Sunday, September 25, 2022
Home Gujarat ખેડા-આણંદ જિલ્લામાં ડેરીઓમાં દૂધ નહીં ભરાવી વિરોધ કરાયો

ખેડા-આણંદ જિલ્લામાં ડેરીઓમાં દૂધ નહીં ભરાવી વિરોધ કરાયો

  • શ્વાનોને પીવડાવી દઈ વિરોધ દર્શાવ્યો
  • અમૂલમાં બે લાખ લિટર દૂધનો જથ્થો ઓછો આવ્યો
  • માલધારી સમાજે ગરીબો અને અનાથઆશ્રામમાં દૂધ વહેંચ્યું,

ઢોર નિયંત્રણ કાયદાના વિરોધમાં માલધારી સમાજે દૂધ હડતાળ પાડીને વિરોધ પ્રદર્શન કરાયું હતું. ખેડા જિલ્લામાં માલધારીઓએ દૂધ વેચાણ ન કરી, તે દૂધ ગરીબો, અનાથઆશ્રામ તથા સેવાકિય સંસ્થાઓમાં નિઃશુલ્ક આપી દીધુ હતું. હજારો લીટર દૂધ કૂતરાઓને પીવડાવી દઈ વિરોધ દર્શાવ્યો હતો. ખેડા જિલ્લાની 638 દૂધ મંડળીઓમાં દૂધની આવક ઓછી થવાથી અમૂલમાં હજારો લીટર દૂધ ઓછું પહોંચ્યું હતું. નડિયાદ શહેરના દૂધ ડેરી મંડળીના ચેરમેન અને માલધારી અગ્રણી મુકેશભાઇ રબારીએ જણાવ્યું હતું કે શહેર સહિત જિલ્લામાં 50 હજાર ઉપરાંત માલધારીઓ સમાજ દ્વારા બુધવારે દૂધ હડતાળ પાડવામાં આવી હતી.

- Advertisement -

દૂધ લેવા રઝળપાટ કરવો પડયો

વિજય પટેલે જણાવ્યું હતું કે, બુધવારે શ્રાદ્ધ હોવાથી દૂધપાક માટે દૂધ મેળવવા માટે નગરમાં આવેલ તમામ દૂધ ડેરીમાં દૂધ નહીં મળતાં આખારે નગરની બાજુમાં આવેલા ગામ માંથી દૂધ લાવવાની ફરજ પડી હતી. દૂધપાર્લરો ઉપર અમૂલ દૂધના પાઉચના સ્ટોક પણ ખલાસ થઇ ગયા હતા.

વાસદ મહીસાગર નદીમાં દૂધ વહાવી વિરોધ પ્રદર્શન

ઢોર નિયંત્રણ કાયદાના વિરોધમાં માલધારીઓ દ્વારા બુધવારના રોજ છૂટક દૂધ વેચાણ કેન્દ્ર બંધ રાખ્યાં હતાં. જેમાં આણંદ જિલ્લા અને બોરસદ તાલુકાના માલધારી સામાજના લોકો આ આંદોલનમાં જોડાયા હતા. બુધવારના રોજ વાસદ પાસેથી પસાર થતી મહિસાગર નદીમાં માલધારી સમાજ દ્વારા દૂધ વહાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

કપડવંજમાં માલધારી સમાજનું વિરોધ પ્રદર્શન

કપડવંજ નગરના નાની રત્નાકર માતાજી મંદિરના રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મંદિર સામે કપડવંજ માલધારી સમાજના લોકો એકત્ર થયા હતા. માલધારી સમાજના પ્રમુખ મનહરભાઈ રબારી, માલધારી ગ્રૂપે દૂધના કેન સાથે વિરોધ પ્રદર્શન કરી માંગણીઓ નહીં સ્વીકારાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાનું જણાવી કૂતરાઓને દૂધ પીવડાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

અમૂલમાં બે લાખ લિટર દૂધનો જથ્થો ઓછો આવ્યો : ચેરમેન રામસિંહ પરમાર

અમૂલ ડેરીના ચેરમેન રામસિંહ પરમારે જણાવ્યું હતું કે, બુધવારે માલધારી સમાજની દૂધ હડતાળના કારણે અમૂલમાં દૈનિક દૂધ આવકની સામે બે લાખ લીટર દૂધ ઓછુ આવ્યું હતું. ગુરૂવારે દૂધ આવશે એટલે રાબેતા મુજબ દૂધ લોકોને મળતું થઇ જશે.

ખેડા-આણંદ જિલ્લામાં ડેરીઓમાં દૂધ નહીં ભરાવી વિરોધ કરાયો

નડિયાદ ટી સ્ટોલના પંકજ ઠાકોરે જણાવ્યું હતું કે દૂધની હડતાળના કારણે દૂધ પાર્લર ઉપર દૂધના સ્ટોક ખલાસ થઇ ગયો હતો અને નગરના દૂધ ડેરીમાં દૂધ વેચાણ બંધ હતું. જેથી ટુંડેલ ગામની દૂધ મંડળીમાંથી 10 લીટર દૂધ લાવીને ધંધો કર્યો હતો. આ દૂધ ખલાસ થઇ જતાં ટી સ્ટોલ બંધ કરી દેવામાં આવી હતી.

