Tuesday, September 27, 2022
Home National લગ્ન માત્ર શારીરિક આનંદ નહીં,બાળકો પેદા કરી પરિવાર વધારવો પણ જરૂરી: કોર્ટ

લગ્ન માત્ર શારીરિક આનંદ નહીં,બાળકો પેદા કરી પરિવાર વધારવો પણ જરૂરી: કોર્ટ

  • વકીલ પતિ બાળકને મળવા ન દેતા પત્નીએ મદ્રાસ હાઈકોર્ટમાં ફરિયાદ કરી
  • દંપતી વચ્ચે સંબંધો તૂટી શકે, પરંતુ બાળકો સાથે સંબંધ યથાવત્ રહે છે : કોર્ટ
  • બાળકને ભડકાવવવાની બાબત પેરેન્ટ્સ વિરૂદ્ધમાં ઉભો રાખવા જેવી : કોર્ટ

મદ્રાસ હાઈકોર્ટે બાળકની કસ્ટડીના એક કેસની સુનાવણી દરમિયાન એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું કે લગ્નનો અર્થ માત્ર શારીરિક સુખ જ નથી, તેનો અર્થ પરિવારને વધારવાનો પણ છે. આ એકમાત્ર આધાર, જેનાથી પરિવાર આગળ વધે છે. જસ્ટિસ કૃષ્ણન રામાસ્વામીએ કેસની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, દંપતી વચ્ચે સંબંધોનો અંત આવી શકે છે પરંતુ તેમનો બાળકો સાથે માતા અને પિતા તરીકેનો સંબંધ યથાવત્ રહે છે.

- Advertisement -

પેરેન્ટલ એલિએનેશન અમાનવીય અને બાળક માટે ખતરારૂપ : કોર્ટ

પત્નીએ કોર્ટમાં ફરિયાદ કરી હતી કે, તેનો વકીલ પતિ તેને બાળકને મળતા દેતો નથી અને આ રીતે કોર્ટના આદેશનું પાલન કરવામાં નિષ્ફળ રહ્યો છે. તેથી પત્નીએ કોર્ટમાં પહોંચી છે અને પેરેન્ટલ એલિયેનેશન (માતા/પિતા દ્વારા બાળકને બીજા માતા/પિતાથી દૂર રાખવા માટે ભડકાવવો અથવા વિરૂદ્ધમાં કરવો)નો આરોપ લગાવ્યો છે. પેરેન્ટલ એલિયેનેશન અમાનવીય અને બાળક માટે ખતરારૂપ હોવાનું જણાવી ન્યાયાધીશ રામાસ્વામીએ કહ્યું કે, માતા અથવા પિતા દ્વારા બાળકને વિરોધી બનાવવાની બાબત પોતાના વિરોધી બાનવવા જેવી બાબત છે. કોર્ટે જણાવ્યું કે, એક બાળકને જીવનભર ચાલવા સુધીથી લઈને પુખ્ત ઉંમર સુધી માતા અને પિતા બંનેને પકડી રાખવા માટે બે હાથોની સખ્ત જરૂર હોય છે.

બાળકને તેના જ માતા કે પિતાની વિરુદ્ધ બેસાડવો ખોટું : મદ્રાસ હાઈકોર્ટ

આ મામલાની સુનાવણી કરતા જસ્ટિસ રામાસ્વામીએ કહ્યું કે, બાળકને તેના જ માતા કે પિતાની વિરુદ્ધ બેસાડવો ખોટું છે. આ બાબત એક રીતે બાળકને પોતાની વિરુદ્ધ કરવાનો છે. એક રીતે બાળકને બંને હાથની જરૂર હોય છે એટલે કે તેના માટે માતા અને પિતા બંનેની જરૂરી હોય છે. બાળકોને તેમના આખા જીવન માટે અને ખાસ કરીને તેઓ પુખ્ત વયે પહોંચે ત્યાં સુધી માતાપિતાની જરૂર હોય છે. આટલું જ નહીં, જસ્ટિસ રામાસ્વામીએ કહ્યું કે બાળકમાં માતા-પિતા પ્રત્યે નફરતની ભાવના ન હોઈ શકે જ્યાં સુધી કોઈ નજીકનો અને વિશ્વાસુ તેને ઉશ્કેરતો નથી. તેમણે કહ્યું કે બાળક જેની કસ્ટડીમાં હોય, તે પેરેન્ટ બીજા પેરેન્ટ વિરૂદ્ધ ભડકાવવાની કોશિશ કરે તે યોગ્ય નથી.

