Wednesday, September 28, 2022
Home National વન વિભાગના કર્મચારીઓ આંદોલનના માર્ગે | મોહાલી વોર્ડનની હકાલપટ્ટી

વન વિભાગના કર્મચારીઓ આંદોલનના માર્ગે | મોહાલી વોર્ડનની હકાલપટ્ટી

હાલ એક તરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ને બીજી તરફ ગાંધીનગરમાં વિવિધ સરકારી કર્મચારીઓના વિરોધ પ્રદર્શન વધુને વધુ ઉગ્ર બની રહ્યા છે.મોહાલીની એક ખાનગી યુનિવર્સિટીમાં વાયરલ વીડિયો કૌભાંડને પગલે કેમ્પસના વર્ગો છ ​​દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવ્યા છે. ઘણી વિદ્યાર્થિનીઓ યુનિવર્સિટી કેમ્પસ છોડી રહી છે.  સહિતના અત્યાર સુધીના અગત્યના સમાચાર

- Advertisement -

વધુ વાંચો: વન વિભાગના કર્મચારીઓ પણ હવે આંદોલનના માર્ગે

હાલ એક તરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ને બીજી તરફ ગાંધીનગરમાં વિવિધ સરકારી કર્મચારીઓના વિરોધ પ્રદર્શન વધુને વધુ ઉગ્ર બની રહ્યા છે. કિસાન સંઘ, સંયુક્ત કર્મચારી મંડળ, VCE કર્મચારીઓ, આરોગ્ય કર્મચારીઓ અને નિવૃત્ત સૈન્ય જવાનોના આંદોલનની સાથે સાથે હવે વન રક્ષકો અને વર્ગ 4ના કર્મચારીઓ પણ આંદોલનના માર્ગે ઉતર્યા છે.

વધુ વાંચો: મોહાલી વીડિયો લીક: 6 દિવસ બંધ રહેશે યુનિવર્સિટી, વોર્ડનની હકાલપટ્ટી

મોહાલીની એક ખાનગી યુનિવર્સિટીમાં વાયરલ વીડિયો કૌભાંડને પગલે કેમ્પસના વર્ગો છ ​​દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવ્યા છે. ઘણી વિદ્યાર્થિનીઓ યુનિવર્સિટી કેમ્પસ છોડી રહી છે. વહીવટીતંત્ર દ્વારા તમામ માંગણીઓ સ્વીકારવામાં આવ્યા બાદ, વિદ્યાર્થિનીઓએ બપોરે 1.30 વાગ્યે તેમનો વિરોધ સમાપ્ત કર્યો હતો. આ ઘટના બાદ હોસ્ટેલના તમામ વોર્ડનની બદલી કરવામાં આવી રહી છે. આ સાથે હોસ્ટેલનો સમય પણ બદલાયો છે.

- Advertisement -

વધુ વાંચો: ગાંધીનગરમાં આંદોલન કરી રહેલા VCE કર્મચારીઓની મોડી રાત્રે અટકાયત

એક તરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ને બીજી તરફ ગાંધીનગરમાં કર્મચારી આંદોલન વેગ પકડી રહ્યું છે. તેવામાં હવે VCE કર્મચારીઓ પણ આંદોલનના માર્ગે ઉતર્યા છે. પોતાની પડતર માંગણીઓને લઈને VCE કર્મચારીઓ છેલ્લા 10 દિવસથી આંદોલન કરી રહ્યા છે. ત્યારે ગત રાત્રે પોલીસે કેટલાક VCE કર્મચારીઓની અટકાયત કરી હતી.

વધુ વાંચો: આરોગ્ય કર્મચારીઓ સરકાર સાથે આજે ચોથી વખત બેઠક કરશે

છેલ્લા 43 દિવસથી ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓ હડતાલ કરી રહ્યા છે. પોતાની પડતર માગણીઓ અને સમસ્યાઓનું નિવારણ લાવવા માટે આરોગ્ય કર્મચારીઓના આગેવાનોએ સરકાર દ્વારા રચાયેલી મંત્રીઓની કમિટી સાથે અગાઉ ૩ વખત બેઠક કરી હતી. પરંતુ તે બેઠકોમાં કોઈ યોગ્ય નિવારણ ન આવતા આજે ફરી ચોથી વખત આરોગ્ય કર્મચારી મંડળના આગેવાનો સરકાર સાથે બેઠક કરશે.

