Wednesday, September 28, 2022
Home National શ્રીલંકાની જેમ ભારત દેશમાં પણ પેટ્રોલ-ડીઝલની સર્જાઈ અછત

શ્રીલંકાની જેમ ભારત દેશમાં પણ પેટ્રોલ-ડીઝલની સર્જાઈ અછત

દેશમાં પેટ્રોલ-ડીઝલની સર્જાઈ અછત

ઉત્તર ભારતના ઘણા રાજ્યોની માફક રાજસ્થાન પણ પેટ્રોલ-ડીઝલની અછત સામે ઝઝૂમી રહ્યા છે. ગત કેટલાક દિવસોથી બે ઓઇલ કંપનીઓ ભારત પેટ્રોલિયમ અને હિંદુસ્તાન પેટ્રોલિયમ માંગના અનુસાર પેટ્રોલ-ડીઝલની આપૂર્તિ કરી રહી નથી. જેના લીધે રાજસ્થાનના સાડા છ હજાર પેટ્રોલ પંપની સાથે લગભગ બે હજાર પેટ્રોલ પંપ ડ્રાઇ થઇ ગયા છે.

રાજસ્થાનનો કોઇ નાનકડો જિલ્લો એવો નથી જ્યાં પેટ્રોલ-ડીઝલની અછત ન હોય

રાજસ્થાનનો કોઇ નાનકડો જિલ્લો એવો નથી જ્યાં પેટ્રોલ-ડીઝલની અછત ન હોય. રાજધાની જયપુરમાં લગભગ સાડા છ વાગે પેટ્રોલ પંપ છે તેમાં સોમાંથી વધુ પર પેટ્રોલ અને ડીઝલ ઉપલબ્ધ ન હોવાના બોર્ડ લાગી ગયા છે. રાજસ્થાન પેટ્રોલ ડીલર એસોસિએશનના અધ્યક્ષ સુનીત બગઇએ જણાવ્યું હતું કે આ સમસ્યાનું પહેલું મોટું કારણ છે કે લગભગ બે અઠવાડિયાથી રિલાયન્સ અને એસ્સાર પેટ્રોલ પંપનું બંધ થવું. આ બંને કંપનીઓનું રાજસ્થાનમાં માર્કેટ શેર લગભગ 15 ટકા છે અને જ્યારે તેમના પંપ બંધ થયા તો તેનો ભારત અન્ય કંપનીઓના પેટ્રોલ પંપ પર આવી ગયો.

- Advertisement -

બીજી કારણ એ છે કે ભારત અને હિંદુસ્તાન પેટ્રોલિયમ કંપની તરફથી સપ્લાય ઓછી કરવામાં આવે છે. બગઇના અનુસાર ફક્ત ઇન્ડીયન ઓઇલ કંપની રાજ્યની પુરી સપ્લાય આપી રહી છે. આ સંકટનું એક મોટું એ પણ જણાવવામાં આવે છે કે પેટ્રોલિયમ કંપનીઓને થઇ રહેલું નુકસાન વધી રહ્યું છે. અને તેના લીધે બે કંપની સપ્લાય ઓછી કરી રહી છે. જો આમ છે તો મોટો સવાલ એ છ કે ત્રણેય કંપની સરકારી છે તો એવામાં એક કંપની કેવી રીતે સપ્લાય કરી રહી છે.

તાજેતરમાં રાજસ્થાનમાં આ સ્થિતિ છે તેમાં આગામી ત્રણ ચાર દિવસ સુધી સુધારો થવાના અણસાર નથી. તેના લીધે જો ઓઇલ કંપની આજથી પણ સપ્લાય વધારશે તો પણ સમગ્ર રાજ્યમાં સપ્લાય યોગ્ય રીતે થતાં બે ત્રણ દિવસમાં પહોંચી શકશે. આ સમસ્યાના લીધે સામાન્ય વ્યક્તિ તો પરેશાન છે જ સાથે ખેતી, ખેડૂત અને ઉદ્યોગ ધંધા પર તેની અસર પડી રહી છે. ઉદ્યોગોના ઉત્પાદન અને ખેડૂતોની વાવણીની સિઝનમાં પેટ્રોલ-ડીઝલની અછતનો સામનો કરવો પડી રહ્યો છે.

