Monday, September 26, 2022
Home Gujarat જામનગરમાં સરપંચના પુત્રએ કારમાં રીવોલ્વરથી ગોળી મારી કર્યો આપઘાત

જામનગરમાં સરપંચના પુત્રએ કારમાં રીવોલ્વરથી ગોળી મારી કર્યો આપઘાત

  • જામનગરના ખીજડીયા બાયપાસ રોડ પર બનેલો બનાવ
  • યુવાન ઘરેથી લોકરમાંથી રીવોલ્વર લઈને નિકળી ગયો હતો
  • પદયાત્રીઓએ પોલીસને જાણ કરતાં આખો મામલો સામે આવ્યો

જામનગરના ખીજડીયા બાયપાસથી સમરસ હોસ્ટેલ તરફ જતા રોડ પર કારમાં એક યુવાને લમણામાં ગોળી મારીને આપધત કરેલો મૃતદેહ હોવાની પદયાત્રીઓએ પોલીસને જાણ થતાં પીએસઆઈ જે.પી.સોઢા સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળીને ઓળખ મેળવતાં તે ખંભાળીયા તાલુકાના વીજલપર ગામના સરપંચ પીઠાભાઈ જીણાભાઈ ડેરનો પુત્ર જયભાઈ નામનો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે જામનગર શહેરના નવાગામધેડ, મિલન સોસાયટીમાં રહેતા પરિવારજનોને જાણ કરતાં પિતા પીઠાભાઈ સહિતના આવી ગયા હતાં. યુવાન પુત્રના મૃતદેહને જોઇને પરિવાર શોકમગ્ન થઈ ગયો હતો.

- Advertisement -

પીએમ રીપોર્ટ બાદ મૃતદેહને પરિવારને સોંપી દીધો

પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળીને પીએમ માટે મોકલી દીધો હતો. બાદમાં મૃતકના પિતા પીઠાભાઈ ડેરે પોલીસને જણાવ્યું હતું કે, ઘરમાં પોતાની લાયસન્સવાળી રીવોલ્વર લોકરમાં રાખેલી હતી. તે લોકર પોતાની ગેરહાજરીમાં મૃતક પુત્ર જયભાઈએ ખોલીને જીવતા કાર્ટીસ સાથે રીવોલ્વર કાઢી અને કારની ચાવી લઈને આજે સવારે ઘરેથી નિકળી ગયો હતો. તેમણે બનાવ સ્થળે જઈને કોઈ અકળ કારણોસર રીવોલ્વરમાંથી ફાયરીંગ કરી લીધાનું જાહેર કર્યું હતું. પીએમ રીપોર્ટ બાદ પોલીસે મૃતદેહનો કબ્જો પરિવારને સોંપી દીધો હતો.

Source link

- Advertisement -
RELATED ARTICLES

સુરત: ડિંડોલીની ત્રિપાઠી હોસ્પિટલ પાસે બે યુવકો પર જીવલેણ હુમલો, એકનું મોત

ચપ્પુ વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યોસારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા હત્યા અને હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી નવાગામ ડિંડોલી વિસ્તારના...

રાજકોટ: પ્રેમીના મોતના આઘાતમાં સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

15 વર્ષની સગારીએ પોતાના ઘરે ગળોફાંસો ખાઇ લેતા ચકચાર સગીરાનું અપહરણ કરનાર પ્રેમીએ આપઘાત કરી લેતા પ્રેમિકાએ ભર્યું પગલું સગીરા કેટલાંય દિવસથી ગુમસુમ રહેતી હતી રાજકોટના લોહાનગરમાં...

અમિત શાહ આજથી બે ગુજરાતના પ્રવાસે, ભરચક કાર્યક્રમો

આજે અમદાવાદ-સાણંદમાં ઘણા કાર્યક્રમોમાં હાજરી આપશે આવતીકાલે રૂપાલ મંદિર જશે અને માણસામાં પણ કાર્યક્રમમાં જશે મંગળવારે પરત ફરતા પહેલાં માણસા ખાતે આરતી કાર્યક્રમમાં ભાગ લેશે કેન્દ્રીય ગૃહૃસહકાર...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

સુરત: ડિંડોલીની ત્રિપાઠી હોસ્પિટલ પાસે બે યુવકો પર જીવલેણ હુમલો, એકનું મોત

ચપ્પુ વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યોસારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા હત્યા અને હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી નવાગામ ડિંડોલી વિસ્તારના...

ફિફા ઇન્ટરનેશનલ ફ્રેન્ડલી ફૂટબોલ મેચમાં સિંગાપોર-ભારતની મેચ 1-1થી ડ્રો

સિંગાપોર માટે ઇખસાન ફાંડીએ 37મી મિનિટે કર્યો ગોલભારતના આશિક કુરુનિયને 43મી મિનિટે ગોલ કરી બરાબરી કરીકુરુનિયને જોરદાર કિક મારી સિંગાપોરના ગોલકીપરને બીટ કર્યોફિફા ઇન્ટરનેશનલ...

હિન્દુ બનવા ધર્મ પરિવર્તનની જરૂર નથી, ભારતમાં રહેતા તમામ હિન્દુ: ભાગવત

'ભારતીય અને હિન્દુ બંને સમાનાર્થી છે, ભારતમાં રહેતા તમામ લોકો ઓળખની દ્રષ્ટિએ હિન્દુ છે' 'ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મ ફેલાવનારા મુઘલો, બ્રિટિશ શાસકો પહેલા પણ હિંદુઓ...

મની લોન્ડ્રિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝને મળ્યા વચગાળાના જામીન

જેકલીન ફર્નાન્ડીઝને મોટી રાહત મળીફર્નાન્ડીઝ 200 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં સોમવારે પટિયાલા કોર્ટમાં હાજર થઇ હતીજેકલીન ઉપરાંત EOWએ પિંકી ઈરાનીને પણ સમન્સ પાઠવ્યું હતુંસુકેશ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!