Friday, October 7, 2022
Home Life-Style નવરાત્રિમાં ઇન ટ્રેન્ડ સોબર લુક આપતી જ્વેલરી

નવરાત્રિમાં ઇન ટ્રેન્ડ સોબર લુક આપતી જ્વેલરી

જ્વેલરીની ફેશન ઝડપથી બદલાઇ રહી છે. થોડા થોડા સમયે અલગ પ્રકારની જ્વેલરી ટ્રેન્ડમાં આવી રહી છે. જેને લીધે યુવતીઓ ફક્ત પોતાના ડ્રેસ સાથે જ નહીં પણ જ્વેલરી સાથે પણ એક્સપરિમેન્ટ કરી રહી છે. આઉટફિટ જ નહીં પરંતુ જ્વેલરી પણ સ્ટાઇલિશ દેખાડવામાં મદદ કરે છે. આજની જ્વેલરી ફેશનની વાત કરીએ ઓક્સોડાઇઝ જ્વેલરી ફેશનમાં છે. સોબર લુક આપતી ઓક્સોડાઇઝ જ્વેલરી રૂટિનમાં અને નાનામોટા ફંક્શનમાં પહેરવાનું ચલણ વધ્યું છે. એમાંય નવરાત્રિમાં જેમ ચણિયાચોળીનું ચલણ છે એની સાથે જ્વેલરી ઇન ટ્રેન્ડ છે. એમાં હવે ઓક્સોડાઇઝ, થ્રેડ, બોહો, અફઘાન અને પોમ પોમ જ્વેલરી પહેરવાનું ચલણ વધી રહ્યું છે. તો આજે આપણે નવરાત્રિ દરમિયાન પહેરી શકાય એવી જ્વેલરીની વાત કરીશું. જે કમ્ફર્ટની સાથે આકર્ષક લુક આપશે.

- Advertisement -

ટ્રેડિશનલ જ્વેલરી સાથે મેચ થતી ઓક્સોડાઇઝ જ્વેલરી સ્ટનિંગ સિલ્વરથી બનાવવામાં આવે છે. સિલ્વરની સાથે એવી મેટલ મિક્સ કરવામાં આવે છે, જે જ્વેલરીની ચમકને હંમેશાં જાળવી રાખે છે. ઓક્સોડાઇઝ જ્વેલરીમાં ઝૂમખાં, નોઝ રિંગ, નેકલેસ, જ્વેલરી સેટ, પેન્ડન્ટ સેટ વધારે ફેશનમાં છે. નવરાત્રિમાં તો હાથનાં બલોયાં, કડાં, પાયલ, બંધેજ, કંદોરા વગેરેની ડિમાન્ડ વધી જાય છે.

વજનમાં હળવી

ઓક્સોડાઇઝ જ્વેલરીમાં હેવી અને લાઇટ વેઇટ બંને પ્રકારની જ્વેલરી ઉપલબ્ધ છે. નવરાત્રિ દરમિયાન ગરબે રમવામાં સરળતા રહે એટલે લાઇટ વેઇટ જ્વેલરીને પસંદ કરવી જોઇએ. હેવી જ્વેલરીથી કાનમાં દુખાવો થાય છે. એ જ રીતે ગળામાં હેવી સેટ અથવા પેન્ડન્ટને પસંદ કરવાથી ગરબે ઘૂમવામાં તકલીફ પડે છે તેથી શક્ય હોય તો લાઇટવેઇટ જ્વેલરી જ પહેરવાનો આગ્રહ રાખવો જોઇએ.

થ્રેડ જ્વેલરી

- Advertisement -

કંઇક યુનિક પહેરવાના ક્રેઝીઓમાં થ્રેડ જ્વેલરીનો ટ્રેન્ડ વધી રહ્યો છે. થ્રેડમાંથી જાતજાતની જ્વેલરી બનાવવામાં આવે છે. જે વજનમાં લાઇટ હોય છે અને દેખાવમાં આકર્ષક લાગે છે. ચણિયાચોળી સાથે મેળ ખાતી દરેક રંગની થ્રેડ જ્વેલરી ઉપલબ્ધ છે. આ જ્વેલરી લાઇટ વેઇટ હોવાથી વધારે કમ્ફર્ટેબલ છે.

