Saturday, October 1, 2022
Home Gujarat રાજકોટની બેંકમાં ભેજાબાજોએ અવનવી તરકીબો અજમાવી છેતરપીંડી કરી

રાજકોટની બેંકમાં ભેજાબાજોએ અવનવી તરકીબો અજમાવી છેતરપીંડી કરી

  • 5થી વધુ લોકોની સાથે છેતરપીંડી કરી હોવાની વિગતો મળી
  • રાજકોટમાં સરકારી બેંકના નકલી સિક્કાઓ બનાવતા
  • પોલીસે આરોપીના કબજામાંથી રોકડા રૂ.9,24,500 જપ્ત કર્યા

ભેજાબાજો અવનવી તરકીબો અજમાવી છેતરપીંડી કરતા હોય છે ત્યારે રાજકોટમાં સરકારી બેંકના નકલી સિક્કાઓ બનાવી નવા જ પ્રકારની છેતરપીંડીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ભેજાબાજો પોલીસના હાથે ઝડપાયા છે.

પોલીસે આરોપીના કબજામાંથી રોકડા રૂ.9,24,500 જપ્ત કર્યા
ઉલ્લેખનીય છે કે પોલીસના હાથમાં ઝડપાયેલા બંને આરોપીઓ ભેજાબાજો છે. કારણ કે તેમને પૈસા કમાવવા માટે બેંકના નકલી સિક્કા બનાવી લોકો અને સરકાર બંનેને ચૂનો ચોપડવાનું કામ કર્યું છે. જો કે હવે આ બંને આરોપીઓ પોલીસના સકંજામાં છે. રાજકોટની મામલતદાર કચેરીમાં કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા વિવેક રાઠોડ અને અલ્પેશ ગેડીયલ નામના આ બંને આરોપીઓએ અનેક લોકોને સીસામાં ઉતાર્યા છે.

રાજકોટમાં સરકારી બેંકના નકલી સિક્કાઓ બનાવતા
પોલીસના જણાવ્યા મુજબ ગત તારીખ 16મીએ ફરિયાદીને સૂચિત સોસાયટીના મકાન રેગ્યુલાઈઝ કરવાની ફીનું ચલણ ભરવા માટે લોકોને સરકારી બેન્કમાં પૈસા જમા કરાવવાના હતા.આરોપી વિવેક રાઠોડે ફરિયાદીને કહ્યું કે બેંકમાં ચલણ માટે લાંબી લાઈન હશે તમને વહેલું ચલણ અલ્પેશભાઈ ભરી આપશે. વિવેક રાઠોડએ ફરિયાદીને અલ્પેશ ગેડીયો પાસે ફરિયાદીને મોકલીયા હતા. જેમાં બહુમાળી ભવન ખાતેની એસબીઆઇ બેન્કના દરવાજા પાસે જ અલ્પેશે ફરિયાદીને રોકીને ચલણ પેટેના રૂ.5,30,000 ની રકમ તેની પાસેથી લઈ SBI બેન્કના રબર સ્ટેમ્પ અને ટ્રેઝરી ઓફિસનો રબર સ્ટેમ્પ અને સ્ટેમ્પ પેટ સહિતની નકલી વસ્તુઓ દ્વારા સિક્કાઓ લગાવી ચલણ ભરાઈ ગયું છે તેમ કહી છેતરપિંડી કરી હતી. તેમાં મામલો ક્યારે બહાર આવ્યો જ્યારે ચલણની પહોંચ લઈને રજીસ્ટાર કચેરીમાં ફરિયાદીએ પહોંચ જમા કરાવી ત્યારે ખુલાસો થયો કે પૈસા ભરાયા જ નથી. સમગ્ર મામલે છેતરાયાની જાણ થતા જ ક્રાઈમ બ્રાન્ચમાં તુરંત જ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

પોલીસે સતર્કતા વાપરી અલ્પેશ ગેડીયલ તથા વિવેક રાઠોડ નામના શખ્સને દબોચી લીધા છે. તથા તેના કબજામાંથી રોકડા 9,24,500 તેમજ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ઓફિસર સહિતના સિક્કાઓનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ઉલ્લેખનીય છે કે પોલીસ તપાસમાં આ બંને આરોપીઓએ પાંચથી વધુ લોકો સાથે આ જ પ્રકારે છેતરપીંડી કરી હોવાની વિગતો સામે આવી છે.

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

ટી20 વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમને 13 કરોડ મળશે, IPL કરતાં સાત કરોડ

ICC મેગા ઇવેન્ટ માટે કુલ 45.67 કરોડ રૂપિયાની પ્રાઇઝ મની અપાશેરનર્સ-અપ ટીમને 6.5 કરોડ રૂપિયા  પ્રથમ રાઉન્ડ હારનારી ટીમને 33.62 લાખ રૂપિયા અપાશે ટી20 વર્લ્ડ કપ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!