Monday, September 26, 2022
Home Gujarat Junagadh માંગરોળ નગરપાલિકાની લાલીયાવાડી

માંગરોળ નગરપાલિકાની લાલીયાવાડી

માંગરોળ નગરપાલિકાની લાલીયાવાડી: આખા શહેરમાં પીવાના પાણીનો પોકાર, સત્તાધિશો સામે પ્રજાનો આક્રોશ.

જુનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમા આઠ આઠ દિવસ થયા છત્તા પીવાનુ પાણી ના મળતા લોકો પરેશાન થઈ ગયા છે. પાલિકા દ્રારા વિતરણ થતા પીવાના પાણીમા આઠ દિવસ થયા છતાં પાણી ના આવતાં ગરીબ લોકોને વેચાતું પાણી ખરીદી કરીને ચલાવવું પડે છે.

જોકે માંગરોળ પાલિકામાં કોંગ્રેસ અને ભાજપની સંયુક્ત સત્તા તેમજ માંગરોળ નગરપાલિકામાં ચાલતા વિખવાદને પગલે લોકોને પીવાના પાણી માટે હાલાકી ભોગવવી પડી રહી છે.

સરકાર દ્રારા પાણીની પાઈપ લાઈન અને વિવિધ યોજનાઓ માટે કરોડોની ગ્રાન્ટો વાપરવામાં આવી છે. છતાં લોકો પીવાના પાણી માટે વલખા મારે છે. આ પાણીની પાઈપલાઈન અને તેના કામમા પણ લાખો રુપિયા નો ભ્રષ્ટાચાર થયાની ફરિયાદો ઉઠી છે. આ મામલે એક પત્રકારે પાલિકા પ્રમુખ ને પૂછતા જણાવેલ કે પાણી માટે વારંવાર પાણીપુરવઠા વિભાગને જુનાગઢ રજુઆતો કરવામા આવી છે. હવેથી રેગ્યુલર પાણી વિતરણ થશે તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત નગરપાલિકા ના પાપે શહેરમાં રખડતાં ઢોરો, ઉભરાયેલી ગટરો, ચારે બાજુ ગંદકી, ખાડા ખાબોચીયા વાળા રસ્તાઓ, બંધ પડેલી સ્ટ્રીટ લાઈટો આ બધું જોતાં માંગરોળની પ્રજા બહુજ સહનશીલ હોય તેવું જણાય રહયું છે. કોણ કોને પૂછે એવી દશા સર્જાણી છે. ‘ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન’ આ જુની કહેવત માંગરોળ નગરપાલિકા સત્તાધિશો ને બરાબર લાગુ પડતી જણાય છે.

- Advertisement -

જાણવા મળેલ છે કે હાલ ચીફ ઓફિસર અને ચાલુ બોડી ના વિવાદને પગલે અનેક કામો અટવાયા છે. અને કર્મચારીઓ ના પગાર પણ ના થતા હોબાળો થયેલ છે. પરંતુ મોટો સવાલ એ છે કે ચિફ ઓફિસર અને પાલિકા સત્તાધિશો વચ્ચે અણબનાવ હોવાની સજા માંગરોળ શહેર ના લોકો શું કામે ભોગવે?

લોકોના મતો લઈ ને ચૂંટાઈ આવેલા ધારાસભ્ય અને સાંસદ કયાં ખોવાઈ ગયા છે? શું લોકોએ અસુવિધાઓ ભોગવવા તેમજ હાલાકી વેઠવવા માટે મતો આપ્યા છે? આ સવાલ આજે ટોપ ધ ટાઉન બન્યો છે.

માંગરોળ કબ્રસ્તાનનો રોડ જ્યારે બન્યો ત્યારે રુપીયા પાંચ લાખની ગ્રાન્ટ કબ્રસ્તાનના પાણીના ટાંકા માટે પણ મંજુર થઈ હતી. રોડ તો બન્યો પણ પાણી નો ટાંકો ના બન્યો તો એ પાંચ લાખ રૂપિયા કયાં ગયા એ કોઈ પૂછનાર નથી. એવીજ હાલત દરિયા કાંઠાના સ્મશાન ની છે ત્યાં પણ સ્મશાન ઉપરનું છાપરું હજુ સુધી તુટેલી હાલતમાં છે.

