Wednesday, September 28, 2022
Home Gujarat ગંભીર ગુના મામલે ગુજરાત 36 રાજ્યોમાં દેશમાં છેલ્લી હરોળમાં

ગંભીર ગુના મામલે ગુજરાત 36 રાજ્યોમાં દેશમાં છેલ્લી હરોળમાં

  • વિધાનસભામાં ગુજસીટોક સુધારા બિલ સર્વાનુમતે પસાર
  • જાતિવાદનું ઝેર ઓકનાર MLA શશિકાંત સામે પગલાં ભરવા માગ
  • વિદ્યુત એક્ટ અંતર્ગત માત્ર ગંભીર ગુનામાં જ જેલની સજાની જોગવાઈ

ગુજરાત વિધાનસભામાં બુધવારે ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ સુધારા વિધેયક સર્વાનુમતે પસાર કરાયું હતું. બિલ રજૂ કરતાં રાજ્યકક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજસીટોક કાયદાની જોગવાઈઓમાં વિસંગતતા દૂર કરવા માટે રાજ્ય સરકારે વટહુકમ બહાર પાડયો હતો, એને કાયદાનું સ્વરૂપ આપવા માટે આ સુધારા વિધેયક લવાયું છે. રાજ્યમાં કોઈ વ્યક્તિ બિનજરૂરી મુશ્કેલીમાં મૂકે તેવું ખોટું અર્થઘટન ના થાય તેમજ કેટલીક જોગવાઈ અર્થપૂર્ણ બનાવવા અને તેનું સરળ અર્થઘટન થાય એ માટે સુધારા કર્યા છે, જેમાં આતંકવાદી કૃત્ય ચાલુ રાખવું એ શબ્દો દૂર કરાયા છે. સરકારે કહ્યું કે, ગુજરાતમાં આતંકવાદ સામેની લડાઈ વધુ મજબૂતીથી આગળ વધારશે, એનસીઆરબીના 2021ના અહેવાલ મુજબ ગંભીર ગુના, ખૂન, મહિલા સંબંધી ગુનાઓમાં 36 રાજ્યોમાં ગુજરાત છેલ્લી હરોળમાં છે, વિપક્ષ કોંગ્રેસે જણાવ્યું હતું કે, કોઈ પણ ધર્મ કે જાતિના લોકોની લાગણી દુભાય કે ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડનાર સામે ગુજસીટોક હેઠળ પગલાં ભરવા જોઈએ. જાતિવાદનું ઝેર ઓકનાર ધારાસભ્ય શશિકાંત પંડયા સામે સુઓમોટો ફરિયાદ દાખલ કરી પગલાં ભરવા જોઈએ. બિલ્કિસ કેસના આરોપીઓને આપેલી માફી પાછી ખેંચી પરત જેલ મોકલવા જોઈએ. ડ્રગ્સ મામલે પણ સરકારને ભીંસમાં લેવાઈ હતી.

- Advertisement -

વિદ્યુત એક્ટ અંતર્ગત માત્ર ગંભીર ગુનામાં જ જેલની સજાની જોગવાઈ

વિધાનસભામાં ગુજરાત વિદ્યુત ઉદ્યોગ (પુનર્ગઠન અને નિયમન) (સુધારા) વિધેયક સર્વાનુમતે પસાર કરાયું હતું. ગુજરાત વિદ્યુત એક્ટ અંતર્ગતની જોગવાઈ અને નિયમોના ભંગ બદલ જેલની સજાના પ્રાવધાન સૂચવવાને બદલે માત્ર ગંભીર પ્રકારના કૃત્યો માટે જેલની સજાની જોગવાઈ કરાશે, તેમ ઉર્જામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું.

Source link

- Advertisement -
RELATED ARTICLES

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

મેમનગરમાં બે દિવસ પહેલાં બનેલા રોડનો ડામર ફક્ત પેનથી ઊખડી ગયો

સળંગ ફૂટપાથ બનાવતા સોસાયટીના રહીશોને હાલાકીનબળી ગુણવત્તા, વ્યાપક ભ્રષ્ટાચારનો વિપક્ષી નેતાનો આક્ષેપ AMC દ્વારા VVIPના આગમન વેળા રાતોરાત રોડ બનાવી દેવાય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!