Saturday, October 1, 2022
Home National કાનપુર પંજાબ નેશનલ બેંકની મોટી લાપરવાહી, 42 લાખની નોટો થઇ ફેલ

કાનપુર પંજાબ નેશનલ બેંકની મોટી લાપરવાહી, 42 લાખની નોટો થઇ ફેલ

  • ઉત્તર પ્રદેશના કાનપુરમાં બેંકમાં રાખેલી ચલણી નોટો થઇ નકામી
  • ભેજ લાગતા 42 લાખની નોટો બગડી
  • આ મામલે હાલ 4 કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા

લોકો તેમના પૈસા સુરક્ષિત રાખવા માટે બેંકમાં મૂડીને જમા કરાવે છે. બેંકો ખુબજ જવાબદારીપૂર્વક પોતાની પાસે રાખેલી નોટો કેવી રીતે રાખે છે, તેનો એક નજારો ઉત્તર પ્રદેશના કાનપુરમાં જોવા મળ્યો છે. શહેરના પાંડુ નગર સ્થિત પંજાબ નેશનલ બેંકની શાખામાં રાખવામાં આવેલી ચલણી નોટો જે 42 લાખ રૂપિયાની કિંમતની હતી લાપરવાહીના કારણે પાણીમાં ભીંજાઇ ગઇ અને પછી પસ્તીમાં પણ ન ચાલે એ હદે ખરાબ થઇ ગઇ.

- Advertisement -

વાત જાણે એમ છે કે 3 મહિના પહેલા આ નોટો બેંકમાં એક બોક્સમાં રાખવામાં આવી હતી. આ દરમિયાન કોઈ કારણસર બોક્સમાં પાણી આવી ગયુ હશે. બેંકના કર્મચારીઓએ બોક્સમાં સૌથી ઉપરની નોટો જોઈ, પરંતુ તળિયે રાખવામાં આવેલી નોટોની કેવી સ્થિતિ છે તે જોયુ જ નહી. તેઓએ વિચાર્યું કે પાણી સુકાઈ ગયું હશે.

આ મામલે હાલ 4 કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

બેંકની તિજોરીમાં જગ્યા બચી નથી. રોકડ વધી જતાં નોટો બોક્સમાં ભરીને કબાટ પર રાખવામાં આવતી હતી. અહીં વરસાદમાં બેઝમેન્ટની દીવાલમાં વધુ પડતા ભેજને કારણે પાણી બોક્સમાં ગયું હતું. લાંબા સમય સુધી બોક્સ ન ખોલતા 42 લાખની ચલણી નોટો ખરાબ થઇ ગઇ હતી.

દરમિયાન, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની ટીમ ઈન્સ્પેક્શન માટે આવી હતી.જ્યારે તપાસ શરૂ કરવામાં આવી ત્યારે આ મામલો ઉપરોક્ત અધિકારીઓને મોકલવામાં આવ્યો હતો. જેના માટે બીજી ટીમ ફરી આવી હતી.આ તપાસ બાદ PNBની વિજિલન્સ ટીમે પણ તપાસ શરૂ કરી હતી. સવાલ ઉઠાવવામાં આવ્યો હતો કે આખરે નોટોની કાળજી કેમ લેવામાં આવી નથી?

- Advertisement -

બંને રિપોર્ટ બાદ PNBના ઉચ્ચ અધિકારીઓએ પાંડુ નગર શાખાના 4 અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. જેમાં સિનિયર મેનેજર દેવીશંકર, મેનેજર આસારામ, ચેસ્ટ ઓફિસર રાકેશ કુમાર અને સિનિયર મેનેજર ભાસ્કર કુમાર ભાર્ગવ સામેલ છે. જણાવવામાં આવી રહ્યું છે કે દેવીશંકરે 25 જુલાઈના રોજ જ પાંડુ નગર શાખામાં કામ સંભાળ્યું હતું. જ્યારે નોટ ખરાબ થવાની ઘટના તેમના આગમન પહેલા બની હતી.

હાલમાં PNB તરફથી કોઈ અધિકારી વાત કરવા તૈયાર નથી. જ્યારે પંજાબ નેશનલ બેંકના સર્કલ હેડને આ બાબતે ચર્ચા કરવા માટે ફોન કરવામાં આવ્યો ત્યારે તેમણે ફોન રિસીવ કર્યો ન હતો.

Source link

- Advertisement -
RELATED ARTICLES

ક્રેડિટ-ડેબિટ કાર્ડથી પેમેન્ટ ચુકવવા નવી સિસ્ટમ અમલી બનશે

ફ્રોડ રોકવા આજથી ક્રેડિટ-ડેબિટ કાર્ડથી પેમેન્ટ માટે ટોકન સિસ્ટમનો અમલ શરૂ કાર્ડ નંબર, એક્સ્પાયરી ડેટ, સીવી નંબર લીક ન થતાં ફ્રોડ પર બ્રેક લાગવાની આશા પીઓએસ,...

અશ્લીલ સામગ્રી પિરસતી 63 પોર્ન સાઇટ પર પ્રતિબંધ લગાવાયો

અત્યાર સુધીમાં કુલ 800થી વધુ પોર્ન વેબસાઇટ્સ પર પ્રતિબંધ લગાવાયો સરકારે ઈન્ડિયન ISPsને આદેશ આપીને સાઈટ્સો બ્લોક કરી દીધી નવા આઈટી નિયમ 2021 હેઠળ તમામ વેબસાઈટ્સને...

300થી વધુ દવાઓ પર બારકોડ અથવા QR કોડ લગાવવાના આદેશની તૈયારી

ભારતમાં વેચાતો ફાર્મા સામાન 20 ટકા નકલી હોવાની અમેરિકાએ દાવો કર્યો હતો અમેરિકાએ ભારતને નકલી દવાઓની વધી રહેલી સમસ્યા વિશે ચેતવણી આપી હતી દવાઓના પેકેટ પર...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!