Wednesday, September 28, 2022
Home Sports મંધાનાએ ચોગ્ગાની રમઝટ બોલાવી, ભારતે ઇંગ્લેન્ડને આઠ વિકેટે હરાવ્યું

મંધાનાએ ચોગ્ગાની રમઝટ બોલાવી, ભારતે ઇંગ્લેન્ડને આઠ વિકેટે હરાવ્યું

  • ભારતે બીજી T20માં ઇંગ્લેન્ડને આઠ વિકેટે હરાવ્યું
  • ત્રણ મેચની શ્રેણી 1-1થી સરભર કરી
  • ઇંગ્લેન્ડ 6/142, કેમ્પ 51, ભારત 2/146, મંધાના 79*

પ્લેયર ઓફ ધ મેચ બનેલી ઓપનિંગ બેટ્સવુમન સ્મૃતિ મંધાનાની આક્રમક અડધી સદી અને ઓફ સ્પિનર સ્નેહ રાણાની ત્રણ વિકેટની મદદથી ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમે બીજી T20 ઇન્ટરનેશનલ મેચમાં ઇંગ્લેન્ડને આઠ વિકેટે કારમો પરાજય આપીને ત્રણ મેચની શ્રેણી 1-1થી સરભર કરી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ઇંગ્લેન્ડે કરેલો નિર્ણય ખોટો સાબિત થયો હતો અને 10 ઓવરમાં જ પાંચ વિકેટે 54 રનનો સ્કોર થયો હતો. જોકે ફ્રેયા કેમ્પના 37 બોલમાં અણનમ 51 તથા મઇયા બાઉચિયરના 34 રનની મદદથી ઇંગ્લેન્ડે છ વિકેટે 142 રનનો સ્કોર નોંધાવ્યો હતો.

- Advertisement -

મંધાનાની ધામાકેદાર બેટિંગ

બેટિંગ માટે આસાન જણાતી પિચ ઉપર મંધાનાના 53 બોલમાં અણનમ 79, સુકાની હરમનપ્રીત કૌરના અણનમ 29 તથા શેફાલી વર્માના 20 રનની મદદથી ભારતીય વિમેન્સ ટીમે 3.2 ઓવર બાકી રાખીને બે વિકેટે 146 રન બનાવીને વિજય હાંસલ કરી લીધો હતો. ભારત માટે રેણુકાસિંઘે 30 રનમાં એક તથા દીપ્તિ શર્માએ 21 રનમાં બે વિકેટ ઝડપી હતી. સ્નેહ રાણાએ 24 રનમાં સર્વાધિક ત્રણ વિકેટ ઝડપી હતી.

ભારતની આક્રમક શરૂઆત

- Advertisement -

રનચેઝ કરનાર મંધાના અને શેફાલીએ પાવરપ્લેની છ ઓવરમાં 55 રન ફટકારીને ભારત માટે આક્રમક શરૂઆત કરી હતી. હેમલતા (9) વધુ એક વખત નિષ્ફળ રહી હતી. મંધાના અને હરમનપ્રીતે ત્રીજી વિકેટ માટે અણનમ 69 રનની ભાગીદારી નોંધાવીને ટીમને વિજય સુધી પહોંચાડી દીધી હતી.

મંધાનાએ સતત ત્રણ બાઉન્ડ્રી ફટકારી

મંધાનાએ 17મી ઓવરમાં સતત ત્રણ બાઉન્ડ્રી ફટકારી હતી. મંધાનાએ 53 બોલનો સામનો કરીને 13 બાઉન્ડ્રી ફટકારી હતી. હરમન અને શેફાલીએ ચાર-ચાર વખત બોલને બાઉન્ડ્રીની બહાર મોકલી આપ્યો હતો. બન્ને ટીમ વચ્ચે ત્રીજી અને નિર્ણાયક ટી20 મુકાબલો 15મી સપ્ટેમ્બરે બ્રિસ્ટોલ ખાતે રમાશે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

ક્રોએશિયા, ઇટાલી, નેધરલેન્ડ્સ નેશન્સ લીગની સેમિફાઇનલમાં

2022ના વર્લ્ડ કપ પહેલાં તમામ ટીમો છેલ્લી મેચ રમી ઇંગ્લેન્ડ રેલિગેટ થયું નેશન્સ લીગમાં ફ્રાન્સની ટીમ સામે ડેનમાર્કે 2-0થી વિજય મેળવ્યો હતો. સતત બીજી...

વિમેન્સ વન-ડે રેન્કિંગમાં હરમનપ્રીત ટોપ-5માં, મંધાનાને પણ ફાયદો થયો

ભારતની ખેલાડીઓને રેન્કિંગમાં ફાયદો થયો મંધાના છઠ્ઠા ક્રમે પહોંચી ચાર્લી ડીનને 24 ક્રમાંકનો ફાયદો થયો ઇંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન બીજી વન-ડેમાં અણનમ 143 રનની આક્રમક ઇનિંગ રમનાર ભારતીય...

ભારતે ન્યુઝીલેન્ડનો કર્યો વ્હાઈટવોશ, સંજુ સેમસને આફ્રિકા શ્રેણી પહેલા કર્યો કમાલ

ભારત-Aએ ODI શ્રેણીમાં ન્યુઝીલેન્ડ-Aને 3-0થી હરાવ્યું સંજુ સેમસને ન્યુઝીલેન્ડ-A સામે સૌથી વધુ 120 રન બનાવ્યા આફ્રિકા શ્રેણી માટે સંજુ સેમસને પોતાનો દાવો મજબૂત કર્યો...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!