Sunday, September 25, 2022
Home National ‘નકલી’થી સરકારને 58 હજાર કરોડનું નુકસાન, 16 લાખ નોકરીઓ પર પણ અસર

‘નકલી’થી સરકારને 58 હજાર કરોડનું નુકસાન, 16 લાખ નોકરીઓ પર પણ અસર

  • કોરોના દરમિયાન નકલી સામાનોની દાણચોરી અને ઘૂસણખોરી વધી : FICCI કાસ્કેડ
  • ટેક્સના રૂપે સરકારને નકલી સામાનો, દાણચોરીથી 58 હજાર કરોડથી વધુનું નુકસાન થયું
  • ગેરકાયદે કારોબારને અંકુશમાં લેવાય તો તે અર્થવ્યવસ્થા માટે ફાયદાકારક સાબિત થશે

ગેરકાયદેસર કારોબાર એટલે કે નકલી ચીજવસ્તુઓની દાણચોરી અને ઘૂસણખોરી દેશ અને વિશ્વની અર્થવ્યવસ્થા માટે સતત પડકારરૂપ બની રહી છે. તમામ પ્રયાસો છતાં આ કારસ્તાન સતત વધી રહ્યું છે. આ કારસ્તાનમાં વધારાને કારણે દેશની અર્થવ્યવસ્થા પર પણ અસર પડી રહી છે. એટલું જ નહીં આ કારસ્તાનના કારણે વિકાસ દર પર અસર પડે છે, બેરોજગારીમાં વધારો કરે છે અને ઉત્પાદન જેવી પ્રવૃત્તિઓને પણ ધીમી પાડે છે. આંતરરાષ્ટ્રીય અનુમાન મુજબ FICCI કાસ્કેડનો દાવો છે કે, કોરોના દરમિયાન નકલી સામાનની દાણચોરી અને ઘૂસણખોરી વધી છે, જેના કારણે સપ્લાય ચેઈન પ્રભાવિત થઈ છે, વપરાશની પેટર્ન પણ બદલાઈ છે અને અન્ય સમસ્યાઓ પણ જોવા મળી છે.

- Advertisement -

અર્થતંત્રના વિકાસમાં અવરોધ

FICCI કાસ્કેડના સલાહકાર અને CBICના ભૂતપૂર્વ અધ્યક્ષ પીસી ઝાએ જણાવ્યું કે, ગેરકાયદેસર કારોબારને કાબૂમાં મેળવ્યા વિના અર્થતંત્રને નવી ઊંચાઈએ લઈ જવાના લક્ષ્યાંકને હાંસલ કરવું સરકાર માટે મુશ્કેલ છે. આ માટે સરકારે નકલી સામાન અને દાણચોરીના ધંધાને રોકવા માટે દરેક સેગમેન્ટ મુજબ કામ કરવું જોઈએ. અને જે સેગમેન્ટમાં સૌથી વધુ દાણચોરી થાય છે, તે સેગમેન્ટમાં પહેલા કાર્યવાહી કરવી જોઈએ.

2.5 લાખ કરોડનો ગેરકાયદેસર ધંધો

ભારતની વાત કરીએ તો, અહીં 5 સેક્ટરોમાં નકલી સામાનોની દાણચોરી અને ઘૂસણખોરીના કારણે સૌથી વધુ અસર જોવા મળી રહી છે. FICCI કાસ્કેડના દાવા અનુસાર, તેમાં મોબાઇલ ફોન, ઘરેલું અને વ્યક્તિગત ઉપયોગમાં લેવાતા FMCG ઉત્પાદનો, પેકેજ્ડ FMCG ઉત્પાદનો, તમાકુ ઉત્પાદનો અને આલ્કોહોલિક પીણાંનો સમાવેશ થાય છે. આ પાંચ સેક્ટરમાં આશરે રૂ. 2.60 લાખ કરોડનો ગેરકાયદે કારોબાર થવાનો અંદાજ છે. આ ગેરકાયદેસર ધંધામાં FMCGની પણ લગભગ 75 ટકા ભાગીદારી છે.

- Advertisement -

કડક સજાની જોગવાઈ જરૂરી

CBICના ભૂતપૂર્વ ચેરમેન અને FICCI કાસ્કેડ થિંક ટેન્કના સભ્ય નજીબ શાહનું માનવું છે કે, સામાનની સપ્લાય અને ડિમાન્ડની સાથે સ્થાનિક મેન્યુફેક્ચરિંગ સેક્ટરને મજબૂત કરીને આ સમસ્યાને દૂર કરી શકાય છે. ઉપરાંત ગ્રાહકોને જાગૃત કરીને, પોલીસિંગને મજબૂત કરીને, કડક સજાની જોગવાઈઓ કરીને, ટેક્નોલોજીનો બહેતર ઉપયોગ કરી, એજન્સીઓના પરસ્પર અને આંતરરાષ્ટ્રીય સંકલન દ્વારા તેને અટકાવી શકાય છે.

