Wednesday, September 28, 2022
Home National કર્ણાટક સરકારની સુપ્રીમમાં દલીલ, અમારી સૂચનાને ધર્મ સાથે કોઈ લેવા દેવા નથી

કર્ણાટક સરકારની સુપ્રીમમાં દલીલ, અમારી સૂચનાને ધર્મ સાથે કોઈ લેવા દેવા નથી

  • હિઝાબ કેસ મુદ્દે બુધવારે પણ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ
  • રાજ્યમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ નથી : કે.એમ.નટરાજન
  • હિઝાબ પર પ્રતિબંધ મુદ્દે સુપ્રીમમાં 23 અરજીઓ પર સુનાવણી

કર્ણાટકની શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ મૂકવાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. જસ્ટિસ હેમંત ગુપ્તા અને જસ્ટિસ સુધાંશુ ધુલિયાની બેંચ આ મામલે સુનાવણી કરી રહી છે. બુધવારે પણ આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. સુનાવણી દરમિયાન કર્ણાટક સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, રાજ્યમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ નથી, પરંતુ શાળા અને કોલેજોમાં માત્ર યુનિફોર્મ પહેરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ લગાવવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટ એક સાથે આવી 23 અરજીઓ પર સુનાવણી કરી રહી છે. આમાંની કેટલીક રિટ પિટિશન પણ છે.

- Advertisement -

હિજાબ વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં બુધવારે થયેલી સુનાવણી દરમિયાન કર્ણાટક સરકાર વતી એડિશનલ સોલિસિટર જનરલ કે.એમ.નટરાજ કોર્ટમાં હાજર થયા હતા. સુનાવણી દરમિયાન કે.એમ.નટરાજે કોર્ટમાં જણાવ્યું કે, રાજ્યએ હિજાબ પર પ્રતિબંધ મૂક્યો નથી. ‘કર્ણાટક સરકારે હિજાબ પહેરવા પર પ્રતિબંધ નથી લગાવ્યો. માત્ર યુનિફોર્મ પહેરવાની સૂચના આપી છે, જેને ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી. રાજ્ય સરકાર કોઈપણ પ્રકારની ધાર્મિક પ્રવૃત્તિને પ્રોત્સાહન કે પ્રતિબંધિત કરતી નથી.

કર્ણાટક હાઈકોર્ટનો ચુકાદો

કર્ણાટક સરકારે પ્રિ-યુનિવર્સિટી કોલેજોમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ મૂકતો આદેશ જારી કર્યો હતો. આ બાબતને લઈને કર્ણાટક હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ઋતુરાજ અવસ્થીની અધ્યક્ષતાવાળી બેન્ચે આ મામલાની સુનાવણી કરી હતી. બેન્ચે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે, ઈસ્લામમાં મહિલાઓ દ્વારા હિજાબ પહેરવું ફરજિયાત નથી. કોર્ટે વધુમાં કહ્યું હતું કે શૈક્ષણિક સંસ્થાઓમાં ડ્રેસ કોડ લાગુ કરવાની સલાહ આપવી કે નિર્દેશ આપવો એ મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન નથી.

Source link

- Advertisement -
RELATED ARTICLES

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

હવે ઘેર બેઠા મોટા કેસની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી લાઇવ જોવા મળશે

સીજેઆઈ યુ.યુ. લલિત લાઈવ સ્ટ્રીમિંગ માટે સુપ્રીમકોર્ટનું પ્લેટફોર્મ હોવાની તરફેણ કરે છેહવે ઘેર બેઠા મોટા મોટા કેસની સુપ્રીમમાં કેવી રીતે સુનાવણી થાય છે તે...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!