Sunday, September 25, 2022
Home National મુંબઈઃ કોર્ટમાં ઉદ્ધવ જૂથની મોટી જીત, 5 ઓક્ટોબરે શિવાજી પાર્કમાં રેલીની મંજૂરી

મુંબઈઃ કોર્ટમાં ઉદ્ધવ જૂથની મોટી જીત, 5 ઓક્ટોબરે શિવાજી પાર્કમાં રેલીની મંજૂરી

  • શિવાજી પાર્કમાં રેલી યોજના ઉદ્ધવ અને શિંદે જૂથે પવાનગી માગી હતી
  • BMCએ બંનેની અરજી ફગાવી રેલીને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો
  • ઠાકરે જૂથે કોર્ટમાં અરજી કરતા હાઈકોર્ટે રેલી યોજવા માટે મંજૂરી આપી

મહારાષ્ટ્રના શિવાજી પાર્ક ખાતે દશેરા રેલીને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ઉદ્ધવ ઠાકરે જૂથને મોટી જીત મળી છે. કારણ કે, હાઈકોર્ટે ઠાકરે જૂથને શિવાજી પાર્કમાં 2 ઓક્ટોબરથી 6 ઓક્ટોબર સુધી દશેરા રેલી યોજવાની મંજૂરી આપી છે. દરમિયાન એવું કહેવામાં આવી રહ્યું છે કે શિંદે જૂથ આ નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં જશે. વાસ્તવમાં શિવસેના વર્ષોથી અહીં દશેરા રેલીનું આયોજન કરે છે. પરંતુ છેલ્લા બે વર્ષથી આ રેલી કોરોનાને કારણે મોકૂફ રાખવામાં આવી હતી. હવે સ્થિતિ સુધર્યા બાદ ઠાકરે જૂથે 5 ઓક્ટોબરે રેલી યોજવાની જાહેરાત કરી હતી. જો કે, શિવસેના બે ભાગમાં વિભાજિત થયા પછી શિંદે જૂથ પણ આ વખતે રેલીનું આયોજન કરવા માંગતા હતા. આ જ બાબત પર બંને પક્ષો સામસામે આવી ગયા હતા.

- Advertisement -

BMCએ ઠાકરે જૂથને રેલી માટે પરવાનગી આપતા મામલો કોર્ટમાં પહોંચ્યો

BMCએ પાર્કમાં રેલીને લઈને ઠાકરે જૂથને પરવાનગી આપી ન હતી. જે બાદ મામલો બોમ્બે હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. ગુરુવારે સુનાવણી દરમિયાન હાઇકોર્ટે અરજદારને 2થી 6 ઓક્ટોબર વચ્ચે રેલી યોજવાની મંજૂરી આપી હતી. જે બાદ શિવસેના 5 ઓક્ટોબરે શિવાજી પાર્કમાં દશેરા રેલીનું આયોજન કરી શકશે. આ નિર્ણયને લઈને ઠાકરે જૂથમાં ખુશીની લહેર છે અને તેઓ તેને પોતાની મોટી જીત ગણાવી રહ્યા છે. કોર્ટે ઠાકરે જૂથને કાયદો અને વ્યવસ્થા જાળવવા જણાવ્યું હતું. રેલી દરમિયાન પોલીસ વીડિયો રેકોર્ડિંગ કરશે. કોર્ટે કહ્યું છે કે જો રેલીમાં કંઇક ખોટું થશે તો પછીથી કાર્યક્રમ ચાલુ રાખવા દેવામાં આવશે નહીં.

કોઈપણ સંજોગોમાં શિવાજી પાર્કમાં યોજાશે : ઉદ્ધવ ઠાકરે

- Advertisement -

તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાના અધિકારીઓ સાથે બેઠક કરીને દશેરા રેલીમાં લોકોને એકત્ર કરવાના નિર્દેશ આપ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે રેલી કોઈપણ સંજોગોમાં શિવાજી પાર્કમાં યોજાશે. આ માટે શિવસેનાએ પણ જોરશોરથી તૈયારી શરૂ કરી દીધી છે. તેમણે શિવસેનાના બળવાખોર ધારાસભ્યો પર પણ નિશાન સાધ્યું હતું. ઠાકરેએ કહ્યું હતું કે શિવસેના છોડનારા ગુંડા છે.

