Wednesday, September 28, 2022
Home Gujarat સ્પોર્ટસ કાર્નિવલમાં મેયર અને કમિશનર ટીમ વચ્ચે રસ્સાખેંચ ખેલાઈ

સ્પોર્ટસ કાર્નિવલમાં મેયર અને કમિશનર ટીમ વચ્ચે રસ્સાખેંચ ખેલાઈ

  • રમતની ગમ્મતથી માનસિક સ્ફુર્તિ વધારી શકાય છેઃ મેયર
  • વહીવટી પાંખની સામે ચૂંટાયેલી પાંખની ટીમ ઢેર થઈ ગઈ
  • રસ્સા ખેંચની ફ્રેન્ડલી મેચમાં કમિશનર ટીમનો વિજય થયો હતો

રમત એ શારીરિક સ્વાસ્થય માટે અત્યંત મહત્વનું સાધન છે. રમતની ગમ્મત થકી માનસિક સ્ફુર્તિ વધારી શકાય છે તેવું મેયર હિતેશ મકવાણાએ સ્પોર્ટસ કાર્નિવલના ઉદ્દઘાટન કાર્યક્રમ દરમિયાન પોતાના પ્રાસંગિક વક્તવ્યમાં જણાવ્યું હતું. ગાંધીનગર મહાનગરપાલિકા આયોજિત મેગા સ્પોર્ટસ કાર્નિવલનો આજથી ભવ્ય આરંભ કરવામાં આવ્યો. જેમાં મેયર અને કમિશનર ટીમ વચ્ચે રસ્સા ખેંચની ફ્રેન્ડલી મેચમાં કમિશનર ટીમનો વિજય થયો હતો.

- Advertisement -

મેયરે વધુમાં કહ્યું હતું કે, રમતથી શરીર ખડતલ અને મજબૂત બને છે, સાથે ખેલ ભાવના અને વીરત્વ ઉજાગર થાય છે. આજથી શરૂ થયેલા સ્પોર્ટસ કાર્નિવલમાં હળવાશભર્યા વાતાવરણ વચ્ચે પદાધિકારીઓ તથા અધિકારીઓ વચ્ચે ટીમ મેયર અને ટીમ કમિશનરની રસ્સા ખેંચની ફ્રેન્ડલી મેચ રમાઈ હતી. જેમાં કમિશનરની ટીમનો વિજય થયો હતો. ચૂંટાયેલી પાંખની આખેઆખી ટીમને વહીવટી પાંખની ટીમ ઢસડી જવામાં સફળ રહી હતી. અલબત્ત આ એક ફ્રેન્ડલી મેચ જ હતી. કાર્નિવલમાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો. જેમાં મેર રાસ, મિશ્રા રાસ, ટીપ્પણી, ગરબા જેવા ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરતી કૃતિઓ રજુ થઈ હતી. નગરજનોમાં ખેલકૂદ પ્રત્યે ઉત્સાહ પ્રેરાય તે હેતુથી ચૌધરી સ્કુલથી મશાલ રેલી યોજાઈ હતી. સંસ્થાના ચેરમેન હરિભાઈ ચૌધરી દ્વારા મશાલ રેલીને પ્રસ્થાન કરાવવામાં આવી હતી.

Source link

- Advertisement -
RELATED ARTICLES

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

મેમનગરમાં બે દિવસ પહેલાં બનેલા રોડનો ડામર ફક્ત પેનથી ઊખડી ગયો

સળંગ ફૂટપાથ બનાવતા સોસાયટીના રહીશોને હાલાકીનબળી ગુણવત્તા, વ્યાપક ભ્રષ્ટાચારનો વિપક્ષી નેતાનો આક્ષેપ AMC દ્વારા VVIPના આગમન વેળા રાતોરાત રોડ બનાવી દેવાય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!