Monday, September 26, 2022
Home Gujarat લખતર પોલીસના લોક દરબારમાં દારૂ, જુગાર અને અસામાજિક તત્ત્વોના ત્રાસ અંગે રજૂઆત

લખતર પોલીસના લોક દરબારમાં દારૂ, જુગાર અને અસામાજિક તત્ત્વોના ત્રાસ અંગે રજૂઆત

  • SP દ્વારા પોલીસ મથકનું વાર્ષિક ઈન્સ્પેકશન કરાયું હતું
  • લોક દરબારમાં રાજકીય, સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા
  • લોક દરબારમાં અસામાજિક તત્વોની હેરાનગતિ જેવા પ્રશ્નો રજૂ કરાયા હતા

લખતર પોલીસ મથકના વાર્ષીક ઈન્સ્પેકશન સાથે જિલ્લા પોલીસ વડાએ વી.જે.ઓઝા એજયુકેશન કેમ્પસમાં લોક દરબારનું આયોજન કર્યુ હતુ. જેમાં આગેવાનોએ દારૂ, જુગાર, અસામાજિક તત્વોની હેરાનગતિ જેવા પ્રશ્નો રજૂ કર્યા હતા.

- Advertisement -

જિલ્લા પોલીસ વડા હરેશ દુધાતે લખતર પોલીસ મથકનું વાર્ષીક ઈન્સપેકશન કર્યુ હતુ. ત્યારબાદ શહેરની વી.જે.ઓઝા એજયુકેશન કેમ્પસમાં લોક દરબારનું આયોજન કરાયુ હતુ. જેમાં નાયબ પોલીસ અધીક્ષક એચ.પી.દોશી, લખતર પીએસઆઈ ઝેડ.એલ.ઓડેદરા સહીતનાઓ હાજર રહ્યા હતા. આ તકે શહેરના રાજકીય અને સામાજીક આગેવાનોએ લખતર શહેર તથા ગ્રામ્ય વીસ્તારોમાં દારૂ, જુગાર, અસામાજીક તત્વોના ત્રાસ અને તેમના દ્વારા થતી હેરાનગતીની રજુઆત કરી હતી. જેમાં એસપીએ હકારાત્મક અભીગમ અપનાવી યોગ્ય કરવાની ખાત્રી આપી હતી. આ લોક દરબારમાં લખતર તાલુકા ભાજપ પ્રમુખ ડી.કે.ચવલીયા, લખતર એપીએમસીના ચેરમેન હીતેન્દ્રસીંહ ઝાલા, લખતર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ઠાકરશીભાઈ શીશા, લખતર વેપારી મંડળના પ્રમુખ અશોકભાઈ દોશી સહીતનાઓ હાજર રહ્યા હતા. જયારે લખતરના ભાનુભાઈ ચતુરભાઈ જગોદણાએ એપ્રીલ માસમાં બસ સ્ટેશન નજીકથી ચોરાયેલ ટ્રેકટરની ટ્રોલીના કેસમાં યોગ્ય તપાસ ન થતી હોવાની રજુઆત કરી હતી.

Source link

- Advertisement -
RELATED ARTICLES

સુરત: ડિંડોલીની ત્રિપાઠી હોસ્પિટલ પાસે બે યુવકો પર જીવલેણ હુમલો, એકનું મોત

ચપ્પુ વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યોસારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા હત્યા અને હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી નવાગામ ડિંડોલી વિસ્તારના...

રાજકોટ: પ્રેમીના મોતના આઘાતમાં સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

15 વર્ષની સગારીએ પોતાના ઘરે ગળોફાંસો ખાઇ લેતા ચકચાર સગીરાનું અપહરણ કરનાર પ્રેમીએ આપઘાત કરી લેતા પ્રેમિકાએ ભર્યું પગલું સગીરા કેટલાંય દિવસથી ગુમસુમ રહેતી હતી રાજકોટના લોહાનગરમાં...

અમિત શાહ આજથી બે ગુજરાતના પ્રવાસે, ભરચક કાર્યક્રમો

આજે અમદાવાદ-સાણંદમાં ઘણા કાર્યક્રમોમાં હાજરી આપશે આવતીકાલે રૂપાલ મંદિર જશે અને માણસામાં પણ કાર્યક્રમમાં જશે મંગળવારે પરત ફરતા પહેલાં માણસા ખાતે આરતી કાર્યક્રમમાં ભાગ લેશે કેન્દ્રીય ગૃહૃસહકાર...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

સુરત: ડિંડોલીની ત્રિપાઠી હોસ્પિટલ પાસે બે યુવકો પર જીવલેણ હુમલો, એકનું મોત

ચપ્પુ વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યોસારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા હત્યા અને હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી નવાગામ ડિંડોલી વિસ્તારના...

લંડનમાં પાકિસ્તાનના મંત્રી મરિયમની બેઇજ્જતી, ચોર-ચોરના નારા લાગ્યા

પાકિસ્તાનના મંત્રી મરિયમ ઔરંગઝેબની લંડનમાં બેઇજ્જતી મરિયમ ઔરંગઝેબ પાકિસ્તાનના સૂચના-પ્રસારણ મંત્રી કોફી શોપમાં થઇ ભારે બેઇજ્જતી પાકિસ્તાનના (Pakistan) મંત્રી મરિયમ ઔરંગઝેબ (Marriyum Aurangzeb) જ્યારે કોફી શોપમાં ગયા...

એકલા મખાણા ન ભાવે તો ટ્રાય કરો ખીર, વધશે ઉપવાસની મજા

9 દિવસ સુધી કરાય છે માતાજીની આરાધના મખાણા ઉપવાસમાં આપે છે એનર્જી ગળ્યું ખાવાનું મન છે તો બનાવો ખીર આજથી નવલી નવરાત્રિની શરૂઆત થઈ ચૂકી છે. આ...

12 વર્ષ નાના અર્જુન સાથે મલાઇકાએ કરી સગાઇ! હાથમાં પહેરી રિંગ

મલાઇકાએ શેર કર્યો વીડિયોફ્લોન્ટ કરી ડાયમંડ રિંગવીડિયો થયો વાયુવેગે વાયરલઅરબાઝ ખાનની એક્સ પત્ની મલાઈકા અરોરા હવે 12 વર્ષ નાના અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!