડે. આકાંક્ષાની જ વાત કરીએ, તેનાં નવાં નવાં લગ્ન થયાં હતાં. નવરાત્રિનો શોખ તો હતો જ એમાં પ્રિયપાત્ર સાથે હરખભેર ગરબા રમવાનો ઉમંગ પણ ઉમેરાયો. તેણે નવરાત્રિના બે મહિના અગાઉ નક્કી કરી નાખ્યું હતું કે નવે નવ દિવસના નવા ચણિયાચોળી લેશે, પણ ચણિયાચોળીની ખરીદી કરવા ગઇ ત્યારે ખબર પડી કે બે ચણિયાચોળી માટે જે બજેટ નક્કી કર્યું હતું તે આખેઆખું બજેટ એક ચણિયાચોળીમાં જતું રહેતું. તે ઘણી નાનીમોટી માર્કેટમાં સસ્તા મળતાં ચોલી જોવા ગઇ, પણ તેની આસપાસ રહેતી ઘણીખરી સ્ત્રીઓ બુટિકમાંથી જેવી ચોલી લાવી હતી એવા જ એને લેવા હતા, એટલે માર્કેટના ચણિયાચોળી અમુક સારા હતા તેમ છતાં પોતે આ વર્ષના ટ્રેન્ડમાં પાછળ ન રહી જાય એટલે તે લેવાનું કેન્સલ કર્યું. બુટિકના મોંઘા ચણિયાચોળી જોઇને તેણે ઢીલું મોઢું કરી પોતાના પતિને જણાવ્યું કે બજેટ વધી જાય છે, પણ મને આ જ ચણિયાચોળી ગમે છે. શું કરવું? પતિ આકાંક્ષાને નિરાશ કરવા નહોતો માંગતો, પણ બજેટ ખરેખર ચાર ગણું વધી જતું હતું. શું કરવું શું નહીંની મથામણ હતી. રોહિત હા કહે તો મહિનાનું બજેટ ખોરવાઇ જાય એમ હતું. આ બાબતે બંને વચ્ચે મનદુઃખ થઇ ગયું.

- Advertisement -

ચણિયાચોળી પાછળ આટલો ખર્ચ કેમ?

કહેવાય છે કે શોખ બડી ચીઝ હૈ, તમને જે વસ્તુનો શોખ હોય તે વસ્તુ માટે તમે બધું જ કરી શકો છો. ગરબા રમવાનો શોખ હોય તો મોંઘા ભાવના ચણિયાચોળી લેવામાં પણ છોકરીઓ ખચકાતી નથી, પણ ખરેખર ચણિયાચોળી પાછળ હજારો રૂપિયાના ખર્ચનો મતલબ શું? બીજાથી પોતે ચડિયાતા દેખાવાના અભરખાથી વધારે કશું જ નહીંને? તમે હેવી દેખાતા સુંદર ચણિયાચોળી પાછળ અઢળક પૈસા ખર્ચશો પછી શું તે ચોલીને બીજા કોઇ ફંક્શનમાં પહેરશો ખરા? જવાબ સીધો જ ના આવશે. આપણે કોરોનાના આકરા કાળમાંથી પસાર થઇ ચૂક્યાં છીએ તે પછી પણ નવરાત્રિના ચણિયાચોળી પાછળ વગર મતલબના આટલા પૈસા વેડફવાનો ખરેખર કોઇ મતલબ નથી, એ વેસ્ટ ઓફ મની જ કહી શકાય. આટલા પૈસાને કપડાં પાછળ ખર્ચ કરવાની બદલે તેની બચત કરી શકો છો.

અગાઉથી થોડું પ્લાનિંગ કરીને જાતે સુંદર ચોલી બનાવી શકો છો

ગુજરાતીમાં ખૂબ જૂની કહેવત છે `આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય.’ એ જ રીતે નવરાત્રિ નજીક હોય એ વખતે જાગીને ચણિયાચોળી લેવા દોટ મૂકશો તો સ્વાભાવિક છે કે પૈસા વધારે ખર્ચ કરવા જ પડશે, એના બદલે ગત વર્ષની ડિઝાઇન ધ્યાનમાં રાખી આ વર્ષની ડિઝાઇન પણ જોતાં રહો. એ મુજબ જાતે જ મટીરિયલ લઇને તમે સ્ટીચ કરાવી શકો છો. સ્ટીચિંગ માટે પણ મોટાં મોટાં બુટિકમાં જવાને બદલે સાદા ટેલર પાસે જઇને તેને ગમતી ડિઝાઇનનો ફોટો બતાવશો તો તે પણ એવું જ સ્ટીચિંગ કરી આપશે. મટીરિયલ ઉપર તમે જાતે થોડું વર્ક પણ કરાવી શકો છો. સરવાળે જાતે બનાવડાવેલી ચોલી ચોક્કસ સસ્તી પડશે અને જાતે ડિઝાઇન કરવાનો આનંદ પણ રહેશે.

