Sunday, September 25, 2022
Home Health - Food આઇવીએફ વિશેની ખોટી માન્યતાઓ

આઇવીએફ વિશેની ખોટી માન્યતાઓ

આઇવીએફ એવાં કપલ માટે આશીર્વાદસમાન છે જેમને ગર્ભ કન્સિવ થઇ રહ્યો છે. ઘણી વાર એવું બનતું હોય છે કે પતિ કે પત્નીને કોઇ સમસ્યા હોય તો બની શકે કે તેઓના અઢળક પ્રયત્ન છતાં ગર્ભ ન રહેતો હોય. ઘણાં લોકો આઇવીએફની મદદ લઇને ગર્ભ કન્સિવ કરતાં હોય છે. સાયન્સ આજે ઘણું આગળ વધી ગયું છે, આ સાયન્સની જ દેણ છે, તેમ છતાં આઇવીએફને લઇને આજે પણ ઘણાં લોકોનાં મનમાં હજી અમુક મિથક છે. ચાલો, આજે તે વિશે વાત કરીએ.

- Advertisement -

આઇવીએફથી કેન્સર થાય

આ મિથક ઘણી સ્ત્રીઓ પાસેથી સાંભળવા મળતું હોય છે. આઇવીએફથી કેન્સરનું જોખમ રહે છે માટે બને ત્યાં સુધી એ ન કરાવવું. આ ખરેખર અફવા કે મિથકથી વધારે કંઇ જ નથી. આઇવીએફથી માતા કે આવનાર બાળક બેમાંથી કોઇને કેન્સરનું જોખમ નથી રહેતું. આઇવીએફ અને કેન્સરને કોઈ લેવાદેવા નથી.

આઇવીએફની પ્રક્રિયા પીડાદાયક છે

ઘણી સ્ત્રીને આઇવીએફ સજેસ્ટ કરે ત્યારે જ તે ડરી જતી હોય છે, કારણ કે તેના મનમાં પીડાનો ભય હોય છે. ઘણાં લોકો પાસેથી સાંભળવા મળે છે જે તે પીડાદાયક હોય છે, અલબત્ત, શરૂઆતના સમયમાં આ પ્રક્રિયા પીડાદાયક બની જતી, ખાસ કરીને હોર્મોનલ ઇન્જેક્શનની પ્રક્રિયા બહેનો માટે ઘણો દુખાવો લઇને આવતી, પણ હવે સાયન્સે પ્રગતિ કરી છે, હવે દવાઓ એટલી અસરકારક આવી ગઇ છે કે આઇવીએફની પ્રક્રિયા પણ પીડાદાયક નથી રહી.

- Advertisement -

આઇવીએફથી જન્મેલું બાળક ખોડખાંપણવાળું હોય છે

આઇવીએફથી જન્મેલું બાળક ખોડખાંપણવાળું હોય છે એ પણ એક મિથક જ છે. આઇવીએફથી જન્મેલા બાળકમાં ખોડખાંપણ થવાના ચાન્સીસ 10 ટકા જેટલા પણ નથી. ઊલટાનું સ્ત્રીમાં શારીરિક ખોડખાંપણ હોય તો આઇવીએફ કરાવતાં પહેલાં થતાં ટેસ્ટ દ્વારા ખબર પડી જાય છે જેથી આગળ કોઇ સમસ્યા ન થાય. અલબત્ત, 35ની ઉંમર પછી આઇવીએફથી ગર્ભ રખાવતી મહિલાઓએ રેગ્યુલર ચેકઅપ કરાવડાવવું જોઇએ.

જો આઇવીએફ નિષ્ફળ જાય તો ગર્ભ નથી રહેતો

ઘણાં લોકોનાં મનમાં એવો ભય પણ હોય છે કે આઇવીએફની પ્રક્રિયા પહેલી વાર નિષ્ફળ જાય તો બાદમાં ક્યારેય ગર્ભ નથી રહેતો. આ વાત તદ્દન અસત્ય છે. ઘણા કેસીસ એવા છે કે આઇવીએફની પાંચ સાઇકલ પછી ગર્ભ રહેતો હોય. તેથી ન કરે નારાયણ અને કોઇ કારણે આઇવીએફની પ્રક્રિયા નિષ્ફળ જાય તો ટેન્શન ન લેવું, એ પછી ગર્ભ રહી જ શકે છે. આઇવીએફ નિષ્ફળ જાય તો સ્ત્રીને યુટ્રસમાં રિચ પ્લાઝમા ઇમ્પ્લાન્ટ કરવામાં આવે છે, આમ કરવાથી યુટેરિન ફરી ગર્ભ કન્સિવ કરવા માટે તંદુરસ્ત બની જાય છે.