ગેરકાયદે ધંધાથી 16 લાખ રોજગારીની તકો છીનવાઈ

ગેરકાયદે ધંધાને કાબૂમાં લેવો શા માટે ખૂબ જ જરૂરી છે તે સમજવા માટે કેટલાક આંકડા જોઈએ તો નકલી અને દાણચોરીના માલના કારણે ભારતમાં લગભગ 16 લાખ નોકરીઓ ઘટી ગઈ છે. એકલા FMCG ઉદ્યોગમાં 68 ટકા નોકરીઓનું નુકસાન થયું છે. નકલી સામાન અને દાણચોરીના કારણે સરકારને ટેક્સ તરીકે 58 હજાર કરોડથી વધુનું નુકસાન થયું છે, તેમાંથી એકલા તમાકુ અને આલ્કોહોલથી સરકારને 49 ટકા ટેક્સનું નુકસાન થયું છે. FICCI કાસ્કેડના ચેરમેન અનિલ રાજપૂતનું કહેવું છે કે, જો આ ગેરકાયદે કારોબારને અંકુશમાં લેવામાં આવે તો તે દેશની અર્થવ્યવસ્થા માટે ફાયદાકારક સાબિત થશે. આનાથી 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાના સપનાને સાકાર કરવામાં વેગ મળશે. આ સાથે ભારતના સ્થાનિક ઉત્પાદન ઉદ્યોગને ઉત્પાદન વધારવાની અને રોજગારીની વધુ તકો પૂરી પાડવાની તક મળશે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

રાજસ્થાન કોંગ્રેસમાં વિવાદ : પાયલોટનો વિરોધ, 92 ધારાસભ્યોના રાજીનામાની ધમકી

પાયલટની મુખ્યમંત્રીની ઉમેદવારી સામે ગેહલોતને સમર્થન આપતા 92 ધારાસભ્યોના રાજીનામા રાજીનામાની ધમકી આપનાર ધારાસભ્યો સીએમ પદ માટે પાયલટના દાવાને લઈને નારાજ રાજસ્થાનમાં રાજકારણ ગરમાતા કોંગ્રેસની પરેશાની...

રાજસ્થાનમાં CM કોને બનાવવા જોઈએ ? બેઠકમાં પ્રસ્તાવ મૂકાયો

રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદને લઈ રાજકારણ ગરમાયું આજે યોજાનાર બેઠકમાં નવા સીએમ અંગે કરાશે નિર્ણય CM આવાસ પર કોંગ્રેસી નેતા, ધારાસભ્યોનું આવવાનું શરૂ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને કોંગ્રેસના...

તમે ક્યારેય હરતો-ફરતો ‘ટ્રક મેરેજ હોલ’ જોયો છે? મહિન્દ્રાએ VIDEO શેર કર્યો

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ફરી ટ્વિટ કરી લોકોને આશ્ચર્યમાં મૂક્યા મહિન્દ્રાએ ટ્રકમાં બનાવેલા ક્રિએટીવ મેરેજ હોલનો વીડિયો શેર કર્યો ટ્રક મેરેજ હોલમાં AC સહિત તમામ સુવિધા, 200ને...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

અંતિમ T20માં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવી શ્રેણી 2-1થી જીતી

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવ-હાર્દિક પંડ્યાની ફટકાબાજી સુર્યકુમાર યાદવે 36 બોલમાં 69 રન ફટકાર્યા વિરાટ કોહલીના 48 બોલમાં દમદાર 63 રન વિરાટ કોહલી, સુર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યાની ફટકાબાજીની મદદથી...

અમિત શાહની ગુજરાત મુલાકાત : 26 અને 27મીએ 13 કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે

ચૂંટણી નજીક આવતા જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાત સતત વધી 26મીએ તેમના સંસદીય ક્ષેત્ર વિરોચન નગરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે કેન્દ્રીય મંત્રી...

IND Vs AUS LIVE: 14 ઓવર બાદ ભારતનો સ્કોર 134/3

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવની શતકીય પાર્ટનરશીપ સુર્યકુમાર યાદવ 36 બોલમાં 69 રન બનાવી આઉટ વિરાટ કોહલી 40 રન બનાવી ક્રિઝ પર હાજર હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત...

રાજસ્થાન કોંગ્રેસમાં વિવાદ : પાયલોટનો વિરોધ, 92 ધારાસભ્યોના રાજીનામાની ધમકી

પાયલટની મુખ્યમંત્રીની ઉમેદવારી સામે ગેહલોતને સમર્થન આપતા 92 ધારાસભ્યોના રાજીનામા રાજીનામાની ધમકી આપનાર ધારાસભ્યો સીએમ પદ માટે પાયલટના દાવાને લઈને નારાજ રાજસ્થાનમાં રાજકારણ ગરમાતા કોંગ્રેસની પરેશાની...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!