Sunday, September 25, 2022
Home International ભારતે WTOની બેઠકમાં ચોખા-ઘઉં નિકાસ પર મૂકેલા પ્રતિબંધનો બચાવ કર્યો

ભારતે WTOની બેઠકમાં ચોખા-ઘઉં નિકાસ પર મૂકેલા પ્રતિબંધનો બચાવ કર્યો

  • ભારતનાં વલણ સામે ચિંતા જાહેર કરતાં સ્પષ્ટતા કરાઈ
  • ભારતે ખાતરી આપી કે તેની સમીક્ષા થતી રહે છે
  • કણકીની નિકાસ માટે 30 સપ્ટેમ્બર સુધી શરતી મંજૂરી

ભારતે વિશ્વ વેપાર સંગઠનની બેઠકમાં પોતે ચોખા અને ઘઉંની નિકાસ પર મૂકેલા પ્રતિબંધનો બચાવ કર્યો હતો. સંગઠનના કેટલાક દેશોએ ભારતના વલણ સંબંધે ચિંતા જાહેર કરતાં ભારતે સ્પષ્ટતા કરી હતી. ગયા સપ્તાહે જીનીવામાં મળેલી બેઠકમાં અમેરિકા અને યુરોપીય સંગઠનના દેશોએ ભારતના આ નિર્ણય સામે સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે ભારતના આ નિર્ણયને કારણે વિશ્વ બજાર પર વિપરીત અસર પડી શકે છે. ભારતે સ્થાનિક ઉપલબ્ધતા વધારવા માટે ઘઉંની નિકાસ પર મે મહિનામાં પ્રતિબંધ મૂક્યો હતો. તે પછી વર્તમાન મહિનામાં સરકારે ખરીફ મોસમમાં ડાંગરના ઘટેલા વાવેતરને જોતાં સ્થાનિક પુરવઠો વધારવા માટે કણકી ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂકીને બાફેલા ચોખાને બાદ કરતાં બાકીના બિનબાસમતી ચોખાની નિકાસ પર 20 ટકા નિકાસ ડયૂટી લાદી હતી.

- Advertisement -

ઘઉંની નિકાસ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો

ભારતે પોતાના નિર્ણયનો બચાવ કરતાં જણાવ્યું હતું કે તાજેતરમાં અનાજની નિકાસ વધતાં સ્થાનિક બજારોમાં દબાણની સ્થિતિ સર્જાતાં સરકારે મરઘાબતકા ક્ષેત્રમાં વપરાતા કણકી ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. તે જ પ્રમાણે અનાજ સુરક્ષાની ચિંતાઓ વધતાં ઘઉંની નિકાસ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. ભારતે એમ પણ જણાવ્યું હતું કે ભારત દ્વારા લેવામાં આવેલા આ હંગામી પગલાં છે અને સતત આ નિર્ણયની સમીક્ષા થઇ રહી છે.સેનેગલ ભારતની કણકી અને ચોખાનો મોટો આયાતકર્તા દેશ છે.

કણકીની નિકાસ માટે 30 સપ્ટેમ્બર સુધી શરતી મંજૂરી

સરકારે હવે કણકીની નિકાસ માટે 30 સપ્ટેમ્બર સુધીની શરતી મંજૂરી આપી છે. સરકારે જણાવ્યું છે કે નિકાસ પ્રતિબંધ અમલી બન્યો તે પહેલાં જ કણકીનો જથ્થો જહાજ પર ચઢી ગયો હોય , શિપિંગ બિલ દાખલ થઇ ચૂક્યું હોય કે લોડિંગ માટે જહાજ પહેલેથી બંદરે પહોંચી ચૂક્યું હોય તેવા કિસ્સામાં 30 સપ્ટેમ્બર સુધી નિકાસ કરી શકાશે.