આઇવીએફથી એકથી વધારે બાળકો થાય

આઇવીએફ બાદ એમ્બ્રિયોને કંટ્રોલ કરવામાં આવે છે, આ કારણે એકથી વધારે બાળક થવાની સંભાવના ઘણી ઓછી છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

નવરાત્રિના ઉપવાસમાં બનાવો સાબુદાણાના લાડુ, નહીં આવે મીઠાઈની યાદ

સાબુદાણામાં વધારે પ્રમાણમાં પ્રોટીન હોય છે વ્રતમાં સાબુદાણાનો ઉપયોગ હેલ્ધી રાખશે લાડુ ખાવાથી મળશે અલગ જ સંતોષ આવતીકાલથી એટલે કે 26 સપ્ટેમ્બરથી નવરાત્રિના તહેવારની શરૂઆત થઈ રહી...

કબજિયાતને દૂર કરવાની સાથે જાણો ગુલાબની પાંદડીના 10 ફાયદા

ગુલાબની પાંદડીઓ વજન ઓછું કરવામાં મદદ કરે છે. સ્કીન સંબંધી સમસ્યાઓ જેમકે પિંપલ્સ ઠીક કરવામાં મદદ કરે છે. ગુલાબની પાંદડીઓના સેવનથી એક્ટિવનેસ જળવાઈ રહેશે. ગુલાબની પાંદડીનો...

સવારે પલાળેલી કિશમિશ ખાવાના છે 10 ફાયદા, જાણો ઉપયોગની રીત

પલાળેલી કિશમિશ ચાવીને ખાવાથી કબજિયાત દૂર થાય છે એન્ટીબેક્ટેરિયલ ગુણ ફીવરને ઠીક કરવામાં કરશે હેલ્પ એન્ટીઓક્સીડન્ટ ફ્રી રેડિકલ્સને દૂર કરીને કેન્સરની સંભાવના ઘટશે કિશમિશમાં આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ,...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

IND Vs AUS LIVE: 14 ઓવર બાદ ભારતનો સ્કોર 134/3

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવની શતકીય પાર્ટનરશીપ સુર્યકુમાર યાદવ 36 બોલમાં 69 રન બનાવી આઉટ વિરાટ કોહલી 40 રન બનાવી ક્રિઝ પર હાજર હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત...

રાજસ્થાન કોંગ્રેસમાં વિવાદ : પાયલોટનો વિરોધ, 92 ધારાસભ્યોના રાજીનામાની ધમકી

પાયલટની મુખ્યમંત્રીની ઉમેદવારી સામે ગેહલોતને સમર્થન આપતા 92 ધારાસભ્યોના રાજીનામા રાજીનામાની ધમકી આપનાર ધારાસભ્યો સીએમ પદ માટે પાયલટના દાવાને લઈને નારાજ રાજસ્થાનમાં રાજકારણ ગરમાતા કોંગ્રેસની પરેશાની...

PM મોદી 29 સપ્ટેમ્બરે સુરતમાં ‘ખોજ મ્યુઝિયમ’નું ઉદ્ઘાટન કરશે

ખોજ મ્યુઝિયમમાં પ્રદર્શિત ગેલેરીઓ સતત બદલાતી રહે તે પ્રમાણે વિકસાવાઈ મ્યુઝિયમ થકી વિદ્યાર્થીઓને વિજ્ઞાન, કળા, નવીનીકરણની માહિતી મેળવી શકશે વિદ્યાર્થીઓ દ્વારા રચિત વિચારો અને કૃતિઓને મ્યુઝિયમમાં...

રાજસ્થાનમાં CM કોને બનાવવા જોઈએ ? બેઠકમાં પ્રસ્તાવ મૂકાયો

રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદને લઈ રાજકારણ ગરમાયું આજે યોજાનાર બેઠકમાં નવા સીએમ અંગે કરાશે નિર્ણય CM આવાસ પર કોંગ્રેસી નેતા, ધારાસભ્યોનું આવવાનું શરૂ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને કોંગ્રેસના...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!