Tuesday, September 27, 2022
Home National મોહાલી: જ્યારે આરોપી યુવતીને વિદ્યાર્થિનીઓએ રંગે હાથ પકડી

મોહાલી: જ્યારે આરોપી યુવતીને વિદ્યાર્થિનીઓએ રંગે હાથ પકડી

  • મોહાલીની એક ખાનગી યુનિવર્સિટીમાં હંગામો
  • 60 ગર્લ્સ હોસ્ટેલની યુવતીઓ નહાતી હોવાનો વીડિયો થયો વાયરલ
  • આરોપી યુવતીને સાથે રહેતી વિદ્યાર્થિનીઓએ પકડી પાડી

શનિવારે મોડી રાત્રે મોહાલીની એક ખાનગી યુનિવર્સિટીમાં હંગામો મચી ગયો જ્યારે ખબર પડી કે 60 ગર્લ્સ હોસ્ટેલની યુવતીઓ નહાતી હોવાનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયો છે. આ કેસમાં હોસ્ટેલની જ એક વિદ્યાર્થિની પર આરોપ લગાવવામાં આવ્યો છે. તે વિદ્યાર્થિનિઓનો વીડિયો બનાવીને શિમલાના યુવકને મોકલતી હતી, જે તેને ઈન્ટરનેટ પર વાયરલ કરતો હતો. યુવક પણ આ યુનિવર્સિટીનો વિદ્યાર્થી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. હાલ બંને આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે.

- Advertisement -

હોસ્ટેલના એક રૂમની બહાર ઘણી છોકરીઓ એકઠી થાય છે. એક વિદ્યાર્થી કહે છે, ‘દીદી કુછ હુઆ હૈ યાર… મામલો સામે આવ્યો છે. બધી યુવતીઓ થોડી અસ્વસ્થ દેખાઇ રહી છે. બાથરૂમમાં નહાતો વીડિયો બનાવતા એક યુવતી રંગે હાથ ઝડપાઇ હતી. મામલો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાતા આ વિદ્યાર્થિનીઓ એકઠી થઇ હતી તે યુવતી સાથે વાત કરી રહી છે જેના પર વીડિયો વાયરલ કરવાનો આરોપ છે. યુવતીઓ આરોપી યુવતીને કહી રહી છે, બધા ડરી ગયા છે. અમને ખબર નથી કે શું પગલાં લેવા જોઈએ. તમે વિડિયો બનાવ્યો છે…? મને કહો. આરોપી યુવતીએ કબૂલ્યું કે તેણે વીડિયો બનાવ્યો હતો. તેણીનું કહેવું છે કે તેણીએ એક છોકરાના કહેવા પર આવું કર્યું હતું.

- Advertisement -

પંજાબના શિક્ષણ મંત્રી હરજોત બેન્સે કહ્યું છે કે આ મામલામાં આરોપીઓને છોડવામાં આવશે નહીં. મોહાલી પોલીસે આરોપી વિરુદ્ધ IPCની કલમ 354 અને IT એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. આરોપી યુવક અને યુવતીને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. એવું પણ જાણવા મળ્યું હતું કે વીડિયો વાયરલ થયાની જાણ થતાં જ 8 વિદ્યાર્થીનીઓએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મોહાલીના એસએસપી વિવેક સોનીએ આ વાતને નકારી કાઢી છે. પોલીસનું કહેવું છે કે મેડિકલ રિપોર્ટમાં કોઈના આત્મહત્યાના પ્રયાસની પુષ્ટિ થઈ નથી.

યુનિવર્સિટી મેનેજમેન્ટે જણાવ્યું હતું કે આ મામલા વિશે જાણ્યા પછી એક છોકરી આઘાતથી બેહોશ થઈ ગઈ હતી, જેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, હવે તે ઠીક છે.



Source link

- Advertisement -
RELATED ARTICLES

બોર્ડર પર ભારતની નારી શક્તિનો દમ, સુખોઇ ઉડાડી તાકાતનું કર્યુ પ્રદર્શન

ભારતીય વાયુસેનામાં 1300 મહિલા અધિકારીઓ ગ્રાઉન્ડ અને એર ડ્યુટી પર સરહદો પર જવાનોની મદદ કરતી આ વીરાંગનાઓ પર થશે ગર્વ સરકારની યોજના સેનામાં મહિલાઓની શક્તિને આગળ...

દિલ્હીના શાહીનબાગ, રોહિણીમાં PFI પર તવાઈ, 30 લોકોની અટકાયત

દિલ્હીમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના અનેક સ્થળો પર દરોડા ATS લખનૌની ટીમે બુલંદશહરમાં PFIના અડ્ડાઓ પર દરોડા પાડ્યા ગાઝિયાબાદમાં રાત્રે 3 વાગ્યે દરોડા રાષ્ટ્રીય રાજધાની...

રાજસ્થાન રાજકીય ઉથલપાથલ, આજે સોનિયા ગાંધીને સોંપાશે રિપોર્ટ

કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે નોમિનેશનની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં ગેહલોત ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા ઓછી અશોક ગેહલોતથી સોનિયા ગાંધી નારાજ રાજસ્થાન કટોકટી અંગે જયપુરથી...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ભારત-પાકિસ્તાન મહામુકાબલા માટે તૈયાર થઈ રહ્યું છે ઐતિહાસિક સ્ટેડિયમ

મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં T20 વર્લ્ડકપની તૈયારીઓ શરૂ ભારત-પાકિસ્તાન વચ્ચે 23 ઓક્ટોબરે MCGમાં થશે મુકાબલો એક સાથે એક લાખ લોકો સ્ટેડિયમમાં જોઈ શકશે મેચ ભારત અને પાકિસ્તાન...

વિક્રમ વેધાને કરીના કપૂરે કહી બ્લોકબસ્ટર, શું કહે છે રાકેશ રોશન? જાણો…

 'વિક્રમ વેધા' ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છેસ્ક્રીનીંગમાં બોલીવુડના સેલેબ્સે રિલીઝ પહેલા જોઈ વિક્રમ વેધારાકેશ રોશને વિક્રમ વેધાને બ્લોકબસ્ટર કહેતા શ્રેય તમામને આપ્યો હૃતિક...

પાકિસ્તાન: PMની ઓડિયો ક્લિપ થઈ વાયરલ, ઈમરાન ખાને રાજીનામું માંગ્યું

વડાપ્રધાન સાથે અન્ય મંત્રીઓનો ઓડિયો વાયરલ થયા પાકિસ્તાનની તમામ એજન્સીઓએ તપાસ હાથ ધરી કોઈ શરમ બાકી હોય તો તેણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ: ખાન પાકિસ્તાનના વડા પ્રધાન...

બોર્ડર પર ભારતની નારી શક્તિનો દમ, સુખોઇ ઉડાડી તાકાતનું કર્યુ પ્રદર્શન

ભારતીય વાયુસેનામાં 1300 મહિલા અધિકારીઓ ગ્રાઉન્ડ અને એર ડ્યુટી પર સરહદો પર જવાનોની મદદ કરતી આ વીરાંગનાઓ પર થશે ગર્વ સરકારની યોજના સેનામાં મહિલાઓની શક્તિને આગળ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!