Sunday, September 25, 2022
Home National ઝારખંડમાં બુદ્ધ પહાડ ખાતેથી માઓવાદીઓનો સફાયો કરાયો

ઝારખંડમાં બુદ્ધ પહાડ ખાતેથી માઓવાદીઓનો સફાયો કરાયો

  • દેશની આંતરિક સુરક્ષા માટે મોટી સિદ્ધિ ગણાવી
  • ઝારખંડમાં બુદ્ધ પહાડ ખાતેથી માઓવાદીનો સફાયો કરાયો
  • નક્સલીગ્રસ્ત વિસ્તારોમાં પહેલીવાર સુરક્ષા દળોના કાયમી કેમ્પ નાંખવામાં આવ્યા

ઝારખંડમાં બુદ્ધ પહાડ ખાતેથી માઓવાદીનો સફાયો કરાયો છે તેમ કેન્દ્રનાં ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું. તેમણે આ ઘટનાને દેશની આંતરિક સુરક્ષા માટે ઐતિહાસિક સિદ્ધિ ગણાવી હતી. બુદ્ધ પહાડ અને તેની આસપાસના વિસ્તારોમાં માઓવાદીઓ – નક્સલવાદીઓએ છેલ્લા 30 વર્ષ કરતા વધુ સમયથી વર્ચસ્વ જમાવ્યું હતું. ઓપરેશન ઓક્ટોપસ હેઠળ આ વિસ્તારમાંથી માઓવાદીઓને મૂળમાંથી ઉખેડી નાંખવામાં આવ્યા છે. પીએમ મોદીનાં નેતૃત્વમાં સુરક્ષા દળોએ ડાબેરી ઉગ્રવાદીઓનો સફાયો કરવામાં અપ્રતિમ સફળતા હાંસલ કરી છે. આ માટે CRPF તેમજ સુરક્ષા દળો અને ત્રણ રાજ્યોનાં પોલીસદળને તેમણે અભિનંદન આપ્યા હતા. સુરક્ષા દળોએ નક્સલીઓનાં ટોચનાં કમાન્ડરો અરવિંદ સિંહ ઉર્ફે દેવ કુમાર, સુધાકરન, મિથિલેશ માહતો, વિવેક આર્ય તેમજ પ્રમોદ મિશ્રા અને વિમલ યાદવ જેવા ખૂંખાર નક્સલીઓને ઠાર કર્યા હતા અથવા તો ખદેડી મૂક્યા હતા. ઝારખંડ, તેલંગણા અને છત્તીગસઢની પોલીસ દ્વારા નક્સલીઓનો સફાયો કરવા માટે મોટાપાયે અભિયાન હાથ ધરાયું હતું. બુદ્ધ પહાડ, ચક્રબંધ અને ભીમબંધનાં દુર્ગમ વિસ્તારોમાં માઓવાદીઓને ખદેડીને પહેલીવાર સુરક્ષા દળોનાં કાયમી કેમ્પ નાંખવામાં આવ્યા છે.

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

રાજસ્થાન કોંગ્રેસમાં વિવાદ : પાયલોટનો વિરોધ, 92 ધારાસભ્યોના રાજીનામાની ધમકી

પાયલટની મુખ્યમંત્રીની ઉમેદવારી સામે ગેહલોતને સમર્થન આપતા 92 ધારાસભ્યોના રાજીનામા રાજીનામાની ધમકી આપનાર ધારાસભ્યો સીએમ પદ માટે પાયલટના દાવાને લઈને નારાજ રાજસ્થાનમાં રાજકારણ ગરમાતા કોંગ્રેસની પરેશાની...

રાજસ્થાનમાં CM કોને બનાવવા જોઈએ ? બેઠકમાં પ્રસ્તાવ મૂકાયો

રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદને લઈ રાજકારણ ગરમાયું આજે યોજાનાર બેઠકમાં નવા સીએમ અંગે કરાશે નિર્ણય CM આવાસ પર કોંગ્રેસી નેતા, ધારાસભ્યોનું આવવાનું શરૂ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને કોંગ્રેસના...

તમે ક્યારેય હરતો-ફરતો ‘ટ્રક મેરેજ હોલ’ જોયો છે? મહિન્દ્રાએ VIDEO શેર કર્યો

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ફરી ટ્વિટ કરી લોકોને આશ્ચર્યમાં મૂક્યા મહિન્દ્રાએ ટ્રકમાં બનાવેલા ક્રિએટીવ મેરેજ હોલનો વીડિયો શેર કર્યો ટ્રક મેરેજ હોલમાં AC સહિત તમામ સુવિધા, 200ને...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

IND Vs AUS LIVE: 14 ઓવર બાદ ભારતનો સ્કોર 134/3

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવની શતકીય પાર્ટનરશીપ સુર્યકુમાર યાદવ 36 બોલમાં 69 રન બનાવી આઉટ વિરાટ કોહલી 40 રન બનાવી ક્રિઝ પર હાજર હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત...

રાજસ્થાન કોંગ્રેસમાં વિવાદ : પાયલોટનો વિરોધ, 92 ધારાસભ્યોના રાજીનામાની ધમકી

પાયલટની મુખ્યમંત્રીની ઉમેદવારી સામે ગેહલોતને સમર્થન આપતા 92 ધારાસભ્યોના રાજીનામા રાજીનામાની ધમકી આપનાર ધારાસભ્યો સીએમ પદ માટે પાયલટના દાવાને લઈને નારાજ રાજસ્થાનમાં રાજકારણ ગરમાતા કોંગ્રેસની પરેશાની...

PM મોદી 29 સપ્ટેમ્બરે સુરતમાં ‘ખોજ મ્યુઝિયમ’નું ઉદ્ઘાટન કરશે

ખોજ મ્યુઝિયમમાં પ્રદર્શિત ગેલેરીઓ સતત બદલાતી રહે તે પ્રમાણે વિકસાવાઈ મ્યુઝિયમ થકી વિદ્યાર્થીઓને વિજ્ઞાન, કળા, નવીનીકરણની માહિતી મેળવી શકશે વિદ્યાર્થીઓ દ્વારા રચિત વિચારો અને કૃતિઓને મ્યુઝિયમમાં...

રાજસ્થાનમાં CM કોને બનાવવા જોઈએ ? બેઠકમાં પ્રસ્તાવ મૂકાયો

રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદને લઈ રાજકારણ ગરમાયું આજે યોજાનાર બેઠકમાં નવા સીએમ અંગે કરાશે નિર્ણય CM આવાસ પર કોંગ્રેસી નેતા, ધારાસભ્યોનું આવવાનું શરૂ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને કોંગ્રેસના...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!