Tuesday, September 27, 2022
Home Gujarat રાજકોટમાં વેતન વધારાની માંગ સાથે આંગણવાડી બહેનોની મહારેલી

રાજકોટમાં વેતન વધારાની માંગ સાથે આંગણવાડી બહેનોની મહારેલી

  • વેતન વધારા સહિતના પ્રશ્નોએ નિરાકરણ લાવવા રાજકોટમાં રેલી
  • જિલ્લા પંચાયત ખાતે દેખાવો કરી આવેદન પાઠવાયું
  • લાંબા સમયથી પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવા અપીલ

રાજ્યમાં એક લાખ જેટલી આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ ગ્રામ્યસ્તર સુધી પહોંચાડવાનું કામ કરી રહી છે. આ ઉપરાંત છેલ્લા ત્રણ-ચાર માસથી કામગીરી દિવસ રાત જોયા વિના કરી રહી છે. ત્યારે મહિલા અને બાળ વિકાસ વિભાગ તળે કામ કરતી બહેનોના લાંબા સમયથી પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવા અપીલ છે. આજે રાજકોટ જિલ્લા પંચાયત ખાતે કર્મચારીઓએ દેખાવ કરી ડીડીઓને આવેદનપત્ર પાઠવ્યું હતું.

- Advertisement -

આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોને સરકારી નોકરીયાતને મળતા લઘુતમ વેતન આપવું. તેમજ વચગાળાની રાહતરૂપે વર્કરને મળતા રૂપિયા 7800માં વધારો કરીને રૂપિયા 12000 કરવા તેમજ હેલ્પરને મળતા રૂપિયા 3900માં વધારો કરીને રૂપિયા 11000 કરવા વિનંતી છે.

આ ઉપરાંત 2019માં રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલા મોબાઈલ સારી ક્વોલિટીના નથી તો સરકાર તેમને સારી ક્વોલિટીના મોબાઈલ આપે, તેમજ તમામ રાજ્યોમાં નિવૃતિ વયમર્યાદા 60 વર્ષથી ઉપરની છે જ્યારે ગુજરાતમાં નિવૃતિ વયમર્યાદા 58 વર્ષની છે જેમાં બે વર્ષનો વધારો કરીને 60 વર્ષ કરવામાં આવે. તેમજ આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોને ગ્રેચ્યુઈટીની રકમ તાકીદે ચૂકવવામાં આવે તથા પેન્શન અને પ્રોવિડન્ડ ફંડ યોજના લાગુ કરવા વિનંતી છે.

- Advertisement -

રાજ્ય સરકારની પોષણ સુધા યોજનામાં લાભાર્થી-સગર્ભા માતાના પૂર્ણ ભોજન માટે માત્ર રૂપિયા 19 જેવી મશ્કરી સમાન રકમ આપવામાં આવે છે. તેમાં વધારો કરીને તે રકમ રૂપિયા 80 સુધીની કરવી. તેમજ આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોને જિલ્લા અને તાલુકા ફેર બદલીની તક આપવા, વર્કરમાંથી સુપરવાઈઝરનું અને હેલ્પરમાંથી વર્કર તરીકે પ્રમોશન 50 ટકા જગ્યા ઉપર આપવાના કેન્દ્ર સરકારના પરિપત્રની અમલવારી કરીને તાત્કાલીક પ્રમોશન આપવા સહિતના મુદ્દાઓના નિરાકણ કરવા માટે જણાવાયું હતું.

Source link

- Advertisement -
RELATED ARTICLES

અમદાવાદીઓને લાગ્યું નવરાત્રિનું ઘેલુ, જાણો ક્યાં ઝૂમ્યા ખેલૈયાઓ

ટ્રેડિશનલ ગીતો સાથે સનેડો રહ્યું ફેમસ ટ્રેડિશનલની સાથે સાથે વેસ્ટર્ન લૂકે રાખ્યો રંગ ક્યાંક તો ખેલૈયાઓએ બ્રેક લીધા વિના જ ગરબા માણ્યા કોરોના બાદ આ વર્ષે 2...

વડોદરામાં શિક્ષક પરિવાર ભેદી સંજોગોમાં ગુમ, પાડોશીનું ચોંકાવનારું નિવેદન

રાહુલ જોશીના મકાનની 29 લાખની લોન લેવાઈ હતી મકાનની લોન બીજાના નામે હોવાથી લોન ધારકની પૂછપરછ એક મહિનાથી આખો પરિવાર ચિંતામાં હતો: રાહુલ જોશીના પાડોશી વડોદરામાં શિક્ષક...

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન, પાકિસ્તાની જાસૂસ ઝડપાયો, ચોંકાવનારા ખુલાસા

પાકિસ્તાન ઈન્ટેલીજન્સ સાથે સંકળાયેલ વ્યક્તિની ધરપકડઆરોપી સીમ કાર્ડ પાકિસ્તાન મોકલતો હતોઅમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આરોપીની કરી રહ્યું છે વધુ પૂછપરછઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સૌથી મોટું ઓપરેશન...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

અમદાવાદીઓને લાગ્યું નવરાત્રિનું ઘેલુ, જાણો ક્યાં ઝૂમ્યા ખેલૈયાઓ

ટ્રેડિશનલ ગીતો સાથે સનેડો રહ્યું ફેમસ ટ્રેડિશનલની સાથે સાથે વેસ્ટર્ન લૂકે રાખ્યો રંગ ક્યાંક તો ખેલૈયાઓએ બ્રેક લીધા વિના જ ગરબા માણ્યા કોરોના બાદ આ વર્ષે 2...

ભારત-પાકિસ્તાન મહામુકાબલા માટે તૈયાર થઈ રહ્યું છે ઐતિહાસિક સ્ટેડિયમ

મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં T20 વર્લ્ડકપની તૈયારીઓ શરૂ ભારત-પાકિસ્તાન વચ્ચે 23 ઓક્ટોબરે MCGમાં થશે મુકાબલો એક સાથે એક લાખ લોકો સ્ટેડિયમમાં જોઈ શકશે મેચ ભારત અને પાકિસ્તાન...

વિક્રમ વેધાને કરીના કપૂરે કહી બ્લોકબસ્ટર, શું કહે છે રાકેશ રોશન? જાણો…

 'વિક્રમ વેધા' ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છેસ્ક્રીનીંગમાં બોલીવુડના સેલેબ્સે રિલીઝ પહેલા જોઈ વિક્રમ વેધારાકેશ રોશને વિક્રમ વેધાને બ્લોકબસ્ટર કહેતા શ્રેય તમામને આપ્યો હૃતિક...

પાકિસ્તાન: PMની ઓડિયો ક્લિપ થઈ વાયરલ, ઈમરાન ખાને રાજીનામું માંગ્યું

વડાપ્રધાન સાથે અન્ય મંત્રીઓનો ઓડિયો વાયરલ થયા પાકિસ્તાનની તમામ એજન્સીઓએ તપાસ હાથ ધરી કોઈ શરમ બાકી હોય તો તેણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ: ખાન પાકિસ્તાનના વડા પ્રધાન...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!