- Advertisement -

થોડી સાદાઇથી પણ સુંદર ઉજવણી થઇ શકે છે

યાદ રાખો, નવરાત્રિ એ દેખાડાનું નહીં ગરબાની રમઝટનું પર્વ છે. આજકાલ હાઇફાઇ ચણિયાચોળી પહેરેલી સ્ત્રીઓ અઢળક પૈસા ખર્ચીને હેવી ચણિયાચોળી પહેરીને ગરબા રમવાને બદલે દેખાડો કરતી વધારે જોવા મળે છે. હવેના સમયે આવા ચણિયાચોળીનો ક્રેઝ એટલો વધી ગયો છે કે જે સ્ત્રીઓ એવી હેવી ચોલી નથી પહેરી શકતી તે મનોમન કચવાતી હોય છે, મને લાગે છે કે અહીં એક સ્ટાન્ડર્ડ સેટ કરી દેવામાં આવ્યું છે. ખરેખર તો નવરાત્રિ શ્રદ્ધા અને માતાજીની ભક્તિનો તહેવાર છે, ગરબાની રમઝટનો તહેવાર છે, માટે ફોકસ એના ઉપર જ કરો, તમે શું પહેર્યું છે શું નહીં એ બધું જ ગૌણ છે. તમારી પર્સનાલિટી, ઇનર ગ્રેસ, અને કોન્ફિડન્ટ તમને કપડાં કરતાં પણ વધારે સુંદર બનાવી શકે છે. ચણિયાચોળી કે કોઇપણ કપડાં હેવી હોવા જરૂરી નથી.

Source link

- Advertisement -
RELATED ARTICLES

રસોઈની આ વસ્તુઓને મિક્સ કરી બનાવો ફેસપેક, મળશે ગ્લોઈંગ લૂક

નહીં પડે મોંઘી સ્કીન કૅર પ્રોડક્ટ્સની જરૂર ઘઉંનો લોટ, હળદર, ચંદન પાવડર કરશે મદદ દહીં, બેસન, મલાઈ પણ કરો મિક્સ દાદી નાનીની સ્કીન જેવો ગ્લો મેળવવા માટે...

તમારા હાથને આ રીતે રાખો કોમળ

ઘણી યુવતીઓની ત્વચા જરૂર કરતાં વધારે પડતી જ સ્વેટી હોય છે, કારણ કે તેમના હાથના પંજા અને પગની પાની જરૂરિયાત કરતાં વધારે સ્વેટી મતલબ...

ગરબે ઘૂમ્યાં બાદ મેકઅપ રિમૂવ કરવાનું ન ભૂલતાં

ગરબે ઘૂમ્યાં બાદ ઘણી યુવતીઓ મેકઅપ રિમૂવ કરવાનું ભૂલી જાય છે અથવા થાકના લીધે મેકઅપ રિમૂવ કરવાનું ટાળે છે. રાત્રે સૂતા પહેલાં મેકઅપ રિમૂવ...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

વજન ઘટાડવા સહિત આ સમસ્યાઓમાં લાભદાયી છે જીરું, કરો ઉપયોગ

કાળા જીરાનો ઉપયોગ કરવાથી ફેટને ઘટાડવામાં મદદ મળશે જીરાનું પાણી શરીરને ડિટોક્સ કરીને ઈમ્યુનિટી વધારશે પેટમાં ગેસ, અપચો, પેટ દર્દ, લૂઝ મોશનની સમસ્યામાં રાહત થશે જીરાનો ઉપયોગ...

અમદાવાદીઓને લાગ્યું નવરાત્રિનું ઘેલુ, જાણો ક્યાં ઝૂમ્યા ખેલૈયાઓ

ટ્રેડિશનલ ગીતો સાથે સનેડો રહ્યું ફેમસ ટ્રેડિશનલની સાથે સાથે વેસ્ટર્ન લૂકે રાખ્યો રંગ ક્યાંક તો ખેલૈયાઓએ બ્રેક લીધા વિના જ ગરબા માણ્યા કોરોના બાદ આ વર્ષે 2...

NCP નેતા છગન ભૂજબલનું વિવાદાસ્પદ નિવેદન, મા સરસ્વતીને લઇને વિવાદ

મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને NCP નેતા છગન ભુજબલ વિવાદોમાં ફસાયા મા સરસ્વતીને લઇને કરેલા નિવેદનને કારણે ચર્ચામાં છગન ભુજબળે શાળાઓમાં સરસ્વતીજીના ફોટો અને પૂજા પર સવાલ...

F-16 ફાઈટર જેટની ડિલ, તમે કરીને કોઈને મૂર્ખ બનાવી શકતા નથી: જયશંકર

એસ જયશંકરે વોશિંગ્ટન ઈસ્લામાબાદ સંબંધો પર સવાલ ઉઠાવ્યાભારત અને પાકિસ્તાન સાથે અમારા સંબંધો અલગ છે અમેરિકા પાકિસ્તાનને 450 મિલિયન ડોલર આપશે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!