Tuesday, September 27, 2022
Home Sports T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત, આ ખેલાડીઓની ખુલી કિસ્મત

T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત, આ ખેલાડીઓની ખુલી કિસ્મત

  • આગામી T20 વર્લ્ડ કપ-2022 ઓસ્ટ્રેલિયામાં યોજાશે
  • વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં હજુ ફેરફારની સંભાવના
  • બાકાત ખેલાડીઓને વર્લ્ડ કપની ટીમમાં પરત ફરવાની તક

ઓસ્ટ્રેલિયામાં યોજાનાર આગામી T20 વર્લ્ડ કપ 2022 માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને હર્ષલ પટેલનો ભારતીય ટીમમાં સમાવેશ કરાયો છે. આ સાથે જ એશિયા કપ-2022માં શાનદાર પ્રદર્શન કરનાર અર્શદીપ સિંહને પણ ટીમમાં જગ્યા મળી છે. રોહિત શર્માને ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે કેએલ રાહુલ વાઈસ કેપ્ટન હશે. મોહમ્મદ શમી સહિત 4 ખેલાડીઓને રિઝર્વ પ્લેયર તરીકે રાખવામાં આવ્યા છે, પરંતુ શું તમે જાણો છો કે T20 વર્લ્ડ કપ 2022 માટે ભારતીય ટીમમાં હજુ પણ ફેરફારની સંભાવના છે.

- Advertisement -

મોહમ્મદ શમીને T20 વર્લ્ડ કપમાં તક મળશે ?

T20 વર્લ્ડ કપ 2022 પહેલા ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામે શ્રેણી રમશે. આ શ્રેણીમાં ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પણ ભારતીય ટીમનો ભાગ હશે. જો કે, એવું માનવામાં આવે છે કે મોહમ્મદ શમી ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સિરીઝમાં સારું પ્રદર્શન કરશે તો તેને T20 વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. નોંધનીય છે કે ICCના નિયમો અનુસાર, ટૂર્નામેન્ટ શરૂ થવાના એક અઠવાડિયા પહેલા તમામ ટીમો પોતાની મુખ્ય ટીમને રિઝર્વ ખેલાડીઓમાં રિપ્લેસ કરી શકે છે.

શમી કયા ખેલાડીના રિપ્લેસમેન્ટમાં હોઈ શકે છે ?

ક્રિકેટ જગતના દિગ્ગજો માને છે કે જસપ્રિત બુમરાહ અને હર્ષલ પટેલનું સ્થાન લેવું લગભગ અશક્ય છે. ઉપરાંત અર્શદીપ સિંહે એશિયા કપ-2022માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આવી સ્થિતિમાં ભુવનેશ્વર કુમાર પર તલવાર લટકી રહી છે. જ્યારે પ્રદર્શનની દ્રષ્ટિએ ભુવનેશ્વર કુમાર માટે એશિયા કપ-2022 મિશ્ર રહ્યો છે., પરંતુ સુપર-4 રાઉન્ડમાં પાકિસ્તાન અને શ્રીલંકા સામે ભુવનેશ્વર કુમાર ઘણો મોંઘો સાબિત થયો. ઉલ્લેખનીય છે કે, ભુવનેશ્વર કુમારને T20 વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

- Advertisement -

દીપક ચહર પાસે પણ તક

ઝડપી બોલર દીપક ચહરને પણ T20 વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ભારતીય ટીમમાં સ્થાન મળ્યું નથી. જો કે આ ફાસ્ટ બોલરને મોહમ્મદ શમી અને શ્રેયસ અય્યરની સાથે રિઝર્વ પ્લેયર તરીકે રાખવામાં આવ્યો છે. વાસ્તવમાં ઓસ્ટ્રેલિયાની ઝડપી પિચો દીપક ચહરની સ્વિંગ બોલિંગ માટે અનુકૂળ છે. જો દીપક ચહર ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાં પ્રભાવ પાડશે તો તેને વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

ફ્લોપ કેએલ રાહુલના સમર્થનમાં આવ્યા સુનીલ ગાવસ્કર, કરી પ્રશંસા

એશિયા કપ-ઓસ્ટ્રેલિયા સામે કેએલ રાહુલ રહ્યો ફ્લોપ રહ્યો રાહુલે ટીમ માટે પોતાની વિકેટનું બલિદાન આપ્યું: ગાવસ્કર રાહુલ તે જ કરી રહ્યો હતો જે ટીમ કરાવવા માંગે...

તિરુવનંતપુરમમાં ભારતીય ટીમ પહોંચી, ચાહકોએ સંજુ-સંજુના નારા લગાવ્યા

પ્રથમ મેચ બુધવારે તિરુવનંતપુરમમાં રમાશેસાઉથ આફ્રિકાનો ભારત પ્રવાસ 28 સપ્ટેમ્બરથી શરૂ ચાહકોમાં અલગ જ ગુસ્સાનું વાતાવરણ જોવા મળ્યું T20 વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે...

સ્વિમિંગ પૂલમાં દબદબો મેળવવા ગુજરાતના 18 સ્વિમર્સ તૈયાર, 12 મેડલ્સની સંભાવના

ગુજરાતના 18 સ્વિમર્ગ મેડલ્સ માટેના દાવેદાર રહેશેનેશનલ ગેમ્સમાં ગુજરાત ટોપ-5માં રહેશે તેવી આશા સ્વિમર્સ મોર્ડન ટેક્નિકવાળા પેડલ્સ, પુલ્લબૉય, સ્નોર્કલ સાથે પ્રેક્ટિસ કરે છે ઘરઆંગણે યોજાનારી 36મી...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

'મહિલાઓ હંમેશા બહાદુર રહી છે', પીએસ 1ના પાત્રો પર ઐશ્વર્યા રાયનું નિવેદન

પીએસ1ની સ્ટાર કાસ્ટે ડિરેક્ટર મણીરત્નમના પણ કર્યા વખાણ અમે મણિ સરને ભારતના 'સ્ટીવન સ્પીલબર્ગ' કહીએ છીએપોનીયિન સેલવાનનો ભાગ 1, 30 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશેમણિરત્નમના ડ્રીમ...

વડોદરામાં શિક્ષક પરિવાર ભેદી સંજોગોમાં ગુમ, પાડોશીનું ચોંકાવનારું નિવેદન

રાહુલ જોશીના મકાનની 29 લાખની લોન લેવાઈ હતી મકાનની લોન બીજાના નામે હોવાથી લોન ધારકની પૂછપરછ એક મહિનાથી આખો પરિવાર ચિંતામાં હતો: રાહુલ જોશીના પાડોશી વડોદરામાં શિક્ષક...

ફ્લોપ કેએલ રાહુલના સમર્થનમાં આવ્યા સુનીલ ગાવસ્કર, કરી પ્રશંસા

એશિયા કપ-ઓસ્ટ્રેલિયા સામે કેએલ રાહુલ રહ્યો ફ્લોપ રહ્યો રાહુલે ટીમ માટે પોતાની વિકેટનું બલિદાન આપ્યું: ગાવસ્કર રાહુલ તે જ કરી રહ્યો હતો જે ટીમ કરાવવા માંગે...

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન, પાકિસ્તાની જાસૂસ ઝડપાયો, ચોંકાવનારા ખુલાસા

પાકિસ્તાન ઈન્ટેલીજન્સ સાથે સંકળાયેલ વ્યક્તિની ધરપકડઆરોપી સીમ કાર્ડ પાકિસ્તાન મોકલતો હતોઅમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આરોપીની કરી રહ્યું છે વધુ પૂછપરછઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સૌથી મોટું ઓપરેશન...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!