Friday, October 7, 2022
Home National USએ આપ્યો મિત્રતાનો પુરાવો, 15 દેશો કરતા સૌથી વધુ નજીક ભારત

USએ આપ્યો મિત્રતાનો પુરાવો, 15 દેશો કરતા સૌથી વધુ નજીક ભારત

  • 15 દેશો કરતાં ભારત સાથે સૌથી વધુ વેપાર કરવો તે ગર્વની વાત : અમેરિકા
  • વૈશ્વિક કંપનીઓએ પુરવઠા માટે ચીન કરતા ભારતમાં વેપાર વધારી રહી છે
  • ઈસ્ટ ઈન્ડિયા સમિટ 2022માં કોલકાતામાં US કોન્સ્યુલેટ જનરલનું સંબોધન

કોલકાતામાં ઉદ્યોગ સંસ્થા CII દ્વારા આયોજિત ‘ઈસ્ટ ઈન્ડિયા સમિટ 2022’માં એક સત્રને સંબોધતા મેલિન્ડા પાવેકે જણાવ્યું કે, 2022ના પ્રથમ 6 મહિનામાં ભારત અને અમેરિકા વચ્ચે 67 અબજ ડોલરનો વેપાર થયો છે. ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર સંબંધોમાં મજબૂતીના આંકડા સામે આવ્યા છે. ખાસ કરીને છેલ્લા એક વર્ષમાં વેપારી સંબંધોમાં ઝડપથી સુધારો થયો છે. જો કે, છેલ્લા એક વર્ષમાં અમેરિકા અને તેના ટોચના 15 ભાગીદાર દેશો વચ્ચે વેપારમાં વધારો થયો છે. આ તમામ દેશોમાંથી સૌથી વધુ વધારો ભારત સાથેના વેપારમાં થયો છે. કોલકાતામાં અમેરિકાના કોન્સ્યુલેટ જનરલ મેલિન્ડા પાવેકે આ માહિતી આપી હતી.

- Advertisement -

અમેરિકાએ પાછલા વર્ષમાં તેના ટોચના 15 ભાગીદારો સાથે વેપારમાં વૃદ્ધિ કરી

કોલકાતામાં ઉદ્યોગ સંસ્થા CII દ્વારા આયોજિત ‘ઈસ્ટ ઈન્ડિયા સમિટ 2022’માં એક સત્રને સંબોધિત કરતી વખતે, મેલિન્ડા પાવેકે જણાવ્યું કે, 2022ના પ્રથમ 6 મહિનામાં ભારત અને અમેરિકા વચ્ચે 67 અબજ ડોલરનો વેપાર થયો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, જાન્યુઆરીથી જૂન વચ્ચે અમેરિકાએ ભારતમાં 23 અબજ ડોલરની નિકાસ કરી છે, જ્યારે ભારતે અમેરિકાને 44 અબજ ડોલરની નિકાસ કરી છે. મેલિન્ડા પાવેકે જણાવ્યું હતું કે, અમેરિકાએ પાછલા વર્ષમાં તેના ટોચના 15 ભાગીદારો સાથે વેપારમાં વૃદ્ધિ કરી છે અને હું ગર્વથી કહી શકું છું કે સૌથી મોટો વધારો ભારત સાથેના વેપારમાં થયો છે. ભારત માટે અમેરિકન કંપનીઓ સીધા વિદેશી રોકાણનો સૌથી મોટો સ્ત્રોત છે.

અમેરિકા અને ભારત વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર મજબૂત થયો

ઉલ્લેખનિય છે કે, નાણાકીય વર્ષ 2021-22માં અમેરિકા અને ભારત વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 119.42 અબજ અમેરિકા ડોલર હતો, જ્યારે વર્ષ 2020-21માં 80.51 અબજ અમેરિકી ડોલર હતો. વર્ષ 2021-22માં અમેરિકામાં નિકાસ વધીને 76.11 અબજ અમેરિકી ડોલર થઈ હતી જે અગાઉના નાણાકીય વર્ષમાં 51.62 અબજ અમેરિકી ડોલર હતી, જ્યારે આયાત વધીને 43.31 અબજ અમેરિકી ડોલર થઈ હતી જે 2020-21માં 29 અબજ અમેરિકી ડોલરની આસપાસ હતી.

- Advertisement -

અમેરિકા માટે ચીનનો વિકલ્પ ભારત બનશે?

તેમણે કહ્યું કે ભારત એક વિશ્વનીય ભાગીદાર તરીકે ઉભરી રહ્યું હોવાથી અમેરિકાની ઘણી એજન્સીઓ પૂર્વ ભારતમાં વિકાસના કામકાજો સાથે જોડાયેલી છે. વૈશ્વિક કંપનીઓ તેમના પુરવઠા માટે ચીન પરની તેમની નિર્ભરતા ઓછી કરી રહી છે અને ભારત જેવા અન્ય દેશો દ્વારા વેપાર વધારી રહી છે.

