Sunday, September 25, 2022
Home Sports ભારત SAFF (સાફ) અંડર-17 બોય્ઝ ફૂટબોલ ચેમ્પિયનશિપમાં વિજેતા

ભારત SAFF (સાફ) અંડર-17 બોય્ઝ ફૂટબોલ ચેમ્પિયનશિપમાં વિજેતા

  • નેપાળને હરાવી ભારત ચોથી વખત વિજેતા બન્યું
  • ભારતે નેપાળને 4-0થી હરાવી લીગ રાઉન્ડનો હિસાબ સરભર કર્યો
  • નેપાળે ગ્રૂપ તબક્કામાં ભારતને 3-1થી પરાજય આપ્યો હતો

ભારત SAFF (સાફ) અંડર-17 બોય્ઝ ફૂટબોલ ચેમ્પિયનશિપમાં વિજેતા બન્યું છે. શ્રીલંકા ખાતે રમાયેલી ટૂર્નામેન્ટની ફાઇનલમાં ભારતે નેપાળને 4-0થી હરાવીને ચોથી વખત ટાઇટલ પોતાના નામે કર્યું હતું. રસપ્રદ બાબત એ છે કે નેપાળે ગ્રૂપ તબક્કામાં ભારતને 3-1થી પરાજય આપ્યો હતો પરંતુ ફાઇનલમાં ભારતીય ખેલાડીઓએ પરાજયને ભૂલી જઈને નવેસરથી પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું.

- Advertisement -

બોબીસિંહ-થિંગુજમે-ગુએટેએ કર્યા ગોલ

ભારતના વિજયમાં બોબીસિંહે 18મી, કોરુસિંહ થિંગુજમે 30મી, ઉપસુકાની વન્લાલપેકા ગુએટે 63મી તથા અમને એક્સ્ટ્રા ટાઇમની ચોથી મિનિટે (90+4 મિનિટે) ગોલ કર્યો હતો. ભારતે ભુતાનને ગ્રૂપ તબક્કામાં 3-0થી પરાજય આપ્યો હતો અને બીજી લીગ મેચમાં શ્રીલંકા સામે 3-1થી પરાજય થયો હતો. 2011માં સૌથી પહેલી વખત સાઉથ એશિયન દેશોની બોય્ઝ કેટેગરીના ફૂટબોલ ખેલાડીઓ માટે અંડર-16 સાફ ચેમ્પિયનશિપ શરૂ થઈ હતી. પ્રથમ સિઝનમાં પાકિસ્તાન ચેમ્પિયન બન્યું હતું અને ફાઇનલમાં ભારતને હરાવ્યું હતું. 2013માં ભારતે નેપાળને હરાવીને ટ્રોફી જીતી હતી. 2015માં બાંગ્લાદેશ સામે ભારતનો પરાજય થયો હતો. 2017માં આ ટૂર્નામેન્ટને અંડર-15ની ફોર્મેટમાં કરવામાં આવી હતી.

- Advertisement -

અંડર-15 ટૂર્નામેન્ટમાં પણ નેપાળને હરાવ્યું હતું

નવી ફોર્મેટમાં ભારતને નેપાળને હરાવ્યા બાદ 2018માં બાંગ્લાદેશે પાકિસ્તાનને ફાઇનલમાં પરાજય આપ્યો હતો. 2019માં છેલ્લી વખત અંડર-15 વય ગ્રૂપની ટૂર્નામેન્ટ રમાઈ હતી જેમાં ભારતને નેપાળને ફાઇનલમાં 7-0થી કારમો પરાજય આપ્યો હતો. 2022માં આ ટૂર્નામેન્ટને અંડર-17નો દરજ્જો આપવામાં આવ્યો છે. ભારત 2018ની સિઝનમાં ફાઇનલ સુધી પહોંચ્યું નહોતું.

Source link

- Advertisement -
RELATED ARTICLES

અંતિમ T20માં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવી શ્રેણી 2-1થી જીતી

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવ-હાર્દિક પંડ્યાની ફટકાબાજી સુર્યકુમાર યાદવે 36 બોલમાં 69 રન ફટકાર્યા વિરાટ કોહલીના 48 બોલમાં દમદાર 63 રન વિરાટ કોહલી, સુર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યાની ફટકાબાજીની મદદથી...

IND Vs AUS LIVE: 14 ઓવર બાદ ભારતનો સ્કોર 134/3

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવની શતકીય પાર્ટનરશીપ સુર્યકુમાર યાદવ 36 બોલમાં 69 રન બનાવી આઉટ વિરાટ કોહલી 40 રન બનાવી ક્રિઝ પર હાજર હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત...

IND Vs AUS LIVE: 11 ઓવર બાદ ઓસ્ટ્રેલિયાનો સ્કોર 95/4

કેમેરોન ગ્રીને 21 બોલમાં 52 રન બનાવી આઉટ એરોન ફિન્ચ 7, સ્મિથ 9 રન બનાવી આઉટ અક્ષર-ભુવનેશ્વર-ચહલે ઝડપી વિકેટ હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

અંતિમ T20માં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવી શ્રેણી 2-1થી જીતી

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવ-હાર્દિક પંડ્યાની ફટકાબાજી સુર્યકુમાર યાદવે 36 બોલમાં 69 રન ફટકાર્યા વિરાટ કોહલીના 48 બોલમાં દમદાર 63 રન વિરાટ કોહલી, સુર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યાની ફટકાબાજીની મદદથી...

અમિત શાહની ગુજરાત મુલાકાત : 26 અને 27મીએ 13 કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે

ચૂંટણી નજીક આવતા જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાત સતત વધી 26મીએ તેમના સંસદીય ક્ષેત્ર વિરોચન નગરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે કેન્દ્રીય મંત્રી...

IND Vs AUS LIVE: 14 ઓવર બાદ ભારતનો સ્કોર 134/3

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવની શતકીય પાર્ટનરશીપ સુર્યકુમાર યાદવ 36 બોલમાં 69 રન બનાવી આઉટ વિરાટ કોહલી 40 રન બનાવી ક્રિઝ પર હાજર હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત...

રાજસ્થાન કોંગ્રેસમાં વિવાદ : પાયલોટનો વિરોધ, 92 ધારાસભ્યોના રાજીનામાની ધમકી

પાયલટની મુખ્યમંત્રીની ઉમેદવારી સામે ગેહલોતને સમર્થન આપતા 92 ધારાસભ્યોના રાજીનામા રાજીનામાની ધમકી આપનાર ધારાસભ્યો સીએમ પદ માટે પાયલટના દાવાને લઈને નારાજ રાજસ્થાનમાં રાજકારણ ગરમાતા કોંગ્રેસની પરેશાની...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!