Saturday, October 1, 2022
Home Sports ઈજાના કારણે મિચેલ માર્શ, સ્ટાર્ક અને સ્ટોનિસ ભારતના પ્રવાસમાંથી બહાર

ઈજાના કારણે મિચેલ માર્શ, સ્ટાર્ક અને સ્ટોનિસ ભારતના પ્રવાસમાંથી બહાર

  • ઓસ્ટ્રેલિયન ટીમના ત્રણ ખેલાડીઓ ભારત પ્રવાસમાંથી બહાર થયા
  • મિચેલ માર્શ, સ્ટાર્ક અને સ્ટોનિસ ઈજાના કારણે થયા બહાર
  • એલિસ, ડેનિયલ સેમ્સ અને સીન એબોટ્ટનો સમાવેશ કરાયો

ભારતના પ્રવાસ પહેલાં જ ઓસ્ટ્રેલિયન ટીમને મોટો ફટકો પડયો છે અને તેના ત્રણ ખેલાડીઓ આ પ્રવાસમાંથી બહાર થઈ ગયા છે. મિચેલ માર્શ, પેસ બોલર મિચેલ સ્ટાર્ક તથા સ્ટોનિસ ઈજાના કારણે ભારતના પ્રવાસમાંથી બહાર થઈ ગયા છે. સ્ટાર્કને ઘૂંટણમાં, સ્ટોનિસને પીઠમાં તથા માર્શને એડીમાં ઈજા થઈ છે. જોકે આ ત્રણેય પ્લેયર્સની ઈજા ગંભીર નથી અને તેઓ ઓસ્ટ્રેલિયામાં રમાનારા T20 વર્લ્ડકપ પહેલાં ફિટ થઈ જાય તેવી પૂરી સંભાવના છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ આઇસીસીની મેજર ટૂર્નામેન્ટ માટે ત્રણેય સિનિયર ખેલાડી માટે કોઈ જોખમ લેવા માગતું નથી.

- Advertisement -

ડેવિડ વોર્નરને આરામ આપવામાં આવ્યો

ડાબોડી ઓપનર ડેવિડ વોર્નરને આરામ આપવામાં આવ્યો હોવાથી તે પણ ભારતનો પ્રવાસ ખેડવાનો નથી. ઓસ્ટ્રેલિયન પસંદગીકારોએ આ ત્રણેય ખેલાડીના સ્થાને નાથાન એલિસ, ડેનિયલ સેમ્સ અને સીન એબોટ્ટનો ટીમમાં સમાવેશ કર્યો છે. માર્શ અને સ્ટોનિસને ઝિમ્બાબ્વે તથા ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે શ્રોણી દરમિયાન ઈજા થઈ હતી. સ્ટાર્કને ઘૂંટણમાં સ્કેન કરાવ્યા બાદ ટીમની બહાર કરીને આરામ આપવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયા ભારત સામે મોહાલીમાં 20મી સપ્ટેમ્બર, નાગપુરમાં 23મીએ તથા હૈદરાબાદમાં 25મી સપ્ટેમ્બરે કુલ ત્રણ T20 મેચ રમશે. ભારતના પ્રવાસ બાદ ઓસ્ટ્રેલિયન ટીમ ટી20 વર્લ્ડ કપની તૈયારી માટે વેસ્ટ ઇન્ડિઝ અને ઇંગ્લેન્ડ સામે T20 શ્રેણી રમશે. T20 વર્લ્ડકપ માટે ઓસ્ટ્રેલિયાની જર્સી લોન્ચ થઈ

Source link

- Advertisement -
RELATED ARTICLES

ટી20 વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમને 13 કરોડ મળશે, IPL કરતાં સાત કરોડ

ICC મેગા ઇવેન્ટ માટે કુલ 45.67 કરોડ રૂપિયાની પ્રાઇઝ મની અપાશેરનર્સ-અપ ટીમને 6.5 કરોડ રૂપિયા  પ્રથમ રાઉન્ડ હારનારી ટીમને 33.62 લાખ રૂપિયા અપાશે ટી20 વર્લ્ડ કપ...

વિમેન્સ એશિયા કપમાં ભારતનો આજે શ્રીલંકા સામે મુકાબલો થશે

ટી20 ક્રિકેટ ભારત છ વખત વન-ડે તથા બે વખત ટી20માં જીત્યું છેમિડલ ઓર્ડરમાં હસીની પરેરા અને હર્ષિતા સમરવિક્રમા જવાબદારી સંભાળશે કોવિડ-19ના કારણે ચાર વર્ષ બાદ...

ટીમ ઈન્ડિયા ગુવાહાટી પહોંચી, અર્શદીપ-ચાહરે કેક કાપી કરી ઉજવણી

દક્ષિણ આફ્રિકા સામે બીજી T20 માટે ટીમ ગુવાહાટી પહોંચી બીજી મેચ 2 ઓક્ટોબરે બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે પેહલી મેચમાં જીતના હીરો અર્શદીપ-દીપક ચાહરે કેક કાપીભારતીય...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

ટી20 વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમને 13 કરોડ મળશે, IPL કરતાં સાત કરોડ

ICC મેગા ઇવેન્ટ માટે કુલ 45.67 કરોડ રૂપિયાની પ્રાઇઝ મની અપાશેરનર્સ-અપ ટીમને 6.5 કરોડ રૂપિયા  પ્રથમ રાઉન્ડ હારનારી ટીમને 33.62 લાખ રૂપિયા અપાશે ટી20 વર્લ્ડ કપ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!