Sunday, September 25, 2022
Home Gujarat મ્યુનિ. કચેરીઓમાં વીજળીનો બેફામ વપરાશ : વાર્ષિક રૂ. 250 કરોડનું બિલ

મ્યુનિ. કચેરીઓમાં વીજળીનો બેફામ વપરાશ : વાર્ષિક રૂ. 250 કરોડનું બિલ

  • હવે મ્યુનિ.ની કચેરીઓ પર સોલાર પેનલ નાંખવાની વિચારણા
  • વીજળી વપરાશમાં ઘટાડો કરવાના મ્યુનિ. કમિશનરના પ્રયાસો નિષ્ફળ
  • મ્યુનિ.ની કંઈ બિલ્ડિંગો પર સોલારપેનલ નાંખી શકાય તે માટે માર્ગદર્શન પણ મેળવ્યું

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની તમામ કચેરીઓ, ઝોનલ કચેરીઓ અને અર્બન હેલ્થ સેન્ટર સહિતની વિવિધ કચેરીઓમાં વીજળીના બેફામ વપરાશ અટકાવવા મ્યુનિ. તંત્ર દ્વારા કરવામાં આવેલા સઘન પ્રયાસોને નિષ્ફળતા સાંપડી છે. મ્યુનિ. ની તમામ કચેરીઓમાં વીજળીના આ બેફામને કારણે મહિને રૂ. 18થી 20 કરોડ અને વર્ષે રૂ. 250 કરોડનો બોજ મ્યુનિ, તિજોરી પર પડે છે. આ બોજમાં રોજેરોજ વધારો થતો રહ્યો છે.

- Advertisement -

મ્યુનિ.ની દાણાપીઠ ખાતે આવેલી મધ્યસ્થ કચેરી, આઠ ઝોનલ ઓફિસો, સબસ્ટેશનો, અર્બન હેલ્થ સેન્ટરોમાં ઓફિસનો સમય સવારે 10અને 20 મિનિટે શરૂ થાય તેના એક કલાક પહેલાં બડાછોટા અધિકારીઓ, એચ.ઓ.ડી.ઓ અને અન્ય કર્મચારીઓની ઓફિસોમાં જ્યાં એ.સી. હોય તે ચાલુ કરી દેવામાં આવે છે અને જ્યાં પંખા-લાઇટો હોય તે ચાલુ કરી દેવામાં આવે છે. અધિકારીઓ ઓફિસના આ સમયે જ નહીં બપોર બાદ આવે કે ન આવે પણ સાંજના 6 અને 10 મિનિટ પછી પણ ઓફિસોમાં એ.સી. પંખા લાઇટ ચાલતા જ રહે છે. આ સ્થિતિ અટકાવવા મ્યુનિ. કમિશનરે તમામ વિભાગોને વીજળીના વપરાશમાં ઘટાડો કરવા વિવિધ આદેશો કર્યા હતા પરંતુ તે આદેશોની કચેરીઓએ ઐસીતૈસી કરીને વીજળીનો બેફામ ઉપયોગ ચાલુ રાખ્યો છે. પરિણામે વીજળીનું બિલ અધધ કહી શકાય તેમ વાર્ષિક રૂ. 250 કરોડ ઉપર આવી પહોંચ્યું છે.

આ ભારે બોજમાં કેમ ઘટાડો થઈ શકે અને અન્ય કોઈ વિકલ્પ વિચારી શકાય તે માટે શાસક પક્ષ ભાજપના કેટલાંક પદાધિકારીઓ સાથે મ્યુનિ, રેવન્યૂ કમિટીના ચેરમેન જૈનિક વકીલે ચર્ચા-વિચારણા કરી હતી અને એ ચર્ચાના અંતે જૈનિક વકીલે શહેરની કેટલીક સોલાર પેનલો નાંખી આપતી એજન્સીઓના સંચાલકોને તાજેતરમાં ચર્ચા માટે બોલાવ્યા હતા અને સોલાર પેનલ નાંખવા કેટલો ખર્ચ થાય તેની માહિતી મેળવી હતી અને મ્યુનિ.ની કંઈ બિલ્ડિંગો પર સોલારપેનલ નાંખી શકાય તે માટે માર્ગદર્શન પણ મેળવ્યું હતું.

