Tuesday, September 27, 2022
Home Gujarat રાજકોટના ગૌરીદળ ગામે દૂધનો નાશ કરવાને બદલે માલધારીઓએ ખીર બનાવી

રાજકોટના ગૌરીદળ ગામે દૂધનો નાશ કરવાને બદલે માલધારીઓએ ખીર બનાવી

  • માલધારીઓએ ગામના લોકોને ખીર જમવાનું આમંત્રણ આપ્યું
  • સરકાર સામે અનોખો વિરોધ દર્શાવી મંગાણીઓ સંતોષવા અપીલ કરી
  • સમસ્યાઓના નિવારણ માટે માલધારીઓ દૂધ હડતાલ કરી રહ્યા છે

ઢોર નિયંત્રણ કાયદા સામે માલધારી સમાજ દ્વારા આજે દૂધ વિતરણ બંધ રાખવામાં આવ્યું છે જેના વિરોધમાં આજે રાજકોટ જીલ્લાના ગૌરીદળ ગામ કે જ્યાં માલધારી સમાજના 150 ઘર છે તે તમામ ઘરમાંથી એકઠું થયેલું દૂધ વિતરણ કરવાને બદલે કે તેને ઢોળી દેવાને બદલે ગામની વાડીએ એકઠું કરી ત્યાં સમસ્ત ગ્રામજનો માટે સવારથી ખીર બનાવવામાં આવી રહી છે.

- Advertisement -

માલધારીઓએ હજારો લીટર દૂધની ખીર બનાવી ગામના તમામ લોકોને જમવાનું આમંત્રણ આપ્યું હતું અને સરકાર સમક્ષ અનોખો વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. માલધારી સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે ગામમાં માલધારી સમાજ સહીત તમામ સમાજને જમવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે માલધારી મહાપંચાયત દ્વારા પડતર પ્રશ્નો અને સમસ્યાઓના નિવારણ માટે સરકારને અનેક વખત રજૂઆત કરાવામાં આવી છે. તેમ છતાંય સરકાર દ્વારા યોગ્ય પગલાઓ ભરવામાં ન આવતા અને સરકાર દ્વારા કરવામાં આવતી રખડતા ઢોર પકડવાની કામગીરીથી પણ માલધારીઓ નારાજ છે. ત્યારે આજે માલધારી મહાપંચાયત દ્વારા દૂધ હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. માલધારીઓ વિધાનસભા સત્રના દિવસે દૂધનું વેચાણ નહિ કરીને સરકાર સમક્ષ પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

વડોદરામાં શિક્ષક પરિવાર ભેદી સંજોગોમાં ગુમ, પાડોશીનું ચોંકાવનારું નિવેદન

રાહુલ જોશીના મકાનની 29 લાખની લોન લેવાઈ હતી મકાનની લોન બીજાના નામે હોવાથી લોન ધારકની પૂછપરછ એક મહિનાથી આખો પરિવાર ચિંતામાં હતો: રાહુલ જોશીના પાડોશી વડોદરામાં શિક્ષક...

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન, પાકિસ્તાની જાસૂસ ઝડપાયો, ચોંકાવનારા ખુલાસા

પાકિસ્તાન ઈન્ટેલીજન્સ સાથે સંકળાયેલ વ્યક્તિની ધરપકડઆરોપી સીમ કાર્ડ પાકિસ્તાન મોકલતો હતોઅમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આરોપીની કરી રહ્યું છે વધુ પૂછપરછઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સૌથી મોટું ઓપરેશન...

સુરતમાં યુવકને ચોર સમજી ઢોર માર મારતા મોત, ઘટના CCTVમાં કેદ

યુવકને ઢોર માર મારી અધમૂઓ કરી દીધો તબીબે યુવાનનું મોત ગડદાપાટુનો માર મારવાથી થયાનો ખુલાસો કર્યો પોલીસ હત્યાનો ગુનો નોંધી શકમંદોની ડિટેઇન કર્યા સુરત શહેરમાં હત્યાનો સિલસિલો...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

'મહિલાઓ હંમેશા બહાદુર રહી છે', પીએસ 1ના પાત્રો પર ઐશ્વર્યા રાયનું નિવેદન

પીએસ1ની સ્ટાર કાસ્ટે ડિરેક્ટર મણીરત્નમના પણ કર્યા વખાણ અમે મણિ સરને ભારતના 'સ્ટીવન સ્પીલબર્ગ' કહીએ છીએપોનીયિન સેલવાનનો ભાગ 1, 30 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશેમણિરત્નમના ડ્રીમ...

વડોદરામાં શિક્ષક પરિવાર ભેદી સંજોગોમાં ગુમ, પાડોશીનું ચોંકાવનારું નિવેદન

રાહુલ જોશીના મકાનની 29 લાખની લોન લેવાઈ હતી મકાનની લોન બીજાના નામે હોવાથી લોન ધારકની પૂછપરછ એક મહિનાથી આખો પરિવાર ચિંતામાં હતો: રાહુલ જોશીના પાડોશી વડોદરામાં શિક્ષક...

ફ્લોપ કેએલ રાહુલના સમર્થનમાં આવ્યા સુનીલ ગાવસ્કર, કરી પ્રશંસા

એશિયા કપ-ઓસ્ટ્રેલિયા સામે કેએલ રાહુલ રહ્યો ફ્લોપ રહ્યો રાહુલે ટીમ માટે પોતાની વિકેટનું બલિદાન આપ્યું: ગાવસ્કર રાહુલ તે જ કરી રહ્યો હતો જે ટીમ કરાવવા માંગે...

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન, પાકિસ્તાની જાસૂસ ઝડપાયો, ચોંકાવનારા ખુલાસા

પાકિસ્તાન ઈન્ટેલીજન્સ સાથે સંકળાયેલ વ્યક્તિની ધરપકડઆરોપી સીમ કાર્ડ પાકિસ્તાન મોકલતો હતોઅમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આરોપીની કરી રહ્યું છે વધુ પૂછપરછઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સૌથી મોટું ઓપરેશન...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!