Saturday, October 1, 2022
Home Gujarat સુરતમાં નેશનલ ગેમ્સ ટુર્નામેન્ટનો પ્રારંભ | કાશ્મીરમાં આજથી મલ્ટીપ્લેકસ ખૂલ્યું

સુરતમાં નેશનલ ગેમ્સ ટુર્નામેન્ટનો પ્રારંભ | કાશ્મીરમાં આજથી મલ્ટીપ્લેકસ ખૂલ્યું

ગુજરાતમાં આયોજીત 36મી નેશનલ ગેમ્સ અંતર્ગત સુરતમાં ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો આજથી પ્રારંભ થયો. તો અલ્પેશ કથિરીયા પર હુમલાની માહિતી સામે આવી છે. આ બધાની વચ્ચે રાજસ્થાનમાં ગેહલોત સરકાર સામે ભાજપનું હલ્લાબોલ. આ બધાની વચ્ચે કાશ્મીરમાં આજથી મલ્ટીપ્લેકસ થિયેટર ખૂલ્યું સહિતના અત્યાર સુધીના અગત્યના સમાચાર

- Advertisement -

વધુ વાંચો: સુરતમાં નેશનલ ગેમ્સ અંતર્ગત ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો પ્રારંભ

ગુજરાતમાં આયોજિત 36મી નેશનલ ગેમ્સ અંતર્ગત સુરતના ઇન્ડોર સ્ટેડીયમ ખાતે ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો આજરોજ પ્રારંભ થયો હતો. આ કાર્યક્રમમાં મનપા કમિશ્નર, પોલીસ કમિશ્નર અને સુરત કલેકટર ઉપસ્થિત રહ્યા હતા અને નેશનલ ગેમસની શરૂઆત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ટેબલ ટેનિસમાં કુલ 6 રાજ્યોની ટિમો વચ્ચે સાત ગોલ્ડ મેડલ માટે ખરાખરીનો જંગ જામશે.

વધુ વાંચો: સુરતમાં હિટ એન્ડ રન અકસ્માતમાં બાઈક સવારનું મોત

સુરતમાં ફરી એક વખત હિત એન્ડ રનનો બનાવ બનવા પામ્યો છે. મગદલ્લા-ONGC રોડ ઉપર એક ટ્રકે બાઈકને અડફેટે લીધી હતી. જે બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. આ અકસ્માતમાં બાઈકસવારનું ઘટના સ્થળે મોત થયું હતું.

- Advertisement -

વધુ વાંચો: સુરતમાં અલ્પેશ કથિરીયા પર રિક્ષા ચાલકે હુમલો કર્યો

સુરત શહેરમાં પાસના નેતા અલ્પેશ કથીરીયા પર રીક્ષા ચાલકે ડંડા વડે હુમલો કરતા અલ્પેશ કથીરીયા ઈજાગ્રસ્ત થયા હતા. જે બાદ તેને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.

વધુ વાંચો: લમ્પી પર ગેહલોત સરકાર વિરૂદ્ધ BJPનું હલ્લાબોલ, થઇ હિંસક ઝડપ

આજે જયપુરમાં ભાજપ ગેહલોત સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. વિધાનસભા કૂચ દરમિયાન ભાજપના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પ્રદર્શનમાં રાજસ્થાન ભાજપ અધ્યક્ષ સતીશ પુનિયા પણ હાજર રહ્યા હતા. ભાજપે લમ્પી વાયરસનો મુદ્દો ઉઠાવીને રાજસ્થાનની કોંગ્રેસ સરકારને ઘેરી છે. આ પ્રદર્શનમાં પોલીસે ભાજપના કાર્યકરોને વિધાનસભા કૂચમાંથી રોક્યા છે.

વધુ વાંચો: કાશ્મીરમાં ત્રણ દાયકા બાદ થિયેટર-મલ્ટીપ્લેકસ ખૂલતા હોબાળો કેમ?

