Saturday, October 1, 2022
Home Gujarat અમદાવાદમાં વસ્ત્રાલ ઓડિટોરિયમનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ

અમદાવાદમાં વસ્ત્રાલ ઓડિટોરિયમનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ

  • નવા ઓડીટોરિયમમાં 1000 લોકોની બેઠક વ્યવસ્થા
  • લાભાર્થીઓને વિવિધ સહાયના ચેક વિતરણ કરાયા
  • પ્રદીપસિંહ જાડેજા સહીત અનેક નેતાઓ ઉપસ્થિત

અમદાવાદમાં વસ્ત્રાલ ખાતે નવનિર્મિત વસ્ત્રાલ ઓડિટોરિયમનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં અવાયું છે. મુખ્યમંત્રી દ્વારા આ નવા ઓડીટોરીયમને ડો.શ્યામાપ્રસાદ મુખર્જી નામ આપવામાં આવ્યું છે. મુખ્યમંત્રીની સાથે સાથે આ કાર્યક્રમમાં પ્રદીપસિંહ જાડેજા તેમજ અનેક સાંસદો અને ધારાસભ્યો હાજર રહ્યા હતા. આ સિવાય અમદાવાદના મેયર કિરીટ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાને વિવિધ યોજનાની લાભાર્થી મહિલાઓને સહાયના ચેક આર્પણ કર્યા હતા. 

- Advertisement -

છેવાડાનો માણસ મુખ્ય પ્રવાહમાં જોડાઈ તેવા પ્રયાસ હાથ ધરાયા છે

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મ દિવસની શુભકામનાઓ પાઠવી હતી. આ સાથે જ તેમણે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં સતત વિકાસના કામોનું લોકાર્પણ થઈ રહ્યું છે. અમદાવાદ આરોગ્યનું હબ બની રહ્યું છે. કિડની અને કેન્સર જેવી બીમારી માટે દર્દીઓ અમદાવાદમાં આવે છે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ વડાપ્રધાન અંગે જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈએ છેવાડાનો માણસ મુખ્ય પ્રવાહમાં જોડાઈ તેવા પ્રયાસ હાથ ધર્યા છે. જેને લીધે ગુજરાત આજે વિકાસ મોડેલ બન્યું છે.

વડાપ્રધાન નેશનલ ગેમ્સનો શુભારંભ કરાવશે

- Advertisement -

અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન ફરી એક વખત અમદાવાદ આવીને નેશનલ ગેમનો શુભારંભ કરાવશે. આ ઉપરાંત નવરાત્રીના દિવસોમાં વડાપ્રધાન અંબાજી મંદિરની મુલાકાત લઈને માં અંબાના દર્શન કરે તેવી પણ શક્યતાઓ રહેલી છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!