Tuesday, September 27, 2022
Home Sports 36મી નેશનલ ગેમ્સમાં મેન્સ TT ટીમે ગુજરાતને પ્રથમ ગોલ્ડ અપાવ્યો

36મી નેશનલ ગેમ્સમાં મેન્સ TT ટીમે ગુજરાતને પ્રથમ ગોલ્ડ અપાવ્યો

  • સાત વર્ષ બાદ ગુજરાતે સિલ્વરને ગોલ્ડમાં પરિવર્તિત કર્યો
  • ગુજરાતની ટિમને સુરતના હરમીત દેસાઈએ લીડ કરી
  • 2015માં ગુજરાત ટીમ સિલ્વર સુધી સીમિત રહી હતી

સુરત ખાતે 36મી નેશનલ ગેમ્સમાં ગુજરાતને પ્રથમ ગોલ્ડ મળ્યો છે. જેમાં ટેબલ ટેનિસમાં ગુજરાતની ટીમ વિજેતા બની છે. ગુજરાતે ગોલ્ડ પર કબજો કરતા દિલ્હીના ફાળે સિલ્વર મેડલ ગયો છે. તથા મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળને સંયુક્ત બ્રોન્ઝ મેડલ મળ્યો છે. 2015માં ગુજરાત ટીમ સિલ્વર સુધી સીમિત રહી હતી જેમાં સાત વર્ષ બાદ ગુજરાતે સિલ્વરને ગોલ્ડમાં પરિવર્તિત કર્યો છે.

- Advertisement -

ગુજરાતે દિલ્હીને 3-0થી પરાજય આપ્યો
ઓપનિંગ સેરેમની યોજાય તે પહેલાં જ ગુજરાતે પોતાના ઘરઆંગણે રમાનારી 36મી નેશનલ ગેમ્સની ટેબલટેનિસમાં ગોલ્ડ મેડલ સાથે ખાતું ખોલાવ્યું છે. ગુજરાતની મેન્સ ટીમે ફાઇનલ મુકાબલામાં દિલ્હી સામે એક પણ ગેમ ગુમાવ્યા વિના ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધો હતો. બીજી તરફ વિમેન્સ ટેબલ ટેનિસમાં બંગાળની ટીમે મહારાષ્ટ્રને હરાવીને ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. મેન્સ તથા વિમેન્સની સેમિફાઇનલમાં પરાસ્ત થનાર મહારાષ્ટ્ર, પચ્ચિમ બંગાળ તથા તામિલનાડુ, તેલંગાણાની ટીમે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. સાત વર્ષ બાદ યોજાયેલી નેશનલ ગેમ્સની પ્રથમ ઇવેન્ટની ફાઇનલમાં ગુજરાતે દિલ્હીને 3-0થી પરાજય આપ્યો હતો.

ગુજરાતની ટિમને સુરતના હરમીત દેસાઈએ લીડ કરી
માનવ ઠક્કરે સુધાંશુ ગ્રોવરને 11-3, 13-11, 14-12થી, હરમીત દેસાઇએ પાયસ જૈનને 11-7, 11-3, 12-10થી તથા માનુષ શાહે યશાંશ મલિકને 11-4, 11-9, 11-4થી હરાવ્યો હતો. વિમેન્સની ફાઇનલમાં પિૃમ બંગાળે મહારાષ્ટ્રને 3-1થી હરાવ્યું હતું. બંગાળ તરફથી આયિકા મુખર્જી, મૌમા દાસ અને સુતીર્થ મુખરજીએ વિજય હાંસલ કર્યા હતા. મહારાષ્ટ્ર માટે રેત્રીષ્યા ટેનિસને એકમાત્ર વિજય મેળવ્યો હતો. અગાઉ સેમિફાઇનલમાં ગુજરાતે પ.બંગાળને 3-0થી પરાજય આપ્યો હતો. બીજો ક્રમાંક ધરાવતા મહારાષ્ટ્રને 3-2થી પરાજય આપ્યો હતો. કોમનવેલ્થ ગેમ્સ ગોલ્ડ મેડાલિસ્ટ હરમીત દેસાઇએ દિલ્હીના અનિર્બાન ઘોષને 11-6, 8-11, 6-11, 11-4, 11-3થી, માનવ ઠક્કરે રોનિત ભાંજાને 11-9, 11-9, 12-10થી તથા માનુષ શાહે જીત ચંદ્રાને 11-5, 11-9, 4-12 તથા 11-1થી હરાવીને ગુજરાતને ફાઇનલમાં પહોંચાડી દીધું હતું.

