Tuesday, September 27, 2022
Home Gujarat સુમુલ અને ચોર્યાસી ડેરીના તમામ કાઉન્ટર પરથી રાબેતા મુજબ દૂધનું વેચાણ થશે

સુમુલ અને ચોર્યાસી ડેરીના તમામ કાઉન્ટર પરથી રાબેતા મુજબ દૂધનું વેચાણ થશે

  • દૂધ વિતરણ બંધ હોવાની અફવાથી દૂધ ખરીદવા દુકાનો પર પડાપડી
  • માલધારીઓ 1 લાખ લિટર દૂધ સરકારી હોસ્પિ.ના દર્દીઓને ફ્રિમાં આપશે
  • ઢોર નિયત્રંણ કાયદાના વિરોધમાં માલધારીઓનો અનોખો વિરોધ

ઢોર નિયત્રંણ કાયદાના વિરોધમાં આવતીકાલે રાજ્યભરના માલધારીઓએ દૂધ વિતરણ બંધ રાખવાની જાહેરાત કરી છે. જોકે, બુધવારે આખો દિવસ સુરતમાં દૂધનું વિતરણ સદંતર બંધ રહેશે તેવા મેસેજ સોશિયલ મીડિયામાં મોડી સાંજે વાયરલ થતાં શહેરમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.

દૂધ વિતરણ બંધ હોવાની અફવાથી દૂધ ખરીદવા દુકાનો પર પડાપડી
લોકોએ દૂધ ખરીદવા રીતસરની પડાપડી કરી હતી. ઘર નજીક આવેલી દુકાનો અને સુમુલ ડેરીના કાઉન્ટરો પર લાંબી લાંબી કતાર લાગી જવા પામી હતી. શહેરભરની દુકાનો પર લોકોની ભીડ ઊમટી પડતાં સમુલ ડેરીના અધિકારીઓ પણ દોડતાં થઈ ગયા હતા. વધુમાં બુધવારે સુમુલ અને ચોર્યાસીના તમામ સેન્ટરો પરથી રાબેતા મુજબ દૂધનું વેચાણ ચાલુ રહેશે. તેમજ દરેક સેન્ટર પરથી પર્યાપ્ત માત્રામાં દૂધનો જથ્થો મળી રહેશે. દૂધ વેચાણ બંધ હોવાની વાતને સુમુલના ચેરમેન માનસિંહ પટેલે ફગાવી દીધી હતી. સુમુલ ડેરીની સાથે ચોર્યાસી ડેરી પણ દૂધનું વેચાણ ચાલું રાખશે. ગ્રાહકોને રાબેતા મુજબ દૂધ મળી રહેશે તેમ ચોર્યાસી ડેરીએ પણ જણાવ્યું હતું. જોકે જે લોકોના ઘરે માલધારીઓ દૂધ પહોંચાડે છે, તેઓના ઘરે બુધવારે દૂધ નહીં આવે.

માલધારીઓ 1 લાખ લિટર દૂધ સરકારી હોસ્પિ.ના દર્દીઓને ફ્રિમાં આપશે
બીજી તરફ સુરત જિલ્લા અને શહેરના માલધારીઓ અંદાજિત 1 લાખ લિટર જેટલું દૂધ સરકારી હોસ્પિટલના દર્દીઓ, ગરીબો અને જરૂરિયાતમંદોને વિનામૂલ્યે વિતરણ કરી અનોખી રીતે વિરોધ કરશે. જોકે, મોટાભાગના માલધારીઓ ગ્રાહકોને સીધેસીધું છૂટક દૂધનું વેચાણ કરતાં હોવાથી ડેરીના દૂધની આવક કોઈ અસર થશે નહીં. પરંતુ માલધારીઓ પાસેથી દૂધ ખરીદતા ગ્રાહકોને હાલાકી ભોગવવી પડશે.

