Tuesday, September 27, 2022
Home Sports IPL હવે તેના જૂના રંગમાં પરત ફરશે, BCCI પ્રમુખે કરી જાહેરાત

IPL હવે તેના જૂના રંગમાં પરત ફરશે, BCCI પ્રમુખે કરી જાહેરાત

  • IPL હોમ ગ્રાઉન્ડ અને વિરોધી ટીમના મેદાનમાં જૂના ફોર્મેટમાં રમાશે
  • તમામ 10 ટીમો નિર્ધારિત સ્થળ પર તેમની ઘરેલું મેચ રમશે
  • વર્ષની શરૂઆતમાં મહિલા IPLનું આયોજન કરવાની પણ યોજના

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 સીઝનથી તેની જૂની શૈલીમાં પાછી આવશે, જે રીતે તે કોરોના પહેલા હતી. હવે રોગચાળો કાબૂમાં છે અને તેથી આ લીગ હોમ ગ્રાઉન્ડ અને વિરોધી ટીમના મેદાનમાં જૂના ફોર્મેટમાં રમાશે. BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીએ આ જાહેરાત કરી છે. ગાંગુલીએ આ અંગે બોર્ડ સાથે જોડાયેલા એકમોને જાણ કરી છે.

- Advertisement -

કોવિડના કારણે IPL કેટલીક જગ્યાએ જ યોજાઈ હતી

2020માં કોવિડ-19ના ફાટી નીકળવાના કારણે, IPL ફક્ત કેટલીક જગ્યાએ જ યોજાઈ હતી. વર્ષ 2020માં દુબઈ, શારજાહ અને અબુ ધાબીમાં સંયુક્ત આરબ અમીરાતના ત્રણ સ્થળોએ ખાલી સ્ટેડિયમમાં તેનું આયોજન કરવામાં આવ્યું હતું.

તમામ ટીમો પોતાના હોમ ગ્રાઉન્ડ પર રમી શકશે

- Advertisement -

2021માં આ T20 ટૂર્નામેન્ટ ચાર સ્થળોએ દિલ્હી, અમદાવાદ, મુંબઈ અને ચેન્નાઈમાં આયોજિત કરવામાં આવી હતી. પરંતુ હવે રોગચાળો કાબૂમાં છે અને તેથી આ લીગ હોમ ગ્રાઉન્ડ અને વિરોધી ટીમના મેદાનમાં જૂના ફોર્મેટમાં રમાશે.

ગાંગુલીએ બોર્ડ સાથે જોડાયેલા એકમોને જાણ કરી

રાજ્ય એકમોને મોકલવામાં આવેલા સંદેશમાં ગાંગુલીએ કહ્યું કે, “IPLનું આયોજન આવતા વર્ષથી હોમ ગ્રાઉન્ડ અને વિપક્ષી ટીમના મેદાન પર મેચ રમવાના ફોર્મેટમાં કરવામાં આવશે.” તમામ 10 ટીમો તેમના નિર્ધારિત સ્થળ પર તેમના ઘરેલું મેચ રમશે.

મહિલા IPL પણ ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે

BCCI 2020 પછી પ્રથમ વખત તેની સંપૂર્ણ સ્થાનિક સીઝનનું આયોજન કરી રહ્યું છે, જેમાં ટીમો ઘરેલું અને વિપક્ષના મેદાનના જૂના ફોર્મેટમાં રમે છે. આ ઉપરાંત, BCCI આવતા વર્ષની શરૂઆતમાં બહુપ્રતિક્ષિત મહિલા IPLનું આયોજન કરવાની પણ યોજના બનાવી રહ્યું છે. એક અહેવાલ અનુસાર દક્ષિણ આફ્રિકામાં યોજાનાર મહિલા T20 વર્લ્ડકપ પછી માર્ચમાં મહિલા IPLનું આયોજન થઈ શકે છે.