પોમપોમ જ્વેલરી

પોમપોમમાંથી એરિંગ્સથી માંડી પેન્ડન્ટ બુટ્ટીનો સેટ, બેંગલ્સ વગેરે બનાવવામાં આવે છે. હાથ અને પગના પંજા પણ પોમપોમમાંથી બને છે. જે નવરાત્રિમાં આકર્ષક લાગે છે અને સૌથી સારી વાત એ છે કે પહેરવામાં સાવ હલકા હોય છે.

બોહો પેટર્ન

આ જ્વેલરી ઓક્સોડાઇઝ જ્વેલરી જેવી જ હોય છે. તેને સામાન્ય રીતે ગરબામાં પહેરવામાં આવે છે. આ જ્વેલરીની મુખ્ય વાત એ છે કે એમાં કલરફુલ સ્ટોન હોય છે. ચણિયાચોળીની સાથે પહેરવાથી એ સ્ટાઇલિશ લુક આપે છે. આમ, નવરાત્રિમાં વિવિધ પ્રકારની જ્વેલરીને કેરી કરી તમે ટોળામાં ડિફરન્ટ દેખાઇ શકો છો.

Source link

- Advertisement -
RELATED ARTICLES

ડાર્ક સર્કલની સમસ્યા થશે દૂર, કરો આ બસ આટલું કામ

વ્યસ્ત લાઇફસ્ટાઇલને કારણે થાય છે ડાર્ક સર્કલપૂરતી ઉંઘ લેવાથી સમસ્યા થશે દૂરઓછામાં ઓછી 8 કલાકની લેવી જોઇએ ઉંઘઘણી વખત ચહેરા પર ડાઘ, કરચલીઓ, ડાર્ક...

પીઠનો દુખાવો નથી છોડી રહ્યો પીછો? પીઓ હળદરનું દૂધ

પીઠના અતિશય દુખાવાથી મેળવો છુટકારોઆદુમાં દુખાવો ઓછો કરવાની શક્તિ હોય છે હળદરમાં એન્ટીબેક્ટેરિયલ-એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ હોય છેકોરોના સમયગાળા પછી સ્ક્રીન ટાઈમ ઘણો વધી ગયો છે. તમામ...

ખરતા વાળની સમસ્યાથી મળશે છૂટકારો, ઘરે જ બનાવો આ 3 તેલ

ખરતા વાળની સમસ્યાને કહો અલવિદાઘરે બનાવો જાસુદના ફુલનું તેલડુંગળીના રસથી વાળ થાય છે મજબૂતવાળ ખરવા એ સામાન્ય સમસ્યા બની ગઈ છે. અનિયમિત આહાર અને...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

હત્યારાને સાથે રાખીને પોલીસ દ્વારા ઘટના રીકન્સ્ટ્રક્ટ્ કરાઇ

મર્ડર કેસના આરોપી પાર્થ કોઠારીને આજે કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મગાશેજે દુકાનમાંથી પાણીની બોટલ ખરીદી હતી તે દુકાને પણ લઈ જવામાં આવ્યો ...

પાદરાની ટ્રાન્સ્પેક ઇન્ડસ્ટ્રીઝની લેબના રિએક્ટરમાં બ્લાસ્ટ, બે કર્મી. દાઝયા

એક કર્મી.ને મોઢા અને છાતીના ભાગે કાચના ટુકડા ઘૂસી ગયાપોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરી તપાસ શરૂ કરી પાદરા પોલીસે ગઈકાલે જાણવા...

ગરીબો માટે ભાયલી – સેવાસીમાં '34 કરોડનાં ખર્ચે આવાસો બનશે

આવાસ ડ્રોપ નહીં કરાય, પ્લાનિંગમાં પણ ફેરફાર નહીં કરાયપાલિકાએ ફરી ટેન્ડર બહાર પાડયું  બે વર્ષમાં મકાનો બાંધવાના રહેશે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે...

ભાવનગરમા સતત બીજા દિવસે વરસાદ

માર્ગો ભીના થઈ જતા વાતાવરણમા ઠંડકશેલારશા, તળાવડી, કુંભારવાડા, વિઠ્ઠલવાડી, નિર્મણનગરમા ઝરમર વરસાદ વરસાદી સીસ્ટમ કાર્યરત થતા વાતાવરણમા પલટો ભાવનગરમા આજે ગુરૂવારે સતત બીજા...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!