Sunday, September 25, 2022
Home International ભારત અમારી સાથે રશિયા જેવો વ્યવહાર કરે: ઈરાન

ભારત અમારી સાથે રશિયા જેવો વ્યવહાર કરે: ઈરાન

  • ઈરાન ઓઈલ સપ્લાય શરૂ કરવાની વાત કરી રહ્યું છે
  • ઈરાનના રાષ્ટ્રપતિન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કરી શકે છે.
  • ભારતે હિતોનું રક્ષણ કરવું જોઈએ: ઈરાન

યુક્રેન સાથેના યુદ્ધ બાદ રશિયા પર અમેરિકાના પ્રતિબંધો છતાં ભારતે રશિયન માર્કેટમાંથી તેલ ખરીદવાનું ચાલુ રાખ્યું છે. આવી સ્થિતિમાં ઈરાન વર્ષ 2019થી ભારત અને ઈરાન વચ્ચે ફરી એકવાર બંધ ઓઈલ સપ્લાય શરૂ કરવા માંગે છે. ઈરાનનું કહેવું છે કે જે રીતે ભારત રશિયાના મામલામાં અમેરિકી દબાણની અવગણના કરી રહ્યું છે તે જ રીતે તેણે તેની સાથે વેપારમાં અમેરિકી પ્રતિબંધોની પરવા ન કરવી જોઈએ. એક રિપોર્ટ અનુસાર ટૂંક સમયમાં ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસી પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આ અંગે ચર્ચા કરી શકે છે.

- Advertisement -

15-16 સપ્ટેમ્બરે ઉઝબેકિસ્તાનમાં યોજાશે SCOની બેઠક

15-16 સપ્ટેમ્બરે ઉઝબેકિસ્તાનમાં યોજાનારી SCO ની બેઠક દરમિયાન ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી શકે છે અને તેના વિશે ચર્ચા કરી શકે છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ પણ SCO કાઉન્સિલની બેઠકમાં ભાગ લેશે.

ઈરાન ઓઈલ સપ્લાય શરૂ કરવાની વાત કરી રહ્યું છે

તાજેતરમાં જ ઈરાનના રાજદૂત અલી ચેગેનીએ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મુલાકાત દરમિયાન તેલની ખરીદીનો મુદ્દો ઉઠાવ્યો હતો. અગાઉ જૂનમાં જ્યારે ઈરાનના વિદેશ મંત્રી હુસૈન અમીર ભારતની મુલાકાતે હતા ત્યારે તેમણે પીએમ નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી સાથેની મુલાકાત દરમિયાન પણ આ મુદ્દે ચર્ચા કરી હતી.

- Advertisement -

ઈરાને ભારત સાથે રૂપિયામાં વ્યવહાર કર્યો:ઈરાન

ઈરાની રાજદૂતે કહ્યું હતું કે ભારત સાથેના સંબંધોને મજબૂત કરવા માટે પ્રતિબંધ કે, કોય અવરોધો નથી. તેમણે કહ્યું કે અમે પહેલો એવો દેશ છીએ જેણે ભારતમાં તેલની નિકાસ ડોલરમાં નહીં પરંતુ રૂપિયાના ચલણમાં કરી હતી અને ભારત અમારી પાસેથી તેલ ખરીદે છે. અન્ય વસ્તુઓ માટે પણ અમે રૂપિયામાં વેપાર કર્યો છે.

ઈરાની રાજદૂતે એવો પણ દાવો કર્યો છે કે, જો ભારતે તેલની આયાત બંધ ન કરી હોત તો ઈરાન અને ભારત વચ્ચેનો વેપાર જે વર્ષ 2018-19માં 17 અબજ ડોલર સુધી થઈ રહ્યો હતો તે 30થી 35 અબજ ડોલર સુધી પહોંચી ગયો હોત.

ઈરાને: ભારતે હિતોનું રક્ષણ કરવું જોઈએ

ઈરાનના તત્કાલિન વિદેશ મંત્રી જાવેદ ઝરીફે કહ્યું હતું કે ભારત અમેરિકાનો વિરોધ કરવા નથી ઈચ્છતું, પરંતુ વિશ્વની સૌથી મોટી લોકશાહી હોવાના કારણે ભારતે તેના હિતોનું રક્ષણ કરવું જોઈએ.ભારતે તે સમયે કહ્યું હતું કે અમે ફક્ત યુએન દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોને સ્વીકારીએ છીએ, કોઈ દેશ પર નહીં.