ગર્લ્સ અંડર-15 ODI ટુર્નામેન્ટનું પણ આયોજન

ગાંગુલીએ 20 સપ્ટેમ્બરે મોકલેલા સંદેશમાં જણાવ્યું હતું કે, “BCCI હાલમાં બહુપ્રતીક્ષિત મહિલા IPLના આયોજન પર કામ કરી રહ્યું છે. તેની પ્રથમ સિઝન આવતા વર્ષની શરૂઆતમાં યોજવામાં આવી શકે છે. મહિલા IPL ઉપરાંત, BCCI ગર્લ્સની અંડર-15 વન-ડે ટુર્નામેન્ટનું પણ આયોજન કરવા જઈ રહી છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

ફ્લોપ કેએલ રાહુલના સમર્થનમાં આવ્યા સુનીલ ગાવસ્કર, કરી પ્રશંસા

એશિયા કપ-ઓસ્ટ્રેલિયા સામે કેએલ રાહુલ રહ્યો ફ્લોપ રહ્યો રાહુલે ટીમ માટે પોતાની વિકેટનું બલિદાન આપ્યું: ગાવસ્કર રાહુલ તે જ કરી રહ્યો હતો જે ટીમ કરાવવા માંગે...

તિરુવનંતપુરમમાં ભારતીય ટીમ પહોંચી, ચાહકોએ સંજુ-સંજુના નારા લગાવ્યા

પ્રથમ મેચ બુધવારે તિરુવનંતપુરમમાં રમાશેસાઉથ આફ્રિકાનો ભારત પ્રવાસ 28 સપ્ટેમ્બરથી શરૂ ચાહકોમાં અલગ જ ગુસ્સાનું વાતાવરણ જોવા મળ્યું T20 વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે...

સ્વિમિંગ પૂલમાં દબદબો મેળવવા ગુજરાતના 18 સ્વિમર્સ તૈયાર, 12 મેડલ્સની સંભાવના

ગુજરાતના 18 સ્વિમર્ગ મેડલ્સ માટેના દાવેદાર રહેશેનેશનલ ગેમ્સમાં ગુજરાત ટોપ-5માં રહેશે તેવી આશા સ્વિમર્સ મોર્ડન ટેક્નિકવાળા પેડલ્સ, પુલ્લબૉય, સ્નોર્કલ સાથે પ્રેક્ટિસ કરે છે ઘરઆંગણે યોજાનારી 36મી...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

પાકિસ્તાન: PMની ઓડિયો ક્લિપ થઈ વાયરલ, ઈમરાન ખાને રાજીનામું માંગ્યું

વડાપ્રધાન સાથે અન્ય મંત્રીઓનો ઓડિયો વાયરલ થયા પાકિસ્તાનની તમામ એજન્સીઓએ તપાસ હાથ ધરી કોઈ શરમ બાકી હોય તો તેણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ: ખાન પાકિસ્તાનના વડા પ્રધાન...

બોર્ડર પર ભારતની નારી શક્તિનો દમ, સુખોઇ ઉડાડી તાકાતનું કર્યુ પ્રદર્શન

ભારતીય વાયુસેનામાં 1300 મહિલા અધિકારીઓ ગ્રાઉન્ડ અને એર ડ્યુટી પર સરહદો પર જવાનોની મદદ કરતી આ વીરાંગનાઓ પર થશે ગર્વ સરકારની યોજના સેનામાં મહિલાઓની શક્તિને આગળ...

'મહિલાઓ હંમેશા બહાદુર રહી છે', પીએસ 1ના પાત્રો પર ઐશ્વર્યા રાયનું નિવેદન

પીએસ1ની સ્ટાર કાસ્ટે ડિરેક્ટર મણીરત્નમના પણ કર્યા વખાણ અમે મણિ સરને ભારતના 'સ્ટીવન સ્પીલબર્ગ' કહીએ છીએપોનીયિન સેલવાનનો ભાગ 1, 30 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશેમણિરત્નમના ડ્રીમ...

વડોદરામાં શિક્ષક પરિવાર ભેદી સંજોગોમાં ગુમ, પાડોશીનું ચોંકાવનારું નિવેદન

રાહુલ જોશીના મકાનની 29 લાખની લોન લેવાઈ હતી મકાનની લોન બીજાના નામે હોવાથી લોન ધારકની પૂછપરછ એક મહિનાથી આખો પરિવાર ચિંતામાં હતો: રાહુલ જોશીના પાડોશી વડોદરામાં શિક્ષક...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!