Source link

- Advertisement -
RELATED ARTICLES

તિરુવનંતપુરમમાં ભારતીય ટીમ પહોંચી, ચાહકોએ સંજુ-સંજુના નારા લગાવ્યા

પ્રથમ મેચ બુધવારે તિરુવનંતપુરમમાં રમાશેસાઉથ આફ્રિકાનો ભારત પ્રવાસ 28 સપ્ટેમ્બરથી શરૂ ચાહકોમાં અલગ જ ગુસ્સાનું વાતાવરણ જોવા મળ્યું T20 વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે...

સ્વિમિંગ પૂલમાં દબદબો મેળવવા ગુજરાતના 18 સ્વિમર્સ તૈયાર, 12 મેડલ્સની સંભાવના

ગુજરાતના 18 સ્વિમર્ગ મેડલ્સ માટેના દાવેદાર રહેશેનેશનલ ગેમ્સમાં ગુજરાત ટોપ-5માં રહેશે તેવી આશા સ્વિમર્સ મોર્ડન ટેક્નિકવાળા પેડલ્સ, પુલ્લબૉય, સ્નોર્કલ સાથે પ્રેક્ટિસ કરે છે ઘરઆંગણે યોજાનારી 36મી...

નેશનલ ગેમ્સમાં મેડલ્સના દાવેદાર સહિત 400 પ્લસ એથ્લેટ્સના ડોપ ટેસ્ટ થશે

ગેમ્સ દરમિયાન સ્પિરિટ ઓફ પ્લે જળવાઈ રહે તે સુનિશ્ચિત કરાશેડોપ ટેસ્ટના દોષિત ખેલાડીઓના નામ જાહેર કરવામાં આવતા નથી ખેલાડીનો ડોપ ટેસ્ટ પોઝિટિવ આવે તો તેને...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

'મહિલાઓ હંમેશા બહાદુર રહી છે', પીએસ 1ના પાત્રો પર ઐશ્વર્યા રાયનું નિવેદન

પીએસ1ની સ્ટાર કાસ્ટે ડિરેક્ટર મણીરત્નમના પણ કર્યા વખાણ અમે મણિ સરને ભારતના 'સ્ટીવન સ્પીલબર્ગ' કહીએ છીએપોનીયિન સેલવાનનો ભાગ 1, 30 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશેમણિરત્નમના ડ્રીમ...

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન, પાકિસ્તાની જાસૂસ ઝડપાયો, ચોંકાવનારા ખુલાસા

પાકિસ્તાન ઈન્ટેલીજન્સ સાથે સંકળાયેલ વ્યક્તિની ધરપકડઆરોપી સીમ કાર્ડ પાકિસ્તાન મોકલતો હતોઅમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આરોપીની કરી રહ્યું છે વધુ પૂછપરછઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સૌથી મોટું ઓપરેશન...

રસોઈની આ વસ્તુઓને મિક્સ કરી બનાવો ફેસપેક, મળશે ગ્લોઈંગ લૂક

નહીં પડે મોંઘી સ્કીન કૅર પ્રોડક્ટ્સની જરૂર ઘઉંનો લોટ, હળદર, ચંદન પાવડર કરશે મદદ દહીં, બેસન, મલાઈ પણ કરો મિક્સ દાદી નાનીની સ્કીન જેવો ગ્લો મેળવવા માટે...

દિલ્હીના શાહીનબાગ, રોહિણીમાં PFI પર તવાઈ, 30 લોકોની અટકાયત

દિલ્હીમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના અનેક સ્થળો પર દરોડા ATS લખનૌની ટીમે બુલંદશહરમાં PFIના અડ્ડાઓ પર દરોડા પાડ્યા ગાઝિયાબાદમાં રાત્રે 3 વાગ્યે દરોડા રાષ્ટ્રીય રાજધાની...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!