Monday, September 26, 2022
Home National બે કે ત્રણ દિવસમાં ચોમાસાની સત્તાવાર વિદાયની શરૂઆત

બે કે ત્રણ દિવસમાં ચોમાસાની સત્તાવાર વિદાયની શરૂઆત

  • ચોમાસું ખાસ કરીને ઉત્તર અને પશ્ચિમ ભારતમાંથી વિદાય લેશે તેવી આગાહી 
  • દેશનાં મોટાભાગનાં રાજ્યોમાં સામાન્ય કરતાં વધુ વરસાદ
  • ઉત્તર અને પશ્ચિમ ભારતમાંથી ત્રણ દિવસમાં ચોમાસું વિદાય લેશે

આગામી બે કે ત્રણ દિવસમાં ચોમાસાની સત્તાવાર વિદાયની શરૂઆત થશે. ખાસ કરીને ઉત્તર અને પશ્ચિમ ભારતમાંથી ત્રણ દિવસમાં ચોમાસું વિદાય લેશે અને તેની 4 મહિનાની સફર પૂરી કરશે તેમ હવામાન ખાતાએ જણાવ્યું હતું. ચોમાસાની આવતા અઠવાડિયાથી વિદાય શરૂ થઈ જશે. જો કે તેમ છતાં 21-22મીએ વિદર્ભ, છત્તીસગઢ, મધ્યપ્રદેશમાં વરસાદનો છેલ્લો તબક્કો શરૂ થઈ શકે છે. 21મી સુધી ઓડિશા, નોર્થ આંધ્ર તેમજ બંગાળનાં ગંગા તટનાં વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે.

- Advertisement -

સૂકા હવામાનથી ચોમાસું પૂરું થશે

ખાસ કરીને સૂકા હવામાનની હવે શરૂઆત થઈ છે જે રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હીમાં આગામી પાંચ દિવસમાં ચોમાસાની વિદાયની આલબેલ પોકારે છે. થોડાં વર્ષો પહેલાં ચોમાસું સામાન્ય રીતે 1 સપ્ટેમ્બરથી વિદાય લેતું હતું પણ આ વખતે તે 17મી સપ્ટેમ્બરથી પૂરું થશે. સપ્ટેમ્બર મહિનામાં વરસાદની લોન્ગ પિરિયડ એવરેજ 167.9 મિ.મી રહેશે તેવી ધારણા હવામાન ખાતાએ રજૂ કરી હતી. આ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાની આગાહી કરાઈ હતી પણ દેશનાં અનેક રાજ્યોમાં સામાન્ય કરતા વધુ વરસાદ થયો હતો. ખાસ કરીને ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ તેમજ મધ્ય ભારતમાં સામાન્ય કરતા વધુ વરસાદ પડયો હતો જેને કારણે મોટાભાગનાં વિસ્તારોમાં વાવેતર હેઠળનો વિસ્તાર વધ્યો હતો.   

Source link

- Advertisement -
RELATED ARTICLES

રેલવે ટિકિટ કેન્સલની જગ્યાએ હવેથી થઈ શકશે ટ્રાન્સફર

રેલવેના નવા રેગ્યુલેશન પ્રમાણે ટિકિટ ટ્રાન્સફર કરાવી શકાશે તમારા ફેમિલી મેમ્બર એટલે કે માતા-પિતા, ભાઈ-બહેન, હસબન્ડ કે વાઈફ ને ટ્રાન્સફર કરાવી શકો  આ ટિકિટ ટ્રાન્સફર કરવી...

હિમાચલના કુલ્લુમાં દર્દનાક અકસ્માત, બસ ખાઇમાં ખાબકતા 7 વિદ્યાર્થીઓના મોત

હિમાચલના કુલ્લુમાં દર્દનાક અકસ્માત 7 વિદ્યાર્થીઓના મોત, 10 વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ તમામ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાહિમાચલના કુલ્લુમાં (Kullu) એક દર્દનાક અકસ્માત થયો...

તિરુપતિ બાલાજી મંદિર પાસે 85,705 કરોડની સંપત્તિ

TTDની દેશભરમાં 7123 એકરમાં ફેલાયેલી કુલ 960 જેટલી સંપત્તિઓ આવેલી છેતિરુપતિ દેવસ્થાન ટ્રસ્ટ દેશભરમાં કુલ 960 સંપત્તિઓ ધરાવે છે જગવિખ્યાત તિરુમાલા તિરુપતિ મંદિર વિશ્વમાં સૌથી...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

મની લોન્ડ્રિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝને મળ્યા વચગાળાના જામીન

જેકલીન ફર્નાન્ડીઝને મોટી રાહત મળીફર્નાન્ડીઝ 200 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં સોમવારે પટિયાલા કોર્ટમાં હાજર થઇ હતીજેકલીન ઉપરાંત EOWએ પિંકી ઈરાનીને પણ સમન્સ પાઠવ્યું હતુંસુકેશ...

રેલવે ટિકિટ કેન્સલની જગ્યાએ હવેથી થઈ શકશે ટ્રાન્સફર

રેલવેના નવા રેગ્યુલેશન પ્રમાણે ટિકિટ ટ્રાન્સફર કરાવી શકાશે તમારા ફેમિલી મેમ્બર એટલે કે માતા-પિતા, ભાઈ-બહેન, હસબન્ડ કે વાઈફ ને ટ્રાન્સફર કરાવી શકો  આ ટિકિટ ટ્રાન્સફર કરવી...

રાજકોટ: પ્રેમીના મોતના આઘાતમાં સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

15 વર્ષની સગારીએ પોતાના ઘરે ગળોફાંસો ખાઇ લેતા ચકચાર સગીરાનું અપહરણ કરનાર પ્રેમીએ આપઘાત કરી લેતા પ્રેમિકાએ ભર્યું પગલું સગીરા કેટલાંય દિવસથી ગુમસુમ રહેતી હતી રાજકોટના લોહાનગરમાં...

સૂર્યકુમારની તોફાની બેટિંગ, કોહલીએ બેટિંગ સ્ટ્રેટેજીનું ખુલાસો કર્યો

બંને ખેલાડી વચ્ચે 104 રનની ભાગીદારી નોંધાય હતી સૂર્યકુમારે 36 બોલમાં 69 રન બનાવી આઉટ થયો હતા. વિરાટ કોહલીએ 48 બોલમાં 63 રન બનાવ્યા વિરાટ કોહલી અને...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!