Monday, September 26, 2022
Home Gujarat Rajkot જેસર કાળેલાનાં મજદૂરો નાં તાલુકા પંચાયતમાં ધામા

જેસર કાળેલાનાં મજદૂરો નાં તાલુકા પંચાયતમાં ધામા

  • સરકારી બાબુઓ નેતાઓના કરક્રમોમાંથી ફ્રી થઈ મજદૂરો ની ચિંતા કરો
  • કરોડો નો ધુમાડો ઉદઘાટન કે લોકાર્પણ માં ને મજદુરો ને ઠેંગો…!!
  • મજદૂરો ને મનરેગા નું કામ નહિ પણ નેતાઓ ને હવામાં ઉડવા નું સુખ..!!!

જેસર કાળેલાનાં મજદૂરો નાં તાલુકા પંચાયતમાં ધામા

આજે મહુવા તાલુકાના કાળેલા ગામના મજુર લોકોના નરેગાના લાંબા સમયના પ્રશ્ન માટે સીતારામ સેવા ગ્રુપ રાણીગામના માર્ગદર્શન હેઠળ મહુવા તાલુકા પંચાયતનો ઘેરાવ કરવામાં આવ્યો.

મહુવા તાલુકા કાળેલા ગામ અને આજુબાજુના ગ્રામજનો દારા લાંબા સમયથી મનરેગા અંતર્ગત રાહતની માંગણી કરવામાં આવેલ હતી… અને વારંવાર અરજી અને રજૂઆત કરવામાં આવેલ હતી. એના માટે મહેશભાઈ વેગડ સીતારામ સેવા ગ્રુપ રાણીગામના માર્ગદર્શન હેઠળ કાળેલા ગામના હસુભાઇ ગોડકીયા, અને પ્રકાશભાઈ વડેચા, અને બીજા બધા ગ્રામજનો અને આજુબાજુના ગ્રામજનો અંદાજિત 200 થી વધારે લોકો દારા મહુવા તાલુકા પંચાયતમા તાલુકા વિકાસ અધિકારીની સમક્ષ રૂબરૂ મુલાકાત લીધી, અને વર્તમાન સ્થિતિ અંગે જણાવવ્યું અને જો ટૂંક સમયમાં આનું નિવારણ નહિ આવે તો તાલુકા પંચાયત મહુવા ખાતે ગાંધી ચિંધ્યા માર્ગ પર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી..

૧૦૦ દિવસ કામની ગેરંટી ની જાહેરાત પણ પોકળ હોવાના પુરાવા આપતી તસવીરકથા….

- Advertisement -

તાલુકા વિકાસ અધિકારી દારા બે દિવસની અંદર મનરેગા અંતર્ગત કામની ફાળવણી કરી દેવામાં આવશે, તેવી બાંહેધરી આપવામાં આવે છે.. આખો શિયાળો ને ઉનાળો ગયા પછી હવે ચોમાસા માં મનરેગા ચાલુ થશે..મૂર્ખ શાસકો ને હાસ્યાસ્પદ નિર્ણયો સરકાર ની આબરૂ ને વચનો નું ચીરહરણ કરી નાખે છે..

જેસર કાળેલાનાં મજદૂરો નાં તાલુકા પંચાયતમાં ધામા

૨૦૧૭ ની ચુંટણી હોય કે ૨૦૧૪ ની વાયદા બજાર ખોલી નાખ્યું હતું,પણ ઉદ્યોગપતિઓ ના લાખો કરોડો ની લોન માફ થઈ જાય, છતાં મજદૂર ને ગેરંટી વાળી યોજના નું કામ ન મળે..

ચુંટણી ની રેલીઓ માં સૌ મસ્ત છે,મનરેગા બંધ કરી બેઠા છે,તો શું ચુંટણી ની રેલીઓ માં ભાગ લેવા જાય ત્યારે રોજગારી આપવાની છે…??

- Advertisement -

સરકાર અને સરકારી તંત્ર ગરીબીની કેવી મજાક ઉડાવે છે,તે સમજાતું નથી.. જેસર ની ધરતી પરથી મંચ બહાદુર નેતાઓ ભાષણો કરી તાળીઓ ખૂબ પડાવી, પણ મજદૂરી ના નામે મજાક તો કરી..!!!

જેસર કાળેલાનાં મજદૂરો નાં તાલુકા પંચાયતમાં ધામા

બંધ કરો આ ઉત્સવો,રેલીઓ,સભાઓ અને ૧૦૦ દિવસ ગેરંટી ના મનરેગા ના ચુકવણા કરો.. આવી માંગ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ચૂકી છે..!!

કેશુ નાકરાણી ને વારે વારે મત આપનારા માટે કેશુ એ શું કર્યું..? હલ્લાબોલ શુકામ કરવો પડ્યો..? શું હવે લડવાનું નથી માટે બેદરકારી..? કે ગરીબોના મત પણ લૂંટ્યા જ છે,વળતર ના નામે મીંડું…?? સૌથી પહેલા તો આ ધારાસભ્ય ની નિષ્ફળતા નું પ્રમાણ છે…

અહેવાલ – લાભુભાઈ કાત્રોડીયા
- Advertisement -
RELATED ARTICLES

બે બોગસ ધારાસભ્ય નું પ્રજાને વેઠવું પડે નુકસાન

સ્ટેટ ના રોડ ની આવી અવદશા આજકાલ ની નથી આ રોડ ગારિયાધાર - પાલીતાણા ટુંકો માર્ગ અને સ્ટેટ નો છે ગારિયાધાર ને તેની...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

સુરત: ડિંડોલીની ત્રિપાઠી હોસ્પિટલ પાસે બે યુવકો પર જીવલેણ હુમલો, એકનું મોત

ચપ્પુ વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યોસારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા હત્યા અને હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી નવાગામ ડિંડોલી વિસ્તારના...

લંડનમાં પાકિસ્તાનના મંત્રી મરિયમની બેઇજ્જતી, ચોર-ચોરના નારા લાગ્યા

પાકિસ્તાનના મંત્રી મરિયમ ઔરંગઝેબની લંડનમાં બેઇજ્જતી મરિયમ ઔરંગઝેબ પાકિસ્તાનના સૂચના-પ્રસારણ મંત્રી કોફી શોપમાં થઇ ભારે બેઇજ્જતી પાકિસ્તાનના (Pakistan) મંત્રી મરિયમ ઔરંગઝેબ (Marriyum Aurangzeb) જ્યારે કોફી શોપમાં ગયા...

એકલા મખાણા ન ભાવે તો ટ્રાય કરો ખીર, વધશે ઉપવાસની મજા

9 દિવસ સુધી કરાય છે માતાજીની આરાધના મખાણા ઉપવાસમાં આપે છે એનર્જી ગળ્યું ખાવાનું મન છે તો બનાવો ખીર આજથી નવલી નવરાત્રિની શરૂઆત થઈ ચૂકી છે. આ...

12 વર્ષ નાના અર્જુન સાથે મલાઇકાએ કરી સગાઇ! હાથમાં પહેરી રિંગ

મલાઇકાએ શેર કર્યો વીડિયોફ્લોન્ટ કરી ડાયમંડ રિંગવીડિયો થયો વાયુવેગે વાયરલઅરબાઝ ખાનની એક્સ પત્ની મલાઈકા અરોરા હવે 12 વર્ષ નાના અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!