હાલ પાલિકાની હાલત દયાજનક છે અને સત્તાધિશોના પેટનુ પાણી પણ નથી હલતું એ અત્યંત શરમજનક બાબત છે. એવું એ આઈ એમ આઈ એમ જુનાગઢ જિલ્લાના પ્રમુખ સુલેમાનભાઈ પટેલએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.

માંગરોળ નગરપાલિકામાં કોંગ્રેસ ભાજપના સંયુક્ત સત્તાધિશો અને ચીફ ઓફિસર વચ્ચેના આંતરવિગ્રહનો ભોગ શહેરીજનો બની રહ્યા છે.

અહેવાલ – ઈલ્યાસ અલાદ, માંગરોળ
- Advertisement -
RELATED ARTICLES

Junagadh : માંગરોળની કામનાથ નદીમાં પૂર આવી જતાં સ્થાનિકોનાં હાલ બેહાલ

માંગરોળ શહેર થી નજીક કામનાથ પાસે નોળી નદીમાં પૂર આવતાં સામે કાંઠે રહેનારા સાત થી આઠ ગામના લોકો માંગરોળ ના સંપર્ક થી વિહોણા થતાં...

માંગરોળનાં ડો. ઈમરાન પટેલ અને તેમના બે પાર્ટનર ડોક્ટરની ટીમની મહેનતથી અગિયાર માસનાં બાળકને નવી જીંદગી મળી

મૂળ જુનાગઢ જિલ્લાના માંગરોળનાં ડો. ઈમરાન પટેલ અને તેમના બે પાર્ટનર ડોક્ટરની ટીમની મહેનતથી અગિયાર માસના બાળકને નવી જીંદગી મળી. એશિયન ચિલ્ડ્રન હોસ્પિટલના ડોક્ટરો ડો....

Patrakar Ekta Parishad : પત્રકાર એકતા પરિષદ જૂનાગઢ જિલ્લાનું અધિવેશન યોજાયું

પત્રકાર એકતા પરિષદ જૂનાગઢ જિલ્લાનું અધિવેશન યોજાયું પ્રદેશ ઉપાધ્યક્ષ અને જિલ્લા પ્રભારી જૂનાગઢ શ્રી ગીરવાનસિંહજી સરવૈયાનાં સમગ્ર માર્ગદર્શન મુબજ કાર્યક્રમ આયોજીત કરાયો નેશનલ કો ઓપરેટિવ બેંક...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

મની લોન્ડ્રિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝને મળ્યા વચગાળાના જામીન

જેકલીન ફર્નાન્ડીઝને મોટી રાહત મળીફર્નાન્ડીઝ 200 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં સોમવારે પટિયાલા કોર્ટમાં હાજર થઇ હતીજેકલીન ઉપરાંત EOWએ પિંકી ઈરાનીને પણ સમન્સ પાઠવ્યું હતુંસુકેશ...

રેલવે ટિકિટ કેન્સલની જગ્યાએ હવેથી થઈ શકશે ટ્રાન્સફર

રેલવેના નવા રેગ્યુલેશન પ્રમાણે ટિકિટ ટ્રાન્સફર કરાવી શકાશે તમારા ફેમિલી મેમ્બર એટલે કે માતા-પિતા, ભાઈ-બહેન, હસબન્ડ કે વાઈફ ને ટ્રાન્સફર કરાવી શકો  આ ટિકિટ ટ્રાન્સફર કરવી...

રાજકોટ: પ્રેમીના મોતના આઘાતમાં સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

15 વર્ષની સગારીએ પોતાના ઘરે ગળોફાંસો ખાઇ લેતા ચકચાર સગીરાનું અપહરણ કરનાર પ્રેમીએ આપઘાત કરી લેતા પ્રેમિકાએ ભર્યું પગલું સગીરા કેટલાંય દિવસથી ગુમસુમ રહેતી હતી રાજકોટના લોહાનગરમાં...

સૂર્યકુમારની તોફાની બેટિંગ, કોહલીએ બેટિંગ સ્ટ્રેટેજીનું ખુલાસો કર્યો

બંને ખેલાડી વચ્ચે 104 રનની ભાગીદારી નોંધાય હતી સૂર્યકુમારે 36 બોલમાં 69 રન બનાવી આઉટ થયો હતા. વિરાટ કોહલીએ 48 બોલમાં 63 રન બનાવ્યા વિરાટ કોહલી અને...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!