Tuesday, September 27, 2022
Home National દેશમાં સુરક્ષિત દવાઓનું લીસ્ટ જાહેર | ઓડિશામાં પોલીસ પાર્ટી પર હુમલો

દેશમાં સુરક્ષિત દવાઓનું લીસ્ટ જાહેર | ઓડિશામાં પોલીસ પાર્ટી પર હુમલો

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય સામાન્ય લોકોને વ્યાજબી અને સુલભ સ્વરૂપમાં આવશ્યક દવાઓ ઉપલબ્ધ કરાવવા પર સતત ભાર આપી રહ્યું છે. આરોગ્ય મંત્રાલયે હવે આવશ્યક દવાઓની નવી રાષ્ટ્રીય યાદી બહાર પાડી છે, જેમાં 384 દવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો, ઓડિશાના ગજપતિ જિલ્લામાં ગાંજાની દાણચોરીના આરોપમાં સ્થાનિક યુવકની ધરપકડ કરાઈ હતી. જેના વિરોધમાં મંગળવારે લગભગ 200 લોકો બળજબરી પોલીસ સ્ટેશનમાં ઘૂસી ગયા હતા અને પોલીસ કર્મચારીઓ પર હુમલો કર્યો. ત્યારે, પાકિસ્તાનમાં ગુમ થયેલા લોકોની મુક્તિની માંગણી કરતી બલૂચ મહિલાઓ પર પોલીસે નિર્દયતાની તમામ હદો વટાવી દીધી હતી. તો, કતારની રાજધાની દોહામાં એક સ્કૂલ બસમાં મલયાલી પરિવારની ચાર વર્ષની બાળકીનું શંકાસ્પદ હાલતમાં મોત થયું હતું.ની સાથે સાથે વાંચો દેશ દુનિયાના 6 વાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર માત્ર એક ક્લિક પર…
ઓડિશાના ગજપતિ જિલ્લામાં ગાંજાની દાણચોરીના આરોપમાં સ્થાનિક યુવકની ધરપકડ કરાઈ હતી. જેના વિરોધમાં મંગળવારે લગભગ 200 લોકો બળજબરી પોલીસ સ્ટેશનમાં ઘૂસી ગયા હતા અને પોલીસ કર્મચારીઓ પર હુમલો કર્યો. ઘટનાસ્થળે હાજર એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ ઘટનામાં ઓછામાં ઓછા આઠ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હતા, જેમાંથી બેને નજીકની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય સામાન્ય લોકોને વ્યાજબી અને સુલભ સ્વરૂપમાં આવશ્યક દવાઓ ઉપલબ્ધ કરાવવા પર સતત ભાર આપી રહ્યું છે. આરોગ્ય મંત્રાલયે હવે આવશ્યક દવાઓની નવી રાષ્ટ્રીય યાદી બહાર પાડી છે, જેમાં 384 દવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા આ યાદી જાહેર કરવામાં આવી છે.
પાકિસ્તાનમાં ગુમ થયેલા લોકોની મુક્તિની માંગણી કરતી બલૂચ મહિલાઓ પર પોલીસે નિર્દયતાની તમામ હદો વટાવી દીધી હતી. આ મહિલાઓને પોલીસે કરાચીની સડકો પર ખરાબ રીતે ખેંચી હતી. માનવાધિકાર કાર્યકર્તા અશરફ બલોચે કહ્યું કે આ કહેવાતા ઈસ્લામિક રિપબ્લિક ઓફ પાકિસ્તાનની તસવીર છે.
કતારની રાજધાની દોહામાં એક સ્કૂલ બસમાં મલયાલી પરિવારની ચાર વર્ષની બાળકીનું શંકાસ્પદ હાલતમાં મોત થયું હતું. તે સમયે બાળકી સ્કૂલ બસમાં એકલી હતી. પ્રાથમિક તપાસ બાદ એવું માનવામાં આવી રહ્યું છે કે બસમાં વધુ પડતી ગરમીના કારણે યુવતીનું શ્વાસ રૂંધાવાથી મોત થયું છે. આ મામલાને ગંભીરતાથી લઈને કતાર સરકારે તપાસના આદેશ આપ્યા છે.
હાલ ગાંધીનગર ખાતે એક્સ આર્મિ મેન દ્વારા પોતાની પડતર માંગણીઓ બાબતે સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજરોજ વિરોધ પ્રદર્શન દરમિયાન એક નિવૃત્ત સૈન્ય કર્મચારીનું મૃત્યુ થયું હતું.
સુરત ફેમિલી કોર્ટે પત્ની અને બે બાળકો માટે ભરણપોષણ ચુકવવા માટે કરેલા હુકમનુ પાલન ન કરતા હાઈકોર્ટે ભરણપોષણની રકમ વધારીને પતિને આદેશ કર્યો છે કે, તે ભરણપોષણ પેટે દર મહિને તેના બંને બાળકોને રૂ. 3-3 હજારના બદલે રૂ. 50-50 હજાર અને પત્નીને રૂ. છ હજારના બદલે રૂ. એક લાખ એટલે કુલ રૂ. બે લાખ ચુકવે.
ગુજરાતના મુખ્ય સચિવ પંકજ કુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં કેન્દ્રીય મંત્રીએ લોથલ ખાતે નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્ષની સાઇટની મુલાકાત કરી હતી અને બાદમાં ચાલતી કામગીરીની સમીક્ષા કરવા માટે રિવ્યૂ બેઠક યોજી હતી.
સુરત શહેરમાં ફરી એક વખત બાળાત્કારનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેને લઈને પોલીસ વિભાગ કાર્યવાહી માટે દોડતું થયું છે. શહેરના પુણા વિસ્તારમાં એક 11 વર્ષીય બાળકી ઉપર માનીતા મામાએ દુષ્કર્મ આચર્યું હતું. કિશોરી ઘરમાં એકલી હતી ત્યારે મામાની દાનત બગડી હતી અને માનીતા મામાએ કિશોરી ઉઅપર દુષ્કર્મ આચર્યું હતું.

