Friday, October 7, 2022
Home Gujarat Banaskantha ધાનેરા તાલુકાનાં લાધાપુરા વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય છતાં તંત્ર નિષ્ક્રિય...!!!

ધાનેરા તાલુકાનાં લાધાપુરા વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય છતાં તંત્ર નિષ્ક્રિય…!!!

ધાનેરા નગરપાલીકાના લાધાપુરા વિસ્તારમાં ઠેર ઠેર ગંદકીના અને ગંદા પાણીના ખાબોચિયાંઓ જોવા મળી રહયા છે. એકબાજુ નગરપાલીકા દ્વારા શહેરની સાફ સફાઈ પાછળ માતબર રકમનો ખર્ચ કરવામાં આવે છે, તેમ છતાં શહેરના અનેક વિસ્તારોમાં કચરાના ઢગલા અને ગંદકી જોવા મળી રહી હોવાથી સાફ સફાઈ પાછળ ખર્ચાતા કરોડો રૂપિયા પાણીમાં જતા હોવાનું શહેરીજનો અનુભવી રહ્યા છે.

ધાનેરા તાલુકાનાં લાધાપુરા વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય છતાં તંત્ર નિષ્ક્રિય...!!!

- Advertisement -

શહેરના લાધાપુરા વિસ્તારમાં જાહેર રોડ પર છેલ્લા ઘણા સમયથી ગંદા પાણીના લીધે જાહેર રોડ અને રસ્તાઓ પર ગંદકી ફેલાઈ રહી છે. આ બાબતે અહીના રહીશોએ અનેક વખત પાલીકામા રજુઆતો કરી છતાં આજસુધી સ્થિતિ એમની એમ જ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં નિયમીત સાફ સફાઈ કરાવવા માટે નગરપાલીકા પાસે સફાઈકર્મીઓની ફોજ છે. નગરપાલીકાના ટ્રેકટરો છે ડોર ટુ ડોર કચરો એકત્ર કરતી રીક્ષાઓ છે. તેમ છતાં સાફસફાઈના કાર્યમાં ડીંડવાણા કેમ રહે છે? તે વિચાર માંગી લેતો સવાલ છે.

ધાનેરા તાલુકાનાં લાધાપુરા વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય છતાં તંત્ર નિષ્ક્રિય...!!!

શહેરમાં ઠેરઠેર જોવા મળતા કચરાના ઢગલા અને ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે.રોગચાળો ફેલાવવાની દહેશત શહેરીજનો દ્વારા વ્યકત થઈ રહી છે. નગરપાલીકા દ્વારા વહેલીતકે કચરાના ઢગ ગંદકી ઉપડાવીને જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે તેવી શહેરીજનોની લાગણી અને માંગણી છે.

ધાનેરા તાલુકાનાં લાધાપુરા વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય છતાં તંત્ર નિષ્ક્રિય...!!!

- Advertisement -

નગરપાલિકાના ચોપડે સફાઈ કર્મીઓને નિયમિત પગાર ચુકવવામાં આવે છે તેમ છતા સફાઈ માટે તંત્રની નિષ્ક્રિયતાથી ગમેત્યારે ગંભીર રોગચાળો ફેલાવાની દહેશત વર્તાઇ રહી છે. શહેરના ૭ વોર્ડમાં ખરેખર સફાઈ કર્મીઓ કામ કરતા હોય તો કચરાના ઢગલા અને ગંદકી કેમ જોવા મળે છે? તેવો સવાલ પણ ઉઠે છે.

અહેવાલ : સુલતાન પઠાણ, ધાનેરા

- Advertisement -
RELATED ARTICLES

હત્યારાને સાથે રાખીને પોલીસ દ્વારા ઘટના રીકન્સ્ટ્રક્ટ્ કરાઇ

મર્ડર કેસના આરોપી પાર્થ કોઠારીને આજે કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મગાશેજે દુકાનમાંથી પાણીની બોટલ ખરીદી હતી તે દુકાને પણ લઈ જવામાં આવ્યો ...

પાદરાની ટ્રાન્સ્પેક ઇન્ડસ્ટ્રીઝની લેબના રિએક્ટરમાં બ્લાસ્ટ, બે કર્મી. દાઝયા

એક કર્મી.ને મોઢા અને છાતીના ભાગે કાચના ટુકડા ઘૂસી ગયાપોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરી તપાસ શરૂ કરી પાદરા પોલીસે ગઈકાલે જાણવા...

ગરીબો માટે ભાયલી – સેવાસીમાં '34 કરોડનાં ખર્ચે આવાસો બનશે

આવાસ ડ્રોપ નહીં કરાય, પ્લાનિંગમાં પણ ફેરફાર નહીં કરાયપાલિકાએ ફરી ટેન્ડર બહાર પાડયું  બે વર્ષમાં મકાનો બાંધવાના રહેશે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

હત્યારાને સાથે રાખીને પોલીસ દ્વારા ઘટના રીકન્સ્ટ્રક્ટ્ કરાઇ

મર્ડર કેસના આરોપી પાર્થ કોઠારીને આજે કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મગાશેજે દુકાનમાંથી પાણીની બોટલ ખરીદી હતી તે દુકાને પણ લઈ જવામાં આવ્યો ...

પાદરાની ટ્રાન્સ્પેક ઇન્ડસ્ટ્રીઝની લેબના રિએક્ટરમાં બ્લાસ્ટ, બે કર્મી. દાઝયા

એક કર્મી.ને મોઢા અને છાતીના ભાગે કાચના ટુકડા ઘૂસી ગયાપોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરી તપાસ શરૂ કરી પાદરા પોલીસે ગઈકાલે જાણવા...

ગરીબો માટે ભાયલી – સેવાસીમાં '34 કરોડનાં ખર્ચે આવાસો બનશે

આવાસ ડ્રોપ નહીં કરાય, પ્લાનિંગમાં પણ ફેરફાર નહીં કરાયપાલિકાએ ફરી ટેન્ડર બહાર પાડયું  બે વર્ષમાં મકાનો બાંધવાના રહેશે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે...

ભાવનગરમા સતત બીજા દિવસે વરસાદ

માર્ગો ભીના થઈ જતા વાતાવરણમા ઠંડકશેલારશા, તળાવડી, કુંભારવાડા, વિઠ્ઠલવાડી, નિર્મણનગરમા ઝરમર વરસાદ વરસાદી સીસ્ટમ કાર્યરત થતા વાતાવરણમા પલટો ભાવનગરમા આજે ગુરૂવારે સતત બીજા...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!