તારાપુર દૂધ મંડળીમાં 70 ટકા દૂધ ઓછું ભરાયું

આણંદ જિલ્લામા માલધારી સમાજ દ્વારા બુધવારે દૂધ વિતરણ કે વેચાણ ન કરવાના મહત્વના નિર્ણયથી રહીશોને મુશ્કેલી વર્તાઈ હતી. પશુપાલકો તેમજ દુધાળા પશુઓની મોટી સંખ્યા ધરાવતા તારાપુર તાલુકામાં દૂધમંડળીમા આજે 70 ટકા દુધ ઓછું ભરાયું હતું. જોકે દૂધ વિતરણની વ્યવસ્થા યથાવત્ રહી છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

PM મોદી 29 સપ્ટેમ્બરે સુરતમાં ‘ખોજ મ્યુઝિયમ’નું ઉદ્ઘાટન કરશે

ખોજ મ્યુઝિયમમાં પ્રદર્શિત ગેલેરીઓ સતત બદલાતી રહે તે પ્રમાણે વિકસાવાઈ મ્યુઝિયમ થકી વિદ્યાર્થીઓને વિજ્ઞાન, કળા, નવીનીકરણની માહિતી મેળવી શકશે વિદ્યાર્થીઓ દ્વારા રચિત વિચારો અને કૃતિઓને મ્યુઝિયમમાં...

સુરત: સચિન GIDC ખાતે ગ્રે કાપડ મીલમાં ભંયકર આગ, જાનહાની ટળી

સ્ટેન્ટર મશીનમાં ભડકેલી આગ મીલમાં પ્રસરી ગઈઆ ઘટનામાં કોઈને ઇજા કે જાનહાનિ થઈ નહોતી ત્રણ કલાકે બાદ આગ પર કાબુ મેળવ્યો હતો સચિન જીઆઈડીસી રોડ નં....

વાઘોડિયાના જેસીંગપુરા ગામના બસ સ્ટેન્ડ પાસેથી 6 ફુટના અજગરનું રેસક્યુ

રેસક્યુ કરી અજગર વન વિભાગને સોપવામાં આવ્યોઅર્ધો કલાકની જહેમત બાદ ઝડપી પાડવામાં આવ્યો ટ્રસ્ટના કાર્યકરોએ અજગરનું રેસક્યુ કર્યું વાઘોડિયા તાલુકાના જેસીંગપુરા ગામના બસ સ્ટેન્ડ પાસેથી શનિવારે...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

IND Vs AUS LIVE: 14 ઓવર બાદ ભારતનો સ્કોર 134/3

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવની શતકીય પાર્ટનરશીપ સુર્યકુમાર યાદવ 36 બોલમાં 69 રન બનાવી આઉટ વિરાટ કોહલી 40 રન બનાવી ક્રિઝ પર હાજર હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત...

PM મોદી 29 સપ્ટેમ્બરે સુરતમાં ‘ખોજ મ્યુઝિયમ’નું ઉદ્ઘાટન કરશે

ખોજ મ્યુઝિયમમાં પ્રદર્શિત ગેલેરીઓ સતત બદલાતી રહે તે પ્રમાણે વિકસાવાઈ મ્યુઝિયમ થકી વિદ્યાર્થીઓને વિજ્ઞાન, કળા, નવીનીકરણની માહિતી મેળવી શકશે વિદ્યાર્થીઓ દ્વારા રચિત વિચારો અને કૃતિઓને મ્યુઝિયમમાં...

રાજસ્થાનમાં CM કોને બનાવવા જોઈએ ? બેઠકમાં પ્રસ્તાવ મૂકાયો

રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદને લઈ રાજકારણ ગરમાયું આજે યોજાનાર બેઠકમાં નવા સીએમ અંગે કરાશે નિર્ણય CM આવાસ પર કોંગ્રેસી નેતા, ધારાસભ્યોનું આવવાનું શરૂ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને કોંગ્રેસના...

સુરત: સચિન GIDC ખાતે ગ્રે કાપડ મીલમાં ભંયકર આગ, જાનહાની ટળી

સ્ટેન્ટર મશીનમાં ભડકેલી આગ મીલમાં પ્રસરી ગઈઆ ઘટનામાં કોઈને ઇજા કે જાનહાનિ થઈ નહોતી ત્રણ કલાકે બાદ આગ પર કાબુ મેળવ્યો હતો સચિન જીઆઈડીસી રોડ નં....

Recent Comments

- Advertisment -
error: Content is protected !!