જમ્મુ-કાશ્મીરના સિનેમાપ્રેમીઓની રાહ હવે પૂરી થઈ ગઈ છે. આજે ત્રણ દાયકા પછી પહેલીવાર કાશ્મીરમાં મલ્ટીપ્લેક્સ ખુલ્યું છે. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ શ્રીનગરમાં આ મલ્ટિપ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું હતું. તેના ઉદ્ઘાટન સાથે, કાશ્મીરના લોકોને ત્રણ દાયકા પછી પ્રથમ વખત મલ્ટિપ્લેક્સમાં ફિલ્મ જોવાની તક મળી છે. પરંતુ કાશ્મીરની ધરતી પર મલ્ટિપ્લેક્સ ખોલવાનો આ રસ્તો એટલો સરળ નહોતો. આ પહેલા પણ કાશ્મીરમાં ઘણી વખત સિનેમા હોલ ખોલવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા પરંતુ તે સફળ થઈ શક્યા ન હતા.

વધુ વાંચો: દિવાળી પહેલા જ દિલ્હીમાં ગૂંગળાવતી ઝેરી હવા, AQI 418એ પહોંચ્યો

દિલ્હી-એનસીઆરમાં ફરી એકવાર પ્રદૂષણ ફરી વળ્યું છે. રાજધાની દિલ્હીમાં હવા ફરી ઝેરી બની ગઈ છે. કેટલાક વિસ્તારોમાં હવાનું સ્તર ખૂબ જ ખરાબ શ્રેણીમાં પહોંચી ગયું છે અને એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 400ને પાર કરી ગયો છે. સોમવારે, દિલ્હીનો આનંદ વિહાર વિસ્તાર 405ના AQI સાથે રાજધાનીમાં સૌથી પ્રદૂષિત વિસ્તાર હતો. આ રિપોર્ટ બાદ હવે દિલ્હી-એનસીઆરના રહેવાસીઓએ ઝેરી હવા અને આકાશમાં ધુમ્મસનો સામનો કરવાની તૈયારી કરવી પડશે. કેમકે તહેવારોમાં ખાસ કરીને દિપાવલી પર આ પ્રદૂષણમાં વધારો થવાનો છે.

વધુ વાંચો: હિજાબને લઈને ઈરાનમાં તણાવ, 5 વિરોધીઓના મોત

ઈરાનમાં હિજાબ ન પહેરવાને કારણે પોલીસ કસ્ટડીમાં મહિલાના મોતનો મામલો ગરમાયો છે. દેશમાં અશાંતિનું વાતાવરણ છે અને ઘણી જગ્યાએ પ્રદર્શનો હિંસક બની રહ્યા છે. આ દરમિયાન દિવંદરેહ શહેરમાં પાંચ લોકો માર્યા ગયા હતા. આ ઈરાનના કુર્દિશ પ્રદેશમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.

વધુ વાંચો: ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 શ્રેણીમાં વિરાટ કોહલી બોલિંગ કરશે?

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મંગળવારથી ત્રણ મેચની T20 સિરીઝ શરૂ થઈ રહી છે. આવતા મહિને યોજાનારા ટી-20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને આ સિરીઝને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ટીમ ઈન્ડિયા આ શ્રેણી દરમિયાન બોલિંગમાં નવા વિકલ્પો અજમાવતી જોવા મળી શકે છે. એવા સંકેત મળી રહ્યા છે કે, વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 શ્રેણીમાં છઠ્ઠા બોલરની ભૂમિકા ભજવી શકે છે.

વધુ વાંચો: T20 World Cup પહેલા ICCએ બદલી દીધા નિયમો, જાણો ફટાફટ

T20 World Cup 2022ની શરૂઆત પહેલા ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે મોટો નિર્ણય લીધો છે. 1 ઓક્ટોબર 2022થી ક્રિકેટમાં કેટલાક નવા નિયમો લાગૂ થવા જઈ રહ્યા છે. આ બદલાયેલા નિયમોની સાથે જ T20 World Cup 2022 રમાશે. સૌરવ ગાંગૂલીની અધ્યક્ષતામાં પુરુષ ક્રિકેટ સમિતિની ભલામણો બાદ પણ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!