બંને જૂથોએ BMC પાસે પરવાનગી માંગી હતી

ઉલ્લેખનિય છે કે, ઠાકરે જૂથ અને શિંદે જૂથે શિવાજી પાર્કમાં રેલી યોજવા માટે અલગ-અલગ પરવાનગી માટે અરજી કરી હતી. પરંતુ BMCએ બંનેની અરજી ફગાવીને રેલીને મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો હતો. BMC અધિકારીઓએ તેમના જવાબમાં કહ્યું હતું કે મુંબઈ પોલીસ દ્વારા ઉઠાવવામાં આવેલા કાયદો અને વ્યવસ્થાના મુદ્દાઓને આધારે રેલીને મંજૂરી આપી શકાય નહીં. માહિતી અનુસાર દશેરા રેલી માટે ઠાકરે જૂથના અનિલ દેસાઈએ 22 ઓગસ્ટે BMC અને 30 ઓગસ્ટના રોજ શિંદે જૂથના ધારાસભ્ય સદા સરવણકરે અરજી કરી હતી.

Source link

- Advertisement -
RELATED ARTICLES

રાજસ્થાન કોંગ્રેસમાં વિવાદ : પાયલોટનો વિરોધ, 92 ધારાસભ્યોના રાજીનામાની ધમકી

પાયલટની મુખ્યમંત્રીની ઉમેદવારી સામે ગેહલોતને સમર્થન આપતા 92 ધારાસભ્યોના રાજીનામા રાજીનામાની ધમકી આપનાર ધારાસભ્યો સીએમ પદ માટે પાયલટના દાવાને લઈને નારાજ રાજસ્થાનમાં રાજકારણ ગરમાતા કોંગ્રેસની પરેશાની...

રાજસ્થાનમાં CM કોને બનાવવા જોઈએ ? બેઠકમાં પ્રસ્તાવ મૂકાયો

રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદને લઈ રાજકારણ ગરમાયું આજે યોજાનાર બેઠકમાં નવા સીએમ અંગે કરાશે નિર્ણય CM આવાસ પર કોંગ્રેસી નેતા, ધારાસભ્યોનું આવવાનું શરૂ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને કોંગ્રેસના...

તમે ક્યારેય હરતો-ફરતો ‘ટ્રક મેરેજ હોલ’ જોયો છે? મહિન્દ્રાએ VIDEO શેર કર્યો

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ફરી ટ્વિટ કરી લોકોને આશ્ચર્યમાં મૂક્યા મહિન્દ્રાએ ટ્રકમાં બનાવેલા ક્રિએટીવ મેરેજ હોલનો વીડિયો શેર કર્યો ટ્રક મેરેજ હોલમાં AC સહિત તમામ સુવિધા, 200ને...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

અંતિમ T20માં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવી શ્રેણી 2-1થી જીતી

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવ-હાર્દિક પંડ્યાની ફટકાબાજી સુર્યકુમાર યાદવે 36 બોલમાં 69 રન ફટકાર્યા વિરાટ કોહલીના 48 બોલમાં દમદાર 63 રન વિરાટ કોહલી, સુર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યાની ફટકાબાજીની મદદથી...

અમિત શાહની ગુજરાત મુલાકાત : 26 અને 27મીએ 13 કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે

ચૂંટણી નજીક આવતા જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાત સતત વધી 26મીએ તેમના સંસદીય ક્ષેત્ર વિરોચન નગરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે કેન્દ્રીય મંત્રી...

IND Vs AUS LIVE: 14 ઓવર બાદ ભારતનો સ્કોર 134/3

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવની શતકીય પાર્ટનરશીપ સુર્યકુમાર યાદવ 36 બોલમાં 69 રન બનાવી આઉટ વિરાટ કોહલી 40 રન બનાવી ક્રિઝ પર હાજર હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત...

રાજસ્થાન કોંગ્રેસમાં વિવાદ : પાયલોટનો વિરોધ, 92 ધારાસભ્યોના રાજીનામાની ધમકી

પાયલટની મુખ્યમંત્રીની ઉમેદવારી સામે ગેહલોતને સમર્થન આપતા 92 ધારાસભ્યોના રાજીનામા રાજીનામાની ધમકી આપનાર ધારાસભ્યો સીએમ પદ માટે પાયલટના દાવાને લઈને નારાજ રાજસ્થાનમાં રાજકારણ ગરમાતા કોંગ્રેસની પરેશાની...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!