Source link

- Advertisement -
RELATED ARTICLES

ચીનમાં લશ્કરી બળવો, જિનપિંગ નજરકેદ, કિયાઓમિંગ નવા રાષ્ટ્રપતિ બન્યાના અહેવાલોમાં કેટલું સત્ય?

સોશિયલ મીડિયા પર ચીન અને શી જિનપિંગની અફવાઓએ જોર પકડ્યું શી જિનપિંગ ઘરમાં નજરકેદ, લી કિયાઓમિંગ આગામી રાષ્ટ્રપતિની અફવા ચીનના કેટલાક સ્થળોએ ફ્લાઇટ્સ બંધ, લશ્કરી ગતિવિધિ...

અમેરિકાના પેન્સિલવેનિયાના કેનીવુડ એમ્યુઝમેન્ટ પાર્કમાં ફાયરિંગ, અનેક ઘાયલ

પાર્કમાં હેલોવીન-થીમ આધારિત ઇવેન્ટ દરમિયાન ફાયરિંગફાયરિંગમાં ઓછામાં ઓછા પાંચ લોકો ઘાયલ થયા છે ઘટનાસ્થળે મોટી સંખ્યામાં ઈમરજન્સી સેવાઓ બોલાવવામાં આવી હતી પેન્સિલવેનિયાના કેનીવુડ એમ્યુઝમેન્ટ પાર્કમાં હેલોવીન...

ભડકેલો તાનાશાહી! અમેરિકા-સાઉથકોરિયાએ કર્યો સેના અભ્યાસ, તો ઉત્તર કોરિયાએ છોડી મિસાઇલો

બે દિવસ બાદ ઉત્તર કોરિયાએ પૂર્વ સમુદ્રમાં બેલેસ્ટિક મિસાઈલ છોડીપ્યોંગયાંગે આઠ ટૂંકા અંતરની બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું ઉત્તર કોરિયાની ઉશ્કેરણી પર નજર રાખી રહ્યું છે:...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

IND Vs AUS LIVE: 14 ઓવર બાદ ભારતનો સ્કોર 134/3

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવની શતકીય પાર્ટનરશીપ સુર્યકુમાર યાદવ 36 બોલમાં 69 રન બનાવી આઉટ વિરાટ કોહલી 40 રન બનાવી ક્રિઝ પર હાજર હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત...

રાજસ્થાન કોંગ્રેસમાં વિવાદ : પાયલોટનો વિરોધ, 92 ધારાસભ્યોના રાજીનામાની ધમકી

પાયલટની મુખ્યમંત્રીની ઉમેદવારી સામે ગેહલોતને સમર્થન આપતા 92 ધારાસભ્યોના રાજીનામા રાજીનામાની ધમકી આપનાર ધારાસભ્યો સીએમ પદ માટે પાયલટના દાવાને લઈને નારાજ રાજસ્થાનમાં રાજકારણ ગરમાતા કોંગ્રેસની પરેશાની...

PM મોદી 29 સપ્ટેમ્બરે સુરતમાં ‘ખોજ મ્યુઝિયમ’નું ઉદ્ઘાટન કરશે

ખોજ મ્યુઝિયમમાં પ્રદર્શિત ગેલેરીઓ સતત બદલાતી રહે તે પ્રમાણે વિકસાવાઈ મ્યુઝિયમ થકી વિદ્યાર્થીઓને વિજ્ઞાન, કળા, નવીનીકરણની માહિતી મેળવી શકશે વિદ્યાર્થીઓ દ્વારા રચિત વિચારો અને કૃતિઓને મ્યુઝિયમમાં...

રાજસ્થાનમાં CM કોને બનાવવા જોઈએ ? બેઠકમાં પ્રસ્તાવ મૂકાયો

રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદને લઈ રાજકારણ ગરમાયું આજે યોજાનાર બેઠકમાં નવા સીએમ અંગે કરાશે નિર્ણય CM આવાસ પર કોંગ્રેસી નેતા, ધારાસભ્યોનું આવવાનું શરૂ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને કોંગ્રેસના...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!