Source link

- Advertisement -
RELATED ARTICLES

NCP નેતા છગન ભૂજબલનું વિવાદાસ્પદ નિવેદન, મા સરસ્વતીને લઇને વિવાદ

મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને NCP નેતા છગન ભુજબલ વિવાદોમાં ફસાયા મા સરસ્વતીને લઇને કરેલા નિવેદનને કારણે ચર્ચામાં છગન ભુજબળે શાળાઓમાં સરસ્વતીજીના ફોટો અને પૂજા પર સવાલ...

બોર્ડર પર ભારતની નારી શક્તિનો દમ, સુખોઇ ઉડાડી તાકાતનું કર્યુ પ્રદર્શન

ભારતીય વાયુસેનામાં 1300 મહિલા અધિકારીઓ ગ્રાઉન્ડ અને એર ડ્યુટી પર સરહદો પર જવાનોની મદદ કરતી આ વીરાંગનાઓ પર થશે ગર્વ સરકારની યોજના સેનામાં મહિલાઓની શક્તિને આગળ...

દિલ્હીના શાહીનબાગ, રોહિણીમાં PFI પર તવાઈ, 30 લોકોની અટકાયત

દિલ્હીમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના અનેક સ્થળો પર દરોડા ATS લખનૌની ટીમે બુલંદશહરમાં PFIના અડ્ડાઓ પર દરોડા પાડ્યા ગાઝિયાબાદમાં રાત્રે 3 વાગ્યે દરોડા રાષ્ટ્રીય રાજધાની...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

અમદાવાદીઓને લાગ્યું નવરાત્રિનું ઘેલુ, જાણો ક્યાં ઝૂમ્યા ખેલૈયાઓ

ટ્રેડિશનલ ગીતો સાથે સનેડો રહ્યું ફેમસ ટ્રેડિશનલની સાથે સાથે વેસ્ટર્ન લૂકે રાખ્યો રંગ ક્યાંક તો ખેલૈયાઓએ બ્રેક લીધા વિના જ ગરબા માણ્યા કોરોના બાદ આ વર્ષે 2...

NCP નેતા છગન ભૂજબલનું વિવાદાસ્પદ નિવેદન, મા સરસ્વતીને લઇને વિવાદ

મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને NCP નેતા છગન ભુજબલ વિવાદોમાં ફસાયા મા સરસ્વતીને લઇને કરેલા નિવેદનને કારણે ચર્ચામાં છગન ભુજબળે શાળાઓમાં સરસ્વતીજીના ફોટો અને પૂજા પર સવાલ...

ભારત-પાકિસ્તાન મહામુકાબલા માટે તૈયાર થઈ રહ્યું છે ઐતિહાસિક સ્ટેડિયમ

મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં T20 વર્લ્ડકપની તૈયારીઓ શરૂ ભારત-પાકિસ્તાન વચ્ચે 23 ઓક્ટોબરે MCGમાં થશે મુકાબલો એક સાથે એક લાખ લોકો સ્ટેડિયમમાં જોઈ શકશે મેચ ભારત અને પાકિસ્તાન...

વિક્રમ વેધાને કરીના કપૂરે કહી બ્લોકબસ્ટર, શું કહે છે રાકેશ રોશન? જાણો…

 'વિક્રમ વેધા' ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છેસ્ક્રીનીંગમાં બોલીવુડના સેલેબ્સે રિલીઝ પહેલા જોઈ વિક્રમ વેધારાકેશ રોશને વિક્રમ વેધાને બ્લોકબસ્ટર કહેતા શ્રેય તમામને આપ્યો હૃતિક...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!