Wednesday, September 28, 2022
Home Entertainment KL રાહુલની ધમાકેદાર અડધી સદી પર ગર્લફ્રેન્ડ આથિયા શેટ્ટીએ પ્રેમ વરસાવ્યો

KL રાહુલની ધમાકેદાર અડધી સદી પર ગર્લફ્રેન્ડ આથિયા શેટ્ટીએ પ્રેમ વરસાવ્યો

  • આથિયા શેટ્ટી રાહુલની અર્ધ સદીથી થઈ ખુશ
  • રાહુલની અર્ધ સદી પર આથિયાએ ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી મુકી 
  • રાહુલને મોટીવેટ કરવા માટે આથિયાએ પ્રેમ વરસાવ્યો 

આથિયા શેટ્ટી અને ક્રિકેટર કે.એલ રાહુલની લવ સ્ટોરી કોઈનાથી છુપી નથી. કેટલાક દિવસોથી તેમના લગ્નના સમાચાર પણ ઘણી હેડલાઈન્સ બનાવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ કપલ આ વર્ષે ડિસેમ્બર સુધીમાં લગ્ન કરી શકે છે. આ દિવસોમાં કે.એલ રાહુલ મોહાલીમાં છે. જ્યાં રાહુલે ટી20 શ્રેણીની પ્રથમ મેચમાં પોતાની અડધી સદી ફટકારી છે. આ ખુશીમાં આથિયા શેટ્ટીએ સોશિયલ મીડિયા પર કેએલ રાહુલ પર પ્રેમ વરસાવ્યો હતો.

- Advertisement -

કેએલ રાહુલે ટી20 મેચમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 35 બોલમાં અડધી સદી ફટકારી છે, જે પછી ગર્લફ્રેન્ડ આથિયા શેટ્ટીએ ખુશીથી કેએલ રાહુલની તસવીર તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી છે અને રેડ હાર્ટ ઈમોજી પણ લગાવી છે. તસવીર પરથી સ્પષ્ટ છે કે તે કેએલ રાહુલની રમતથી ખૂબ જ ખુશ છે.

ભૂતકાળમાં, એવા અહેવાલ હતા કે આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ આ વર્ષના અંત સુધીમાં અથવા જાન્યુઆરી સુધીમાં લગ્ન કરી શકે છે. કે.એલ રાહુલના શેડ્યૂલના આધારે લગ્નની તારીખ નક્કી કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લવબર્ડ્સ તાજેતરમાં તેમના નવા બાંદ્રા એપાર્ટમેન્ટમાં શિફ્ટ થયા છે અને લગ્ન પહેલા લિવ-ઇન રિલેશનશિપમાં રહી રહ્યા છે. એટલું જ નહીં, સમાચાર એ પણ છે કે આ કપલ મુંબઈની 5 સ્ટાર હોટલ છોડીને સુનીલ શેટ્ટીના ફાર્મહાઉસમાં લગ્ન કરશે.

- Advertisement -

સુનીલ શેટ્ટીએ દીકરીના લગ્ન પર આ વાત કહી

સુનીલ શેટ્ટીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે- મને લાગે છે કે બધુ બાળકો નક્કી કરશે, રાહુલ પાસે એશિયા કપ, વર્લ્ડ કપ, સાઉથ આફ્રિકા ટૂર, ઓસ્ટ્રેલિયા ટૂર છે, જ્યારે બાળકોને બ્રેક મળશે ત્યારે લગ્ન થશે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

ઘણા લોકો કહે છે કે મેં આને રિઈમેજિન કર્યું : રહેમાન

નેહા કક્કરના ન્યુ સોંગ બાદ છેડાયેલા વિવાદમ્યુઝિક કમ્પોઝર એ.આર. રહેમાને નેહાનું નામ લીધા વિના ઝાટકી 'જેટલું હું આ રિમિક્સ કલ્ચરને જોવું છું તેટલું જ આ...

દીપિકા પાદુકોણની તબિયત બગડી, હોસ્પિટલમાં થવું પડ્યું દાખલ

અભિનેત્રીની તબિયત લથડી હોવા અંગે પ્રોડ્યુસરે ખુલાસો કરવો પડ્યો અભિનેત્રી કોવિડમાંથી રિકવરી બાદ તપાસ માટે હોસ્પિટલ ગઈ : પ્રોડ્યુસર અગાઉ હૃદયના ધબકારા વધતા દીપિકાને હોસ્પિટલ જવું...

અલી અને રિચા ચઢ્ઢાએ રિસેપ્શનનું વેન્યુ મુંબઈમાં ફાઈનલ કર્યું, જાણો પેલેસ અંગે

અલી અને રિચા ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાશે મુંબઈમાં રિસેપ્શન માટે 176 વર્ષ જૂની મિલની અંદરની જગ્યા પસંદ કરાઈ રિસેપ્રશન માટે હેરિટેજ હાઉસ પસંદ કરવામાં આવ્યું...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!