Saturday, October 1, 2022
Home Entertainment કેટરિના અને વિકી કૌશલ હવે પડદા પર એક સાથે દેખાશે

કેટરિના અને વિકી કૌશલ હવે પડદા પર એક સાથે દેખાશે

  • ક્યૂટ કપલ હજુ સુધી કોઈ ફિલ્મમાં સાથે આવ્યું નથી, તે પહેલાં એડમાં દેખાશે
  • વિકી કૌશલ અને કેટરિના કૈફે લગ્ન કર્યા ત્યારથી જ ચર્ચામાં
  • રિયલ લાઈફ્ કપલને ફેન્સ ઓનસ્ક્રીન જોવા માટે આતુર

વિકી કૌશલ અને કેટરિના કૈફે લગ્ન કર્યા ત્યારથી જ ચર્ચા ચાલી રહી છે કે તેઓ ટૂંક સમયમાં જ સ્ક્રીન પર સાથે જોવા મળવાના છે. રિયલ લાઈફ્ કપલને ફેન્સ ઓનસ્ક્રીન જોવા માટે આતુર છે. થોડા દિવસ પહેલાં જ મીડિયામાં અહેવાલ વહેતા થયા હતા કે વિકી અને કેટરિના એક કોમર્શિયલ એડમાં સાથે જોવા મળવાના છે. હવે વિકી અને કેટરિનાએ એક ટ્રાવેલ બ્રાન્ડની એડમાં સાથે કામ કર્યું છે. ફેન્સ સોશિયલ મીડિયા પર તેમના શૂટિંગની વિવિધ તસવીરો શેર કરી રહ્યા છે.સામે આવેલી તસવીરોમાં વિકી અને કેટરિના હોલિડે લૂકમાં જોવા મળી રહ્યા છે. વિકી-કેટરિનાની જોડી હંમેશાંની જેમ ખૂબ જ સુંદર લાગી રહી છે.

- Advertisement -

હજી આ એડ આવવામાં હજુ વાર છે પરંતુ ફેન્સ તો અત્યારથી જ તેમને સાથે જોઈને ખુશ-ખુશ થઈ ગયા છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો વિકી કૌશલ મેઘના ગુલઝારની ફિલ્મ સેમ બહાદુર માટે કાશ્મીરમાં શૂટિંગ કરી રહ્યો છે. ફિલ્ડ માર્શલ સેમ માણેકશાની આ બાયોપિક છે. જ્યારે કેટરિના કૈફ્ ફિલ્મ મેરી ક્રિસમસનું શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે વિજય સેતુપતિ છે. આ સિવાય કેટરિનાની ફિલ્મ ફેન ભૂત’ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં તેની સાથે ઈશાન ખટ્ટર અને સિદ્ધાંત ચતુર્વેદી છે. ઉપરાંત તે સલમાન ખાન સાથે ટાઇગર 3મા આવશે. સોશિયલ મીડિયામાં આ બન્ને કપલ ખૂબ મોટું ફેન ફોલોવિંગ ધરાવે છે. તેમની કપલ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઈરલ થતી હોય છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

રણવીરે કર્યો કીલી પૉલ સાથે ડાન્સ, બોલીવુડ ગીતો પર નાચીને બન્યો સ્ટાર

બોલિવૂડ એક્ટર રણવીર સિંહે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીલી પોલ હાલમાં ભારતમાંબોલિવૂડ સિંગર રાહુલ વૈદ્ય પણ કીલીને મળવા આવ્યો હતોસોશિયલ મીડિયા...

શર્ટના ખુલ્લા બટન સાથે અભિનેત્રીનો લુક, એરપોર્ટ પર ગરમી વધી

સફેદ પેન્ટ અને સફેદ શર્ટ નીચે બ્રાલેટ પહેરી હતી પૂનમ પાંડેની બોલ્ડનેસ સોશિયલ મીડિયા પર હેડલાઇન્સમાંલોકો કપડા વગર ફેમસ થઈ રહ્યા છે તો માર્કેટમાં કપડા...

68th National Film Awards: અજય દેવગણ અને સૂર્યાને મળ્યો શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર

વિજ્ઞાન ભવન ખાતે યોજાયો 68મો નેશનલ એવોર્ડ સમારંભ અજય દેવગણે જીત્યો પોતાનો ત્રીજો નેશનલ એવોર્ડ સૂર્યાની ફિલ્મને મળ્યા કુલ 5 એવોર્ડ્સ દેશના સૌથી સન્માનનીય ફિલ્મ...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!