Source link

- Advertisement -
RELATED ARTICLES

PM મોદી 29 સપ્ટેમ્બરે સુરતમાં ‘ખોજ મ્યુઝિયમ’નું ઉદ્ઘાટન કરશે

ખોજ મ્યુઝિયમમાં પ્રદર્શિત ગેલેરીઓ સતત બદલાતી રહે તે પ્રમાણે વિકસાવાઈ મ્યુઝિયમ થકી વિદ્યાર્થીઓને વિજ્ઞાન, કળા, નવીનીકરણની માહિતી મેળવી શકશે વિદ્યાર્થીઓ દ્વારા રચિત વિચારો અને કૃતિઓને મ્યુઝિયમમાં...

વાઘોડિયાના જેસીંગપુરા ગામના બસ સ્ટેન્ડ પાસેથી 6 ફુટના અજગરનું રેસક્યુ

રેસક્યુ કરી અજગર વન વિભાગને સોપવામાં આવ્યોઅર્ધો કલાકની જહેમત બાદ ઝડપી પાડવામાં આવ્યો ટ્રસ્ટના કાર્યકરોએ અજગરનું રેસક્યુ કર્યું વાઘોડિયા તાલુકાના જેસીંગપુરા ગામના બસ સ્ટેન્ડ પાસેથી શનિવારે...

સહકારી ક્ષેત્રે બે પક્ષોનું ઇલુ ઇલુ ચાલતું હતું, મે બંધ કર્યું: પાટીલ

રાજકોટ જિલ્લા સહકારી બેંકની જામકંડોરણામાં સામાન્ય સભા મળીવડાપ્રધાન 11 ઓક્ટોબરે જામકંડોરણાની મુલાકાત કરશે: પાટીલમોસમી ધિરાણ તેમજ અન્ય ધિરાણ આપવા જાહેરાત કરી રાજકોટ જિલ્લા સહકારી બેંકની...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

IND Vs AUS LIVE: 14 ઓવર બાદ ભારતનો સ્કોર 134/3

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવની શતકીય પાર્ટનરશીપ સુર્યકુમાર યાદવ 36 બોલમાં 69 રન બનાવી આઉટ વિરાટ કોહલી 40 રન બનાવી ક્રિઝ પર હાજર હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત...

PM મોદી 29 સપ્ટેમ્બરે સુરતમાં ‘ખોજ મ્યુઝિયમ’નું ઉદ્ઘાટન કરશે

ખોજ મ્યુઝિયમમાં પ્રદર્શિત ગેલેરીઓ સતત બદલાતી રહે તે પ્રમાણે વિકસાવાઈ મ્યુઝિયમ થકી વિદ્યાર્થીઓને વિજ્ઞાન, કળા, નવીનીકરણની માહિતી મેળવી શકશે વિદ્યાર્થીઓ દ્વારા રચિત વિચારો અને કૃતિઓને મ્યુઝિયમમાં...

રાજસ્થાનમાં CM કોને બનાવવા જોઈએ ? બેઠકમાં પ્રસ્તાવ મૂકાયો

રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદને લઈ રાજકારણ ગરમાયું આજે યોજાનાર બેઠકમાં નવા સીએમ અંગે કરાશે નિર્ણય CM આવાસ પર કોંગ્રેસી નેતા, ધારાસભ્યોનું આવવાનું શરૂ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને કોંગ્રેસના...

VIDEO : ઉર્ફી જાવેદની એરપોર્ટ પર ખુશનુમા અદા, નવા લુકમાં આપ્યા પોઝ

નવા લુક સેન્સ માટે જાણીતી ઉર્ફી જાવેદની વધુ એક કાતિલ અદાથી ચાહકોના હોશ ઉડ્યા ઉર્ફી જાવેદે ફ્લાવર ડિઝાઈનની બ્રાલેટ સાથે ડેનિમ શોર્ટ સ્કર્ટમાં એરપોર્ટ પર...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!