ભારત અને અમેરિકા વચ્ચે થયેલી આયાત-નિકાસ

ઉલ્લેખનિય છે કે, અમેરિકા મુખ્યત્વે પેટ્રોલિયમ ઉત્પાદનો, પોલિશ્ડ હીરા, ફાર્મા ઉત્પાદનો, જ્વેલરી, હળવા તેલ વગેરે માટે ભારતમાંથી નિકાસ કરે છે. જ્યારે ભારત અમેરિકાથી પેટ્રોલિયમ ઉત્પાદનો, લિક્વિફાઇડ નેચરલ ગેસ, સોનું, કોલસો અને બદામની આયાત કરે છે. સેવાઓની નિકાસ માટે અમેરિકા સતત ભારતનું સૌથી મોટું બજાર રહ્યું છે. તાજેતરમાં ભારતે અમેરિકાને માલસામાનના વેચાણના સંદર્ભમાં ચીનને પણ પાછળ છોડી દેતા ભારત અમેરિકાનું સૌથી મોટું દ્વિપક્ષીય વેપાર ભાગીદાર બન્યું છે. 1.39 અબજની વસ્તી સાથે ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું ગ્રાહક બજાર છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

ચમચાગીરીની હદ હોય… રાષ્ટ્રપતિ વિશે કોંગ્રેસ નેતા ઉદિત રાજની જીભ લપસી

કોંગ્રેસી નેતા હવે ખુલાસા કરવા મજબૂરઉદિત રાજના નિવેદન બદલ NCWએ નોટિસ ફટકારી ભાજપે નિવેદનને સીધું કોંગ્રેસની આદિવાસી વિરોધી માનસિકતા સાથે જોડયું કોંગ્રેસના વિવાદપ્રિય નેતા ઉદિત...

ઉત્તરાખંડ હિમસ્ખલન કરુણાંતિકાનો મૃત્યુઆંક વધીને 16 પર પહોંચ્યો

હજુ સુધીમાં આ હિમસ્ખલનમાં કુલ 16 લોકોના મોત થયા છેનેહરુ ઇન્સ્ટીટયૂટ ઓફ માઉન્ટેનિરિંગના અનુસાર વધુ 12 મૃતદેહ મળી આવ્યા તાલીમાર્થીઓ પર્વતારોહણ અભિયાનને અંજામ આપ્યા બાદ...

સપ્ટેમ્બરમાં દેશમાં સર્વિસ સેક્ટરનો વૃદ્ધિદર છ મહિનાની નીચી સપાટી પર પહોંચ્યો

ભારતનો પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ (PMI) 54.3ના સ્તર પર રહ્યોસતત 14મા મહિને સર્વિસ PMI 50ના સ્તરની ઉપર જળવાયો છે જે વિસ્તરણ દર્શાવે છે . સપ્ટેમ્બરમાં...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

હત્યારાને સાથે રાખીને પોલીસ દ્વારા ઘટના રીકન્સ્ટ્રક્ટ્ કરાઇ

મર્ડર કેસના આરોપી પાર્થ કોઠારીને આજે કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મગાશેજે દુકાનમાંથી પાણીની બોટલ ખરીદી હતી તે દુકાને પણ લઈ જવામાં આવ્યો ...

પાદરાની ટ્રાન્સ્પેક ઇન્ડસ્ટ્રીઝની લેબના રિએક્ટરમાં બ્લાસ્ટ, બે કર્મી. દાઝયા

એક કર્મી.ને મોઢા અને છાતીના ભાગે કાચના ટુકડા ઘૂસી ગયાપોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરી તપાસ શરૂ કરી પાદરા પોલીસે ગઈકાલે જાણવા...

ગરીબો માટે ભાયલી – સેવાસીમાં '34 કરોડનાં ખર્ચે આવાસો બનશે

આવાસ ડ્રોપ નહીં કરાય, પ્લાનિંગમાં પણ ફેરફાર નહીં કરાયપાલિકાએ ફરી ટેન્ડર બહાર પાડયું  બે વર્ષમાં મકાનો બાંધવાના રહેશે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે...

ભાવનગરમા સતત બીજા દિવસે વરસાદ

માર્ગો ભીના થઈ જતા વાતાવરણમા ઠંડકશેલારશા, તળાવડી, કુંભારવાડા, વિઠ્ઠલવાડી, નિર્મણનગરમા ઝરમર વરસાદ વરસાદી સીસ્ટમ કાર્યરત થતા વાતાવરણમા પલટો ભાવનગરમા આજે ગુરૂવારે સતત બીજા...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!