Saturday, October 1, 2022
Home International 15 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ !! લાગી લાંબી કતારો

15 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ !! લાગી લાંબી કતારો

અહીં અચાનક વેચાવા લાગ્યો 15 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ, ટાંકી ફુલ કરાવવા માટે લાગી લોકોની ભીડ

જ્યારે લોકો પેટ્રોલની વધતી કિંમતોથી ત્રાહિમામ પોકારી રહ્યા છે. ત્યારે તમને માત્ર 15 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ મળવાનું શરૂ થાય તો કેવુ રહેશે?

આ વાર્તા કોઈ ફિલ્મની નથી. પરંતુ બુધવારે એક પેટ્રોલ પંપ પર પણ આવો જ નજારો જોવા મળ્યો હતો. જ્યાં અચાનક પેટ્રોલની કિંમત 135 રૂપિયા પ્રતિ લીટરથી ઘટીને માત્ર 15 રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ. થોડી જ વારમાં પેટ્રોલ પંપ પર ટાંકી ભરવા લોકોની ભીડ જોવા મળી.

- Advertisement -

હકીકતમાં મામલો એ હતો કે…

સંબંધિત પેટ્રોલ પંપ પર ફરજ બજાવતા મેનેજરની ભૂલને કારણે 135 રૂપિયા પ્રતિ લીટર વેચાતું પેટ્રોલ અચાનક 15 રૂપિયામાં વેચાવા લાગ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે મેનેજરના કારણે પેટ્રોલ પંપને થોડા જ કલાકોમાં 12.5 લાખ રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું.

હકીકતમાં આ ઘટના અમેરિકાના ઉત્તર કેલિફોર્નિયા શહેરની છે. અહીં ફરજ પરના મેનેજર જ્હોન સેસિનાએ પેટ્રોલ પંપના મીટર રીડિંગમાં ખોટી જગ્યાએ ડેસિમલ નાખ્યો હતો. આ કારણથી ત્યાં પેટ્રોલ 501 રૂપિયા પ્રતિ ગેલન વેચાવા લાગ્યું.

તેમની આ ભૂલને કારણે લોકોને 50 લિટરની ટાંકી ભરવા માટે માત્ર 750 રૂપિયા ચૂકવવા પડ્યા, જ્યારે તેની કિંમત લગભગ 6750 રૂપિયા છે. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં ઘણા પેટ્રોલ પંપ પર સેલ્ફ સર્વિસની સિસ્ટમ છે જ્યાં લોકો જાતે પેટ્રોલ ભરે છે.

- Advertisement -

મેનેજરની હકાલપટ્ટી

પેટ્રોલ પંપ પર તૈનાત મેનેજરની આ ભૂલને કારણે મેનેજર જ્હોન સિસીનાને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યો હતો. તેની ભૂલનો 200થી વધુ લોકોએ ફાયદો ઉઠાવ્યો અને કંપનીને 12.5 લાખ રૂપિયાનું નુકસાન થયું. મીડિયા અહેવાલ મુજબ જ્હોને કબૂલ્યું હતું કે મેં તમામ પ્રાઇસની લિસ્ટ જાતે મૂકી છે. હું સંમત છું કે આ મારી ભૂલ છે. જ્હોને જણાવ્યું કે તે એ વાતથી ચિંતિત છે કે પેટ્રોલ પંપના માલિક આ નુકસાનની ભરપાઈ કરવા માટે તેના પર કેસ ન કરે.

- Advertisement -
RELATED ARTICLES

યુક્રેનનાં કિવમાં સામાન્ય નાગરિકો પર રશિયાનો હુમલો, 25ના મોત

વાહનોને પંચર કરવામાં આવ્યા હતાઆ હુમલા માટે યુક્રેનિયન દળોને જવાબદાર ઠેરવ્યા હતા ઝાપોરિઝ્ઝિયા શહેરનો વિસ્તાર એક મુખ્ય "ટ્રાન્ઝીટ પોઈન્ટ" યુક્રેનના નાગરિકના વાહનોનો કાફલો શુક્રવારે શહેરમાં...

રિસર્ચઃ શું આંગળીની લંબાઈનું પણ છે જાતીય સંબંધ સાથે કનેક્શન?

લેસ્બિયન મહિલાઓની આંગળી વચ્ચેનું અંતર વધુ પુરુષોમાં બીજી અને ચોથી આંગળી વચ્ચે હોય છે વધુ જગ્યા મહિલાઓની રિંગ ફિંગર અને તર્જની આંગળીની લંબાઈમાં અંતર હોય છે આર્કાઈવ...

આ ધર્મમાં નથી યુવતીઓને ક્યારેય વાળ કપાવવાની પરમિશન! મનાય છે ગુનો

આ નિયમોનું પાલન લાંબા સમયથી ચાલી રહ્યું છે મહિલાઓ ફક્ત ઘરની અંદર જ વાળ ખોલી શકે છે કોઈ મહિલા ભૂલથી પણ વાળ કાપે તો તેને પાપ...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!