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

દિલ્હીના શાહીનબાગ, રોહિણીમાં PFI પર તવાઈ, 30 લોકોની અટકાયત

દિલ્હીમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના અનેક સ્થળો પર દરોડા ATS લખનૌની ટીમે બુલંદશહરમાં PFIના અડ્ડાઓ પર દરોડા પાડ્યા ગાઝિયાબાદમાં રાત્રે 3 વાગ્યે દરોડા રાષ્ટ્રીય રાજધાની...

રાજસ્થાન રાજકીય ઉથલપાથલ, આજે સોનિયા ગાંધીને સોંપાશે રિપોર્ટ

કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે નોમિનેશનની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં ગેહલોત ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા ઓછી અશોક ગેહલોતથી સોનિયા ગાંધી નારાજ રાજસ્થાન કટોકટી અંગે જયપુરથી...

આઠ રાજ્યોમાં NIAના દરોડા, આસામ-કર્ણાટકમાંથી 13ની ધરપકડ

22 સપ્ટેમ્બરે 106 સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી આસામમાં સવારે 5 વાગ્યે દરોડા NIAએ UAPA હેઠળ 5 FIR નોંધી છે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) સહિત અન્ય એજન્સીઓએ...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

'મહિલાઓ હંમેશા બહાદુર રહી છે', પીએસ 1ના પાત્રો પર ઐશ્વર્યા રાયનું નિવેદન

પીએસ1ની સ્ટાર કાસ્ટે ડિરેક્ટર મણીરત્નમના પણ કર્યા વખાણ અમે મણિ સરને ભારતના 'સ્ટીવન સ્પીલબર્ગ' કહીએ છીએપોનીયિન સેલવાનનો ભાગ 1, 30 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશેમણિરત્નમના ડ્રીમ...

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન, પાકિસ્તાની જાસૂસ ઝડપાયો, ચોંકાવનારા ખુલાસા

પાકિસ્તાન ઈન્ટેલીજન્સ સાથે સંકળાયેલ વ્યક્તિની ધરપકડઆરોપી સીમ કાર્ડ પાકિસ્તાન મોકલતો હતોઅમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આરોપીની કરી રહ્યું છે વધુ પૂછપરછઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સૌથી મોટું ઓપરેશન...

રસોઈની આ વસ્તુઓને મિક્સ કરી બનાવો ફેસપેક, મળશે ગ્લોઈંગ લૂક

નહીં પડે મોંઘી સ્કીન કૅર પ્રોડક્ટ્સની જરૂર ઘઉંનો લોટ, હળદર, ચંદન પાવડર કરશે મદદ દહીં, બેસન, મલાઈ પણ કરો મિક્સ દાદી નાનીની સ્કીન જેવો ગ્લો મેળવવા માટે...

દિલ્હીના શાહીનબાગ, રોહિણીમાં PFI પર તવાઈ, 30 લોકોની અટકાયત

દિલ્હીમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના અનેક સ્થળો પર દરોડા ATS લખનૌની ટીમે બુલંદશહરમાં PFIના અડ્ડાઓ પર દરોડા પાડ્યા ગાઝિયાબાદમાં રાત્રે 3 વાગ્યે દરોડા રાષ્ટ્રીય રાજધાની...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!