Tuesday, September 27, 2022
Home Gujarat રાજકોટમાં 18 કરોડના સ્પોર્ટ્સ સંકૂલ અને હોસ્ટેલનું લોકાર્પણ

રાજકોટમાં 18 કરોડના સ્પોર્ટ્સ સંકૂલ અને હોસ્ટેલનું લોકાર્પણ

  • માત્ર રૂ.200મા ખેલકૂદની તાલીમ મળશે
  • ગૃહ- રમત-ગમત મંત્રી હર્ષ સંઘવી
  • 90 દિવસમાં નેશનલ ગેમ્સના આયોજનથી ગુજરાતે ઈતિહાસ રચ્યો

રાજકોટના યુનિવર્સિટી રોડ પર અંદાજિત રૂ. 18 કરોડથી વધુના ખર્ચે બનેલા નવનિર્મિત સ્પોર્ટસ કોમ્પલેક્ષ અને રેસકોર્સ પાસે નિર્મિત સ્પોર્ટસ હોસ્ટેલનું રાજ્યના ગૃહ અને રમતગમત મંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ખેલ સુવિધાનું લોકાર્પણ કરતા ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, રાજકોટમાં આજે લોકર્પિત કરાયેલા સ્પોર્ટ્સ સંકુલમાં મહિનામાં માત્ર 200 રૂપિયામાં સ્પોર્ટ્સની તાલીમ મળશે.

- Advertisement -

મંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય રમતો-2022નું માત્ર 90 દિવસના ટૂકા ગાળામાં આયોજન કરીને ગુજરાત એક ઇતિહાસ રચવા જઈ રહ્યું છે. જેના સાક્ષી બનવાનો આપણને સૌને અવસર મળશે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં સૌ નાગરિકોએ મળીને 90 દિવસના ટૂંકા ગાળામાં આ રમતો યોજવાની તૈયારી બતાવી, જે ખૂબ સરાહનીય બાબત છે.

 તેણે 29મી સપ્ટેમ્બરે વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાષ્ટ્રીય રમતોને ખુલ્લી મૂકશે તેની પણ વિગતો આપી હતી. રાજકોટના યુનિવર્સિટી રોડ પર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદઘાટન કર્યા બાદ નવા બેડમિન્ટન કોર્ટ પર રમતગમત મંત્રી હર્ષ સંઘવી સૌથી પહેલા સાંસદ રામભાઈ મોકરિયા સાથે બેડમિન્ટન રમ્યા હતા. સિંગલ અને ડબલ્સ ગેઇમમાં મંત્રી સંઘવીએ રામભાઈ તેમજ શહેર ભાજપ અધ્યક્ષ કમલેશ મિરાણી સામે રમત રમી બાસ્કેટ બોલમાં ગોલ પણ કર્યા હતા.

રૂ. 50 લાખના ખર્ચે બનેલા સખી વન સ્ટોપ સેન્ટરનું લોકાર્પણ

સ્પોર્ટસ સંકૂલ અને હોસ્ટેલ સાથે આજે મંત્રીએ સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતે રૂ.50 લાખના ખર્ચે બનેલા સખી વન સ્ટોપ સેન્ટરનું પણ લોકાર્પણ કર્યું હતું. વન સ્ટોપ સખી સેન્ટર પિડીત મહિલાઓને માટે માર્ગદર્શન આપવા બન્યું છે. તેમાં 5 શેલ્ટર રૂમ પણ બનાવાયા છે જેમાં 8 મહિલાઓ રહી શકશે.

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

અમદાવાદીઓને લાગ્યું નવરાત્રિનું ઘેલુ, જાણો ક્યાં ઝૂમ્યા ખેલૈયાઓ

ટ્રેડિશનલ ગીતો સાથે સનેડો રહ્યું ફેમસ ટ્રેડિશનલની સાથે સાથે વેસ્ટર્ન લૂકે રાખ્યો રંગ ક્યાંક તો ખેલૈયાઓએ બ્રેક લીધા વિના જ ગરબા માણ્યા કોરોના બાદ આ વર્ષે 2...

વડોદરામાં શિક્ષક પરિવાર ભેદી સંજોગોમાં ગુમ, પાડોશીનું ચોંકાવનારું નિવેદન

રાહુલ જોશીના મકાનની 29 લાખની લોન લેવાઈ હતી મકાનની લોન બીજાના નામે હોવાથી લોન ધારકની પૂછપરછ એક મહિનાથી આખો પરિવાર ચિંતામાં હતો: રાહુલ જોશીના પાડોશી વડોદરામાં શિક્ષક...

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન, પાકિસ્તાની જાસૂસ ઝડપાયો, ચોંકાવનારા ખુલાસા

પાકિસ્તાન ઈન્ટેલીજન્સ સાથે સંકળાયેલ વ્યક્તિની ધરપકડઆરોપી સીમ કાર્ડ પાકિસ્તાન મોકલતો હતોઅમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આરોપીની કરી રહ્યું છે વધુ પૂછપરછઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સૌથી મોટું ઓપરેશન...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

અમદાવાદીઓને લાગ્યું નવરાત્રિનું ઘેલુ, જાણો ક્યાં ઝૂમ્યા ખેલૈયાઓ

ટ્રેડિશનલ ગીતો સાથે સનેડો રહ્યું ફેમસ ટ્રેડિશનલની સાથે સાથે વેસ્ટર્ન લૂકે રાખ્યો રંગ ક્યાંક તો ખેલૈયાઓએ બ્રેક લીધા વિના જ ગરબા માણ્યા કોરોના બાદ આ વર્ષે 2...

NCP નેતા છગન ભૂજબલનું વિવાદાસ્પદ નિવેદન, મા સરસ્વતીને લઇને વિવાદ

મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને NCP નેતા છગન ભુજબલ વિવાદોમાં ફસાયા મા સરસ્વતીને લઇને કરેલા નિવેદનને કારણે ચર્ચામાં છગન ભુજબળે શાળાઓમાં સરસ્વતીજીના ફોટો અને પૂજા પર સવાલ...

ભારત-પાકિસ્તાન મહામુકાબલા માટે તૈયાર થઈ રહ્યું છે ઐતિહાસિક સ્ટેડિયમ

મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં T20 વર્લ્ડકપની તૈયારીઓ શરૂ ભારત-પાકિસ્તાન વચ્ચે 23 ઓક્ટોબરે MCGમાં થશે મુકાબલો એક સાથે એક લાખ લોકો સ્ટેડિયમમાં જોઈ શકશે મેચ ભારત અને પાકિસ્તાન...

વિક્રમ વેધાને કરીના કપૂરે કહી બ્લોકબસ્ટર, શું કહે છે રાકેશ રોશન? જાણો…

 'વિક્રમ વેધા' ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છેસ્ક્રીનીંગમાં બોલીવુડના સેલેબ્સે રિલીઝ પહેલા જોઈ વિક્રમ વેધારાકેશ રોશને વિક્રમ વેધાને બ્લોકબસ્ટર કહેતા શ્રેય તમામને આપ્યો હૃતિક...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!