વધુ વાંચો: ગુજરાતમાં નિવૃત્ત આર્મી જવાનો સરકારને મેડલ પરત આપી વિરોધ નોંધાવશે

પાટનગર ગાંધીનગરમાં છેલ્લા કેટલાય દિવસથી આર્મીના નિવૃત્ત જવાનો આંદોલન કરી રહ્યા છે. તેમની પડતર માગણીઓ સરકાર તાત્કાલિક ધોરણે સ્વીકારે તે માટે સચિવાલયના ગેટ નંબર એકની બહાર આંદોલન કરવામાં આવી રહ્યું છે. જેે અંતર્ગત શનિવારે રાજ્ય સરકાર સાથે એક બેઠક યોજવામાં આવી હતી. પરંતુ હર્ષ સંઘવી સાથેની બેઠકના અંતે કોઈપણ નિષ્કર્ષ નીકળ્યો નહોતો અને બેઠક નિષ્ફળ થઇ હતી. જે બાદ હવે નિવૃત્ત સૈન્ય જવાનો સરકારને પોતાના મેડલ પરત આપીને વિરોધ નોંધાવશે.

વધુ વાંચો: નામિબિયાથી આવેલા ચિત્તાઓનું નામકરણ, PM મોદીએ પાડ્યુ એક નામ

.આફ્રિકન દેશ નામિબિયાથી લાવવામાં આવેલા 8 ચિત્તાઓને મધ્યપ્રદેશના શ્યોપુરમાં કુનો નેશનલ પાર્કમાં રાખવામાં આવ્યા છે. આઠ ચિત્તાઓનું નામકરણ કરવામાં આવ્યુ છે. આઠ ચિત્તાઓના નામ છે ઓબાન, ફ્રેડી, સવાન્નાહ, આશા, સિબલી, સાયસા, બિલસી અને સાશા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ માદા ચિત્તાને ‘આશા’ નામ આપ્યું છે. જ્યારે, અન્ય ચિત્તાઓના નામ નામિબિયામાં રાખવામાં આવ્યા હતા.

વધુ વાંચો: બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતીયના આજે રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર

બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતીયના આજે રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. વિશ્વભરમાંથી લગભગ 500 પ્રતિનિધિઓ અને VIP મહારાણીના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે. રાણીના અંતિમ સંસ્કાર લંડનના વેસ્ટમિંસ્ટર એબીમાં શરૂ થશે. તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ માટે વિવિધ પાર્કમાં મોટી સ્ક્રીન લગાવવામાં આવી છે. રાણીના અંતિમ વિદાયની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. રાણી એલિઝાબેથ દ્વિતીયનું 8 સપ્ટેમ્બરના રોજ સ્કોટલેન્ડના બાલમોરલ કેસલમાં 96 વર્ષની વયે અવસાન થયું હતું.

વધુ વાંચો: એલિઝાબેથ દ્વિતિયને યાદ કરી બાઈડેને કહ્યું, તેમને મળીને માતાની યાદ આવતી

મહારાણી એલિઝાબેથ દ્વિતિયને શ્રદ્ધાંજલિ આપવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન પત્ની સાથે રવિવારે લંડન પહોંચી ચૂક્યા હતા. અહીં તેઓએ શાહી પરિવાર પ્રતિ સંવેદના પ્રકટ કરીને મહારાણીને શ્રદ્ધાંજલિ આપી. આ સમયે બાઈડેને મહારાણી એલિઝાબેથ દ્વિતિયની સાથે જોડાયેલી પોતાની જૂની યાદોને તાજી કરતા કહ્યું કે મને હંમેશા મારી માતાની યાદ અપાવી છે.

વધુ વાંચો: આજથી 28 સપ્ટેમ્બર સુધી રમાશે આંતરરાષ્ટ્રીય ગ્રેન્ડમાસ્ટર્સ ચેસ ટૂર્નામેન્ટ

19 થી 28 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી આ ટુર્નામેન્ટમાં 15 દેશોના 500 થી વધુ ખેલાડીઓ 100 થી વધુ અનુભવી માસ્ટરના માર્ગદર્શન હેઠળ પડકાર આપશે. 15 દેશોના ખેલાડીઓ હવે નોંધાયેલા છે. આજનો દિવસ માત્ર છત્તીસગઢ માટે જ નહીં પરંતુ સમગ્ર ભારત માટે ખૂબ જ ખાસ છે. આજે છત્તીસગઢના રાયપુરમાં 19 સપ્ટેમ્બર 2022થી શરૂ થનારી આંતરરાષ્ટ્રીય ગ્રાન્ડમાસ્ટર ચેસ ટુર્નામેન્ટમાં આજે ભારત અને રશિયા સહિત 15 દેશોના 500થી વધુ ખેલાડીઓ ભાગ લેશે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

હવે ઘેર બેઠા મોટા કેસની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી લાઇવ જોવા મળશે

સીજેઆઈ યુ.યુ. લલિત લાઈવ સ્ટ્રીમિંગ માટે સુપ્રીમકોર્ટનું પ્લેટફોર્મ હોવાની તરફેણ કરે છેહવે ઘેર બેઠા મોટા મોટા કેસની સુપ્રીમમાં કેવી રીતે સુનાવણી થાય છે તે...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!