દેશમાં પેટ્રોલ-ડીઝલની સર્જાઈ અછત

ગુજરાતમાં પણ સુરતમાં પણ પાંડેસરા વિસ્તારમાં નાયરા પેટ્રોલ પંપ પર ડીઝલ ઉપલબ્ધ ન હોવાનાં બોર્ડ લાગી ગયાં છે.

IOCએ આ અંગે આપી પ્રતિક્રિયા કે, આ એક અફવાહ છે

- Advertisement -

ડીઝલ અને પેટ્રોલની અછતની અફવાઓથી લોકોને મુશ્કેલી થયા બાદ સરકારી તેલ વિપરણ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનને નિવેદન જાહેર કર્યું.

દેશના કેટલાક રાજ્યોમાં ડીઝલ અને પેટ્રોલની અછતની વાત અફવા છે. અસામાજિક તત્વોએ લોકોને પરેશાન કરવા માટે આ પ્રકારના સમાચાર ફેલાવ્યા છે. રાજસ્થાન, ઉત્તરાખંડ, ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં લોકો આ અફવાઓનો શિકાર બની રહ્યા છે. અફવા ફેલાતા જ લોકો પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લગાવીને ઉભા રહી ગયા. કેટલાક વિસ્તારો પર લોકોએ બબાલ મચાવ્યો, જે બાદ પેટ્રોલ પંપ બંધ કરવાનો વારો આવ્યો.

સમગ્ર દેશમાં ક્યાંય નથી પેટ્રોલ-ડીઝલની અછત

ડીઝલ અને પેટ્રોલની અછતની અફવાઓથી લોકોને મુશ્કેલી થયા બાદ સરકારી તેલ વિપરણ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનને નિવેદન જાહેર કર્યું. ઈન્ડિયન ઓઈલે મંગળવારે મોડી સાંજે અફાઓનું ખંડન કરતા કહ્યું કે, દેશના કોઈ પણ ભાગમાં ડીઝલ કે પેટ્રોલની અછત નથી. કંપનીએ કહ્યું કે, તેમના તમામ પેટ્રોલ પંપો પર ડિઝલ અને પેટ્રોલ બંન્ને પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે. કંપનીએ લોકોને ઉગ્ર ન થવા આગ્રહ પણ કર્યો છે.

લોકોને પરેશાન કરવા ફેલાવાઈ અફવા

મળતી માહિતી અનુસાર, એવી અફવા ફેલાવવામાં આવી હતી કે, સાઉદી અરબે ભારતને તેલની આયાત રોકી દીધી છે. તે કારણે ડીઝલ અને પેટ્રોલની અછત થઈ ગઈ છે. વીકેન્ડ પર ફેલાવવામાં આવેલ અફવાએ લોકોને મુશ્કેલીમાં મુક્યા હતા. રાજસ્થાનના જયપુર, ઉત્તરાખંડના દેહરાદૂન, મહારાષ્ટ્રના મુંબઈ સહિત ગુજરાતના કેટલાક શહેરોમાં લોકો આક્રમક થઈ ગયા હતા. તે બાદ મોટી સંખ્યામાં લોકો પેટ્રોલ ભરાવવા પેટ્રોલ પંપે પહોંચી ગયા હતા. કેટલાક વિસ્તારમાં સ્થિતિ કાબૂ બહાર થઈ જતા પેટ્રોલ પંપ બંધ કરવા પડ્યા હતા. 

- Advertisement -
RELATED ARTICLES

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

હવે ઘેર બેઠા મોટા કેસની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી લાઇવ જોવા મળશે

સીજેઆઈ યુ.યુ. લલિત લાઈવ સ્ટ્રીમિંગ માટે સુપ્રીમકોર્ટનું પ્લેટફોર્મ હોવાની તરફેણ કરે છેહવે ઘેર બેઠા મોટા મોટા કેસની સુપ્રીમમાં કેવી રીતે સુનાવણી થાય છે તે...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!