Tuesday, September 27, 2022
Home Sports લોર્ડ્ઝ 2025ની WTC ફાઇનલની યજમાની કરશે

લોર્ડ્ઝ 2025ની WTC ફાઇનલની યજમાની કરશે

  • ઐતિહાસિક લોર્ડ્ઝ ગ્રાઉન્ડમાં 2025 WTC ફાઇનલ યોજાશે
  • બંને WTC ફાઇનલની તારીખો આગામી સમયમાં જાહેર કરાશે
  • કેલેન્ડર મુજબ ફાઇનલ વખતે શાનદાર વાતાવરણ રહેશે

ICCએ જાહેરાત કરી છે કે 2023માં રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ લંડનના ધ ઓવલમાં રમાશે અને ઐતિહાસિક લોર્ડ્ઝ ગ્રાઉન્ડ 2025 WTC ફાઇનલની યજમાની કરશે. ICCના મુખ્ય અધિકારી જ્યોફ એલાર્ડિસે જણાવ્યું હતું કે આગામી બે સિઝનની ફાઇનલ માટે બે પ્રતિષ્ઠિત ગ્રાઉન્ડને યજમાની સોંપવાનો અમને આનંદ થયો છે. 2023ની ફાઇનલની યજમાની ધ ઓવલને સોંપવામાં આવી છે કારણ કે આ ગ્રાઉન્ડ પણ ઐતિહાસિક છે અને કેલેન્ડર મુજબ ફાઇનલ વખતે શાનદાર વાતાવરણ રહેશે.

- Advertisement -

બંને WTC ફાઇનલની તારીખો જલ્દી જાહેર કરાશે

એલાર્ડિસે જણાવ્યું હતું કે 2025ની ફાઇનલ અમે લોર્ડ્ઝમાં રમાડીશું જે ટેસ્ટ ક્રિકેટના ટાઇટલ મુકાબલા માટે સૌથી યોગ્ય મેદાન છે. સાઉથમ્પ્ટન ખાતે ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે રમાયેલી WTCની ફાઇનલ એક મનોરંજનવાળો મુકાબલો બન્યો હતો અને મને ખાતરી છે કે વિશ્વભરના સમર્થકો ધ ઓવલ ખાતે રમાનારી આગામી ફાઇનલની આતુરતાથી રાહ જોશે. 2023 અને 2025માં રમાનારી બંને WTC ફાઇનલની તારીખો આગામી સમયમાં જાહેર કરવામાં આવશે. જુલાઈમાં બર્મિંગહામ ખાતે ICCની વાર્ષિક સામાન્ય સભા દરમિયાન ઇંગ્લેન્ડને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની આગામી બે ફાઇનલના યજમાન તરીકે પસંદ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ICCએ અન્ય ઇવેન્ટ્સની યજમાની કરનાર દેશોની પણ જાહેરાત કરી હતી.

Source link

- Advertisement -
RELATED ARTICLES

ફ્લોપ કેએલ રાહુલના સમર્થનમાં આવ્યા સુનીલ ગાવસ્કર, કરી પ્રશંસા

એશિયા કપ-ઓસ્ટ્રેલિયા સામે કેએલ રાહુલ રહ્યો ફ્લોપ રહ્યો રાહુલે ટીમ માટે પોતાની વિકેટનું બલિદાન આપ્યું: ગાવસ્કર રાહુલ તે જ કરી રહ્યો હતો જે ટીમ કરાવવા માંગે...

તિરુવનંતપુરમમાં ભારતીય ટીમ પહોંચી, ચાહકોએ સંજુ-સંજુના નારા લગાવ્યા

પ્રથમ મેચ બુધવારે તિરુવનંતપુરમમાં રમાશેસાઉથ આફ્રિકાનો ભારત પ્રવાસ 28 સપ્ટેમ્બરથી શરૂ ચાહકોમાં અલગ જ ગુસ્સાનું વાતાવરણ જોવા મળ્યું T20 વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે...

સ્વિમિંગ પૂલમાં દબદબો મેળવવા ગુજરાતના 18 સ્વિમર્સ તૈયાર, 12 મેડલ્સની સંભાવના

ગુજરાતના 18 સ્વિમર્ગ મેડલ્સ માટેના દાવેદાર રહેશેનેશનલ ગેમ્સમાં ગુજરાત ટોપ-5માં રહેશે તેવી આશા સ્વિમર્સ મોર્ડન ટેક્નિકવાળા પેડલ્સ, પુલ્લબૉય, સ્નોર્કલ સાથે પ્રેક્ટિસ કરે છે ઘરઆંગણે યોજાનારી 36મી...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

'મહિલાઓ હંમેશા બહાદુર રહી છે', પીએસ 1ના પાત્રો પર ઐશ્વર્યા રાયનું નિવેદન

પીએસ1ની સ્ટાર કાસ્ટે ડિરેક્ટર મણીરત્નમના પણ કર્યા વખાણ અમે મણિ સરને ભારતના 'સ્ટીવન સ્પીલબર્ગ' કહીએ છીએપોનીયિન સેલવાનનો ભાગ 1, 30 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશેમણિરત્નમના ડ્રીમ...

ફ્લોપ કેએલ રાહુલના સમર્થનમાં આવ્યા સુનીલ ગાવસ્કર, કરી પ્રશંસા

એશિયા કપ-ઓસ્ટ્રેલિયા સામે કેએલ રાહુલ રહ્યો ફ્લોપ રહ્યો રાહુલે ટીમ માટે પોતાની વિકેટનું બલિદાન આપ્યું: ગાવસ્કર રાહુલ તે જ કરી રહ્યો હતો જે ટીમ કરાવવા માંગે...

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન, પાકિસ્તાની જાસૂસ ઝડપાયો, ચોંકાવનારા ખુલાસા

પાકિસ્તાન ઈન્ટેલીજન્સ સાથે સંકળાયેલ વ્યક્તિની ધરપકડઆરોપી સીમ કાર્ડ પાકિસ્તાન મોકલતો હતોઅમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આરોપીની કરી રહ્યું છે વધુ પૂછપરછઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સૌથી મોટું ઓપરેશન...

રસોઈની આ વસ્તુઓને મિક્સ કરી બનાવો ફેસપેક, મળશે ગ્લોઈંગ લૂક

નહીં પડે મોંઘી સ્કીન કૅર પ્રોડક્ટ્સની જરૂર ઘઉંનો લોટ, હળદર, ચંદન પાવડર કરશે મદદ દહીં, બેસન, મલાઈ પણ કરો મિક્સ દાદી નાનીની સ્કીન જેવો ગ્લો મેળવવા માટે...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!