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

ચીનમાં લશ્કરી બળવો, જિનપિંગ નજરકેદ, કિયાઓમિંગ નવા રાષ્ટ્રપતિ બન્યાના અહેવાલોમાં કેટલું સત્ય?

સોશિયલ મીડિયા પર ચીન અને શી જિનપિંગની અફવાઓએ જોર પકડ્યું શી જિનપિંગ ઘરમાં નજરકેદ, લી કિયાઓમિંગ આગામી રાષ્ટ્રપતિની અફવા ચીનના કેટલાક સ્થળોએ ફ્લાઇટ્સ બંધ, લશ્કરી ગતિવિધિ...

અમેરિકાના પેન્સિલવેનિયાના કેનીવુડ એમ્યુઝમેન્ટ પાર્કમાં ફાયરિંગ, અનેક ઘાયલ

પાર્કમાં હેલોવીન-થીમ આધારિત ઇવેન્ટ દરમિયાન ફાયરિંગફાયરિંગમાં ઓછામાં ઓછા પાંચ લોકો ઘાયલ થયા છે ઘટનાસ્થળે મોટી સંખ્યામાં ઈમરજન્સી સેવાઓ બોલાવવામાં આવી હતી પેન્સિલવેનિયાના કેનીવુડ એમ્યુઝમેન્ટ પાર્કમાં હેલોવીન...

ભડકેલો તાનાશાહી! અમેરિકા-સાઉથકોરિયાએ કર્યો સેના અભ્યાસ, તો ઉત્તર કોરિયાએ છોડી મિસાઇલો

બે દિવસ બાદ ઉત્તર કોરિયાએ પૂર્વ સમુદ્રમાં બેલેસ્ટિક મિસાઈલ છોડીપ્યોંગયાંગે આઠ ટૂંકા અંતરની બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું ઉત્તર કોરિયાની ઉશ્કેરણી પર નજર રાખી રહ્યું છે:...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

IND Vs AUS LIVE: 14 ઓવર બાદ ભારતનો સ્કોર 134/3

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવની શતકીય પાર્ટનરશીપ સુર્યકુમાર યાદવ 36 બોલમાં 69 રન બનાવી આઉટ વિરાટ કોહલી 40 રન બનાવી ક્રિઝ પર હાજર હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત...

રાજસ્થાન કોંગ્રેસમાં વિવાદ : પાયલોટનો વિરોધ, 92 ધારાસભ્યોના રાજીનામાની ધમકી

પાયલટની મુખ્યમંત્રીની ઉમેદવારી સામે ગેહલોતને સમર્થન આપતા 92 ધારાસભ્યોના રાજીનામા રાજીનામાની ધમકી આપનાર ધારાસભ્યો સીએમ પદ માટે પાયલટના દાવાને લઈને નારાજ રાજસ્થાનમાં રાજકારણ ગરમાતા કોંગ્રેસની પરેશાની...

PM મોદી 29 સપ્ટેમ્બરે સુરતમાં ‘ખોજ મ્યુઝિયમ’નું ઉદ્ઘાટન કરશે

ખોજ મ્યુઝિયમમાં પ્રદર્શિત ગેલેરીઓ સતત બદલાતી રહે તે પ્રમાણે વિકસાવાઈ મ્યુઝિયમ થકી વિદ્યાર્થીઓને વિજ્ઞાન, કળા, નવીનીકરણની માહિતી મેળવી શકશે વિદ્યાર્થીઓ દ્વારા રચિત વિચારો અને કૃતિઓને મ્યુઝિયમમાં...

રાજસ્થાનમાં CM કોને બનાવવા જોઈએ ? બેઠકમાં પ્રસ્તાવ મૂકાયો

રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદને લઈ રાજકારણ ગરમાયું આજે યોજાનાર બેઠકમાં નવા સીએમ અંગે કરાશે નિર્ણય CM આવાસ પર કોંગ્રેસી નેતા, ધારાસભ્યોનું આવવાનું શરૂ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને કોંગ્રેસના...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!