સચીન અને પાંડેસરામાં મોડી સાંજ સુમુલ ડેરીના દૂધ વાહનને અટકાવાઇ
માલધારીઓએ 21મીએ દૂધનું વિતરણ નહીં કરવાની જાહેરાત કરી હતી. પરંતુ 20મીએ સાંજથી જ સચિન અને પાંડેસરા વિસ્તારમાં માલધારીઓએ સુમુલ ડેરીના દૂધ વાહનને ઘેરી પથ્થરમારો કરી વાહનમાંથી હવા કાઢી નાખી હતી. એટલું જ નહીં દૂધ વેચાણના કાઉન્ટર પર ઊભેલા દૂધવાહનોના ચાલકો સાથે પણ જીભાજોડી કરી હતી.
ઢોર નિયત્રંણ કાયદાના વિરોધમાં માલધારીઓનો અનોખો વિરોધ દૂધના વાહનોને અટકાવાતા સમુલ ડેરીના જવાબદાર અધિકારીઓએ દોડતાં થઈ ગયા હતા. તથા સુમુલ ડેરીના દૂધ કાઉન્ટરની સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવા માંગ કરી છે. જેમાં 21મીને બુધવારે માલધારીઓએ દૂધ વિતરણ બંધ રાખવાની જાહેરાત કરી છે. ત્યારે માલધારીઓ દ્વારા સુમુલ ડેરીના દૂધ વિતરણ કાઉન્ટર એજન્સી પર હુમલો કરી નુકશાન પહોંચાડવામાં આવે તેની સંભાવના છે ત્યારે સુમુલ ડેરીના દૂધ વેચાણ કેન્દ્રોની સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવા સુમુલ ડેરીએ માંગણી કરી છે.

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

વડોદરામાં શિક્ષક પરિવાર ભેદી સંજોગોમાં ગુમ, પાડોશીનું ચોંકાવનારું નિવેદન

રાહુલ જોશીના મકાનની 29 લાખની લોન લેવાઈ હતી મકાનની લોન બીજાના નામે હોવાથી લોન ધારકની પૂછપરછ એક મહિનાથી આખો પરિવાર ચિંતામાં હતો: રાહુલ જોશીના પાડોશી વડોદરામાં શિક્ષક...

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન, પાકિસ્તાની જાસૂસ ઝડપાયો, ચોંકાવનારા ખુલાસા

પાકિસ્તાન ઈન્ટેલીજન્સ સાથે સંકળાયેલ વ્યક્તિની ધરપકડઆરોપી સીમ કાર્ડ પાકિસ્તાન મોકલતો હતોઅમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આરોપીની કરી રહ્યું છે વધુ પૂછપરછઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સૌથી મોટું ઓપરેશન...

સુરતમાં યુવકને ચોર સમજી ઢોર માર મારતા મોત, ઘટના CCTVમાં કેદ

યુવકને ઢોર માર મારી અધમૂઓ કરી દીધો તબીબે યુવાનનું મોત ગડદાપાટુનો માર મારવાથી થયાનો ખુલાસો કર્યો પોલીસ હત્યાનો ગુનો નોંધી શકમંદોની ડિટેઇન કર્યા સુરત શહેરમાં હત્યાનો સિલસિલો...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

'મહિલાઓ હંમેશા બહાદુર રહી છે', પીએસ 1ના પાત્રો પર ઐશ્વર્યા રાયનું નિવેદન

પીએસ1ની સ્ટાર કાસ્ટે ડિરેક્ટર મણીરત્નમના પણ કર્યા વખાણ અમે મણિ સરને ભારતના 'સ્ટીવન સ્પીલબર્ગ' કહીએ છીએપોનીયિન સેલવાનનો ભાગ 1, 30 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશેમણિરત્નમના ડ્રીમ...

વડોદરામાં શિક્ષક પરિવાર ભેદી સંજોગોમાં ગુમ, પાડોશીનું ચોંકાવનારું નિવેદન

રાહુલ જોશીના મકાનની 29 લાખની લોન લેવાઈ હતી મકાનની લોન બીજાના નામે હોવાથી લોન ધારકની પૂછપરછ એક મહિનાથી આખો પરિવાર ચિંતામાં હતો: રાહુલ જોશીના પાડોશી વડોદરામાં શિક્ષક...

ફ્લોપ કેએલ રાહુલના સમર્થનમાં આવ્યા સુનીલ ગાવસ્કર, કરી પ્રશંસા

એશિયા કપ-ઓસ્ટ્રેલિયા સામે કેએલ રાહુલ રહ્યો ફ્લોપ રહ્યો રાહુલે ટીમ માટે પોતાની વિકેટનું બલિદાન આપ્યું: ગાવસ્કર રાહુલ તે જ કરી રહ્યો હતો જે ટીમ કરાવવા માંગે...

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન, પાકિસ્તાની જાસૂસ ઝડપાયો, ચોંકાવનારા ખુલાસા

પાકિસ્તાન ઈન્ટેલીજન્સ સાથે સંકળાયેલ વ્યક્તિની ધરપકડઆરોપી સીમ કાર્ડ પાકિસ્તાન મોકલતો હતોઅમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આરોપીની કરી રહ્યું છે વધુ પૂછપરછઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સૌથી